કોંગ્રેસ રૂ. ૭૨ હજાર આપવાની વાતો કરી પ્રજાને ગુમરાહ કરે છેઃ અમિત શાહ

0
475
Advertisement

વલસાડ-છોટાઉદેપુર
વલસાડ લોકસભાની બેઠકની ચૂંટણીના પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક અમિત શાહ ધરમપુરના માલનપાડામાં ભાજપના ઉમેદવાર ડો.કે.સી.પટેલના સર્મથનમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતને અન્યાય કરવો એ કોંગ્રેસની પરંપરા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ દ્વારા જીતુ ચૌધરી અને ભાજપ દ્વારા ડો. કે.સી પટેલને ટિકિટ આપવામાં આવી છે.


અમિત શાહે સંબોધનની શરૂઆતમાં જ જાહેરસભામાં હાજર રહેલા લોકોનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે, બે કલાક જેટલો ટાઈમ મોડા આવવા છતા તમારી ધીરજને સલામ છે. આદીવાસીઓના કલ્યાણનું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ પુરૂ પાડ્યું છે.

આદિવાસીઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ લાવવામાં આવી છે. ૨૦૦૫માં વસતી પ્રમાણે બજેટ આપી અધિકારી આપ્યો છે. નવબંધુ કલ્યાણ યોજના હેઠળ ૮૦ હજાર કરોડ વપરાયા છે. કોંગ્રેસની સરકાર કરતા જંગલના પટ્ટા ચાર ગણાં અપાયા છે.


આ ઉપરાંત છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન રાઠવાના પ્રચાર માટે ભાજપના રાષ્ટÙીય અધ્યક્ષ અમિત શાહે બોડેલી ખાતે જાહેર સભા સંબોધી હતી. જેમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ૫૫ વર્ષમાં કોંગ્રેસ તેમના શાસન દરમિયાન ગરીબી હટાવી શકી નથી. અને હવે ગરીબી હટાવવાની વાતો કરે છે અને કોંગ્રેસ રૂપિયા ૭૨ હજાર આપવાની વાતો કરી પ્રજાને ગુમરાહ કરી રહી છે.


આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી પદે હતા, ત્યારે છોટાઉદેપુર જિલ્લો અલગ કરવામાં આવ્યો હતો, જેથી છોટાઉદેપુર પંથકની જનતાને હવે વડોદરા જવુ પડતુ નથી. બધા કામ છોટાઉદેપુરમાં જ થઇ જાય છે. અને ભાજપે ૫ વર્ષમાં દેશમાં અનેક વિકાસના કાર્યો પૂર્ણ કર્યાં છે.

હિન્દીમાં સમાચાર વાંચવા અહીં ક્લિક કરો