વડોદરા1 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેર જિલ્લામાં રોજ બરોજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. તસ્કરો જાણે બેફામ બન્યા હોય અને પોલીસનો જાણે ડર જ ન હોય તેમ બેખોફ બની ચોરી, લૂંટની ઘટનોને અંજામ આપી રહ્યા છે. ત્યારે દીકરીના ઘરે લગ્ન પ્રંસગમાં હાજરી આપી લક્ઝરી બસમાં વડોદરા ઘરે પરત ફરી રહેલ મહિલા કરજણ નજીક હોટલ પર લક્ઝરી બસ થોભતા બાથરૂમ ગયા હતા. દરમિયાન તકનો લાભ લઈ બસની સીટ પર મુકેલ થેલીમાંથી રૂપિયા 1.65 લાખના દાગીના અને રોકડ રકમ મુકેલ પર્સની ઉઠાંતરી કરી તસ્કર ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઇ કરજણ પોલીસે મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
હોટેલ પર બસે હોલ્ટ લીધો હતો મળતી વિગતો અનુસાર, વડોદરા