અમિત શાહે કોરોના મુદ્દે સોનિયા ગાંધીના નિવેદનને વખોડતા કોંગ્રેસ પાર્ટી પર વાકપ્રહાર

0
324
Amit Shah talks on Congress party on Corona issue
Amit Shah talks on Congress party on Corona issue
Advertisement

નવી દિલ્હી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે કોરોના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવેદનને વખોડતા કોંગ્રેસ પાર્ટી પર વાકપ્રહાર કર્યો હતો. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસ કોરોના મામલે હલકું રાજકારણ કરી રહી છે તેમજ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે અગાઉ એવું નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકારે આયોજન વગરના લોકડાઉનનો અમલ કરીને દેશના લાખો લોકોને સહન કરવું પડ્યું છે તેમજ અફરાતફરી સર્જી છે.  

શાહે કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે, વર્તમાન સમય રાષ્ટ્ર હિતમાં કામ કરવાનો છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કોરોના સામેના જંગમાં ભારતના પ્રયાસોની સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે સરાહના થઈ છે. 130 કરોડ દેશવાસીઓ કોરોનાને માત આપવાના અભિયાનમાં એક છે.

કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠક (સીડબ્લુયસી)ને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં મેડિકલ નિષ્ણાતો માટે તમામ જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા જોઈએ. પુરતી તૈયારી અને માળખાના અભાવે ચેપ વધુ ના ફેલાય તેમજ લોકો જીવ ના ગુમાવે તેની જવાબદારી કેન્દ્ર સરકારની રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ દિવ્ય સરદાર સમાચાર સાથે. તમે અમને ફેસબુકટ્વીટર અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Click For Gujarat Samachar in Hindi , India Hindi News