દેરાસરમાં પડેલ દાનપેટી તોડી તેમાંથી રોકડ રુ. ૧૮૦૦૦ ની ચોરી કરી ફરાર

0
171
Advertisement


પાટણ,
પાટણ જીલ્લાના રાધનપુર શહેરના ટાવર પાસે શેરીમાં આવેલ દેરાસરમાં રાત્રીના સમયે કોઇક ઇસમો તાળુ તોડી તેમાં ચોરી કરી હોવાનુ સવારે પુજારીને જાણવા મળતાં પુજારીએ દેરાસરની બાજુમાં રહેતા પંકજભાઇ જૈનને બોલાવ્યા હતા અને તેઓની સાથે તપાસ લરતાં કોઇક ઇસમોએ રાત્રીના સમયે જૈન દેરાસરના મુખ્ય દરવાજાના નકુંચા તોડી નીચે તેમજ ઉપરના દેરાસરમાં પડેલ દાનપેટી તોડી તેમાંથી રોકડ રુ. ૧૮૦૦૦ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 

તેમજ ચોરી કરવા આવનાર ચોરો પણ આધુનિક હોવાથી પ્રવેસતા પહેલા મોઢા ઉપર રુમાલ બાંધી સીસીટીવી કેમેરાના વાયરો તોડી નાંખ્યા હતા. જેથી આ બાબતની ફરીયાદ રાધનપુર પોલિસ મથકે નોધાતાં પોલિસે આ બાબતે તપાસ કરવા માટે બનાસકાંઠાથી ડોગ સ્ક્વોર્ડની ટીમ પણ બોલાવી હતી પરંતુ ચોરોને પકડવામાં કોઇ સફળતા પોલિસને મળી નહોતી.