1 કલાક પેહલા
- કૉપી લિંક
તેલુગુ ફિલ્મ ‘હનુમાન’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતીય બોક્સ ઓફિસ પર 147 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં લગભગ 215 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
તાજેતરમાં જ આ ફિલ્મના નિર્માતાઓએ તેના બીજા ભાગ ‘જય હનુમાન’ની જાહેરાત કરી છે. ચર્ચા છે કે, સાઉથના સુપરસ્ટાર રામચરણ આ ફિલ્મમાં પ્રભુ શ્રી રામના રોલમાં જોવા મળશે. હવે એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત વર્માએ જણાવ્યું કે, તેણે આ ફિલ્મમાં વિભીષણની ભૂમિકા ભજવવા માટે ‘કંતારા’ ફેમ એક્ટર ઋષભ શેટ્ટીનો સંપર્ક કર્યો હતો.
ડિરેક્ટર પ્રશાંત વર્મા (જમણે) ‘હનુમાન’ના મુખ્ય અભિનેતા તેજા સજ્જા સાથે
‘ઝોમ્બી રેડ્ડી’ની સફળતા પછી મેકર્સનો સંપર્ક કરવામાં આવ્યો’: પ્રશાંત
ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં ડાયરેક્ટર પ્રશાંત વર્માએ જણાવ્યું કે, તેઓ હંમેશા સુપરહીરો ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા પરંતુ તે પોસાય તેમ નહોતું. પ્રશાંતે કહ્યું, ‘મારી પાછલી ફિલ્મ ‘ઝોમ્બી રેડ્ડી’ની સફળતા બાદ મેં આ સુપરહીરો ફિલ્મ માટે મેકર્સનો સંપર્ક કર્યો હતો. જો તમે જુઓ તો મારી દરેક ફિલ્મનો ભારતીય ઈતિહાસ સાથે કોઈ ને કોઈ સંબંધ છે. આવી સ્થિતિમાં મેં આ ફિલ્મને ભારતીય ઈતિહાસ સાથે પણ જોડી દીધી.’
‘હનુમાન’એ મહેશ બાબુ સ્ટારર ‘ગુંટૂર કારમ’ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર લીધી હતી
‘હું ઈચ્છું છું કે ‘ગુંટૂર કારમ’ પણ સારું પ્રદર્શન કરે’
જ્યારે પ્રશાંતને પૂછવામાં આવ્યું કે, ‘શું તેમને આશા હતી કે, આ ફિલ્મ મહેશ બાબુ સ્ટારર ‘ગુંટૂર કારમ’ને બોક્સ ઓફિસ કલેક્શનના મામલે માત આપશે? આના પર પ્રશાંતે કહ્યું કે, તે પોતે મહેશ બાબુનો મોટો ફેન છે અને ઇચ્છે છે કે મહેશની ફિલ્મ ‘ગુંટૂર કારમ’ પણ વધુ સારું પ્રદર્શન કરે.
તમને જણાવી દઈએ કે, હનુમાનની સરખામણીમાં ‘ગુંટૂર કારમ’એ ભારતીય બોક્સ ઓફિસ પર ઓછી કમાણી કરી છે. તેણે દેશમાં 120 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં લગભગ 240 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
ફિલ્મ ‘જય હનુમાન’ના બીજા ભાગ માટે નિર્દેશક પ્રશાંતે સાઉથના સુપરસ્ટાર રામચરણનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા છે. તે આમાં શ્રી રામની ભૂમિકા ભજવી શકે છે.
બીજા ભાગમાં ‘RRR’ના મોડલને અનુસરીશું: પ્રશાંત
પ્રશાંતે વધુમાં કહ્યું કે, ‘હનુમાન’ની રિલીઝ પહેલા જ લોકો કહેતા હતા કે, તે ઉત્તર ભારતમાં આગ લગાડી દેશે અને હું જાણતો હતો કે તે આખા દેશમાં અજાયબી કરશે. તે આશ્ચર્યજનક હતું કે આ ફિલ્મને સમગ્ર ભારતમાં 1600 થિયેટરોમાં ઓપનિંગ મળી, જે કોઈપણ તેલુગુ રિલીઝ કરતા 4 ગણી વધારે છે.’
‘હવે અમે તેનો બીજો ભાગ ‘જય હનુમાન’ને ‘RRR’ની જેમ આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી લઈ જવા માંગીએ છીએ. બીજા ભાગમાં, અમે ‘RRR’ના મોડલને અનુસરીશું અને મને આશા છે કે વિદેશી દર્શકોને અમારી ફિલ્મ ગમશે.’
હાલમાં ઋષભ શેટ્ટી ‘કંતારા’ની પ્રિક્વલ ‘કંતારા-2’માં વ્યસ્ત છે. મેકર્સે તાજેતરમાં તેનું ટીઝર રિલીઝ કર્યું હતું
‘ઋષભ સર માટે કંઈક સારું શોધીશું’
અંતે પ્રશાંતે કહ્યું, ‘અમે આ ફિલ્મમાં વિભીષણની ભૂમિકા ભજવવા માટે ‘કંતારા’ ફેમ અભિનેતા ઋષભ શેટ્ટીનો સંપર્ક કર્યો હતો. રિષભ સર હાલમાં ‘કંતારા’ની પ્રિક્વલને લઈને વ્યસ્ત હોવાથી તેઓ આ ફિલ્મ કરી શક્યા નથી. પણ યૂનિવર્સની આ પહેલી ફિલ્મ છે. મને ખાતરી છે કે આવનારા સમયમાં અમે તેમના માટે કંઈક સારું શોધી લઈશું.