56 મિનિટ પેહલાલેખક: મૃત્યુંજય કુમાર
- કૉપી લિંક
એક એવી માનસિક સ્થિતિ જેને માનસિક બીમારી કહેવામાં આવે છે. પરંતુ સંશોધન પરથી ખબર પડે છે કે આવી પરિસ્થિતિઓમાં લોકો દરરોજ સફળતાના નવાં પગથિયાં ચઢતાં રહે છે. તેઓ અભ્યાસથી લઈને નોકરી સુધી દરેક બાબતમાં બીજા કરતાં આગળ રહે છે.
બીજી તરફ તેમના સંબંધો એક પછી એક તૂટતા જાય છે. મિત્ર દુશ્મનમાં ફેરવાય છે અને સાથી અજાણ્યામાં ફેરવાય છે. તેમનો પોતાની સાથેનો સંબંધ પણ સારો નથી રહેતો. તમામ સફળતાઓ હોવા છતાં તેઓ સાંસારિક બાબતોમાં તણાવ, ચિંતા અને હતાશાનો શિકાર બની શકે છે.
આ સ્થિતિનું નામ છે- નાર્સિસિઝમ. એટલે કે, પોતાને શાનદાર, અન્ય કરતા બેસ્ટ સમજવાની લાગણી અને ઘમંડ. તેને આત્મરતિ અને આત્મમુગ્ધતા તરીકે પણ ઓળખી શકાય છે
સંશોધન દર્શાવે છે કે વિશ્વની 2% વસ્તી નાર્સિસિઝમ નામના માનસિક વિકારથી પીડિત છે. શક્ય છે કે તમારી ઓફિસ કે રિલેશનશિપમાં આવું કોઈ હોય.
તેથી, આજે ‘ રિલેશનશિપ’ કૉલમમાં, આપણે નાર્સિસિઝમ વિશે કહીશું અને જાણીશું કે તે ક્યારે ફાયદાકારક છે અને ક્યારે નુકસાનકારક છે. તમે નાર્સિસિસ્ટને ઓળખવાની અને જો તેવા લોકો સાથે તમારે ક્યારેય પણ સામનો કરવો પડે તો શુ કરી શકાય. તેની કેટલીક રીતો પણ શીખી શકશો
સંશોધન દાવો કરે છે: નર્સિસ્ટિક લોકો ઝડપથી બોસ બને છે
માનસિક સ્વાસ્થ્ય જાળવવા લોકો વિવિધ પગલાં લે છે. કોઈ પણ પ્રકારની માનસિક વિકૃતિ હોય તે લોકોના જીવનમાં નકારાત્મક પ્રકરણ તરીકે ઉમેરાય છે. એવું માનવામાં આવે છે કે, તે બાબત કારકિર્દી અને વ્યક્તિગત સુખાકારીને નુકસાન પહોંચાડશે.
પરંતુ નાર્સિસિઝમ એક એવી માનસિક વિકૃતિ છે, જે ઘણી રીતે ફાયદાકારક પણ હોઈ શકે છે. ખાસ કરીને કારકિર્દીના સંદર્ભમાં. તાજેતરમાં, ઇટાલીના કેટલાક સંશોધકોએ 241 મોટી કંપનીઓના સીઇઓ અને તેમની નીચે કામ કરતા કર્મચારીઓ પર એક અભ્યાસ કર્યો હતો.
‘ધ લીડરશિપ’ જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે નાર્સિસ્ટિક લોકોમાં બોસ બનવા માટેની શક્યતા 30% વધી જાય છે. તે તેની કારકિર્દીમાં ઝડપી પ્રગતિ સાધે છે અને તેમનું કાર્ય પણ પરિણામલક્ષી હોય છે.
સંશોધકોએ કહ્યું- અમારા પરિણામો ચિંતાજનક છે, નાર્સિસિઝમ જોખમકારક છે
ઇટાલિયન સંશોધનના આધારે, નર્સિસિઝમને સોફ્ટ સ્કિલ અને કારકિર્દી બૂસ્ટર તરીકે ધ્યાનમાં લેવાનું ઉતાવળિયું હોઈ શકે છે. કારણ કે આ સંશોધન કરનાર ટીમના વડા રોબર્ટ રાસ્કિન અને હોવર્ડ ટેરી પણ માને છે કે આ સંશોધનનાં પરિણામો ચિંતાજનક છે. તેમણે આ ટ્રેન્ડને ખતરનાક પણ ગણાવ્યો હતો. સંશોધકોના મતે નાર્સિસિઝમના ગેરફાયદા તેના ફાયદાઓ કરતાં ઘણા વધારે છે.
કરિયરમાં મદદરૂપ પણ દરેકના દુશ્મન બનાવે છે
‘અમેરિકન એકેડમી મેડિકલ સેન્ટર’ અનુસાર, નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) એ ‘ક્લસ્ટર-બી’ સ્તરની માનસિક વિકૃતિ છે. વિશ્વમાં દર 50મો વ્યક્તિ આ રોગથી પીડિત છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ચિંતા, ડિપ્રેશન, આત્મહત્યા, અન્યને નુકસાન અથવા ગાંડપણ જેવા ગંભીર પરિણામો જોવા મળી શકે છે.
NPD ના કિસ્સામાં, વ્યક્તિ એકલવાયા બની જાય છે અને વિશ્વમાં દરેક વ્યક્તિ તેના કરતા નીચી દેખાય છે. તેના મનમાં એવી લાગણીઓ વિકસે છે કે તેના લાયક કોઈ નથી.
ઓફિસમાં પરફેક્ટ કામ કરાવવાના અને તેમના સંબંધોમાં દરેક વસ્તુ તેમની ઈચ્છા મુજબ 100% થાય તેવા પ્રયાસોમાં તેમના સંબંધો સતત બગડતા રહે છે. પીડિત પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકતો નથી. આવી સ્થિતિમાં છૂટાછેડા, ખોટા નાણાકીય નિર્ણયો અને ઝઘડાની શક્યતા વધી જાય છે.
ગ્રીક દેવ નાર્સિસસ અને નરગિસ ફૂલની વાર્તા
નાર્સિસિઝમ અને નાર્સિસિસ્ટ જેવા શબ્દોના ઉપયોગમાં આવવા પાછળ એક રસપ્રદ વાર્તા છે. ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર, નાર્સિસસ નદીના દેવ સેફિસસનો પુત્ર હતો. દેવતાનો પુત્ર હોવાથી નાર્સિસસ ખૂબ જ સુંદર હતો. દુનિયાની બધી છોકરીઓ તેમના ઉપર મરતી હતી પરંતુ કોઈ છોકરીઓ તેમના માટે લાયક ન હતી.
એક દિવસ, જ્યારે તળાવના કિનારે બેઠો હતો, ત્યારે નાર્સિસસે પાણીમાં તેનું પ્રતિબિંબ જોયું. તે પોતાની સુંદરતાથી મોહિત થઈ ગયો અને પોતાના પ્રેમમાં પડી ગયો. તેના પડછાયાને ચુંબન કરવાનો પ્રયાસ કરતી વખતે તે તળાવમાં પડી ગયો અને ડૂબી જવાથી મૃત્યુ પામ્યો.
એવું કહેવાય છે કે જ્યાં તેનું મૃત શરીર પડ્યું ત્યાં એક સુંદર ફૂલનો છોડ ઉગ્યો, જેનું નામ નરગિસ એટલે કે ‘ડેફોડિલ્સ’ રાખવામાં આવ્યું.
નાર્સિસિઝમના ડિસઓર્ડરને આ નાર્સિસસ નામ આપવામાં આવ્યું હતું જે તેમના પડછાયા સાથે પ્રેમમાં પડ્યો હતો અને તેનાથી પીડિત લોકો નાર્સિસિસ્ટ કહેવા લાગ્યા હતા.
નાર્સિસિઝમ ગુંડાગીરી નથી,પીડિતોને સાથની જરૂર
અહીં એક વાત સમજવી જરૂરી છે કે ‘નાર્સિસિઝમ’ એ ગુંડાગીરી નથી, જેના માટે ખોટું કરનારને સજા કરવાની અથવા તેની સાથે સમાન વર્તન કરવાની જરૂર પડે.
માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત ડૉ. કેન્ડિસ પોવેલના જણાવ્યા મુજબ, નાર્સિસિસ્ટિક લોકો ખરેખર પીડિત છે. તેઓ અન્ય પ્રત્યે સ્નેહ, દયા અથવા સહાનુભૂતિ દર્શાવી શકતા નથી. પરંતુ સામાન્ય લોકોને તેમના પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ, કારણ કે તેમને તેની સખત જરૂર છે.
જો તમારી આસપાસ કોઈ નાર્સિસિસ્ટ છે, તો પછી એક સીમા નક્કી કરો અને સહાનુભૂતિ સાથે તેની નાર્સિસિસ્ટિક ટેવો બંધ કરો. થોડી અડચણ કરતા રહો. ગંભીર પરિસ્થિતિઓમાં, ડૉક્ટર અથવા સલાહકારની સલાહ લો. જો તમારી પાસે રિલેશનશિપ કે જોબમાં વિકલ્પ હોય તો આવા લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
રિજેક્શન અને પ્રેમ ન મળવાથી નાર્સિસિઝમ વધે
કોઈપણ વ્યક્તિ નાર્સિસિસ્ટ બનવાના ઘણા કારણો હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આ આનુવંશિક કારણોસર થાય છે જ્યારે કેટલાક કિસ્સામાં વ્યક્તિમાં આ લાગણી ધીમે ધીમે જન્મે છે.
DSM-5 રિપોર્ટ અનુસાર, અસ્વીકાર અને બાળપણની ખરાબ યાદો નાર્સિસિઝમના મુખ્ય કારણો છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો પોતાને સાબિત કરવા માટે મર્યાદાઓથી આગળ વધે છે. જેના કારણે ધીરે ધીરે તેમનો સ્વભાવ નાર્સિસિસ્ટ જેવો થઈ જાય છે.