ગૌતમ બુદ્ધ નગર1 કલાક પેહલા
- કૉપી લિંક
એલ્વિશ યાદવને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં લઈ જતી પોલીસ.
નોઈડા પોલીસે રવિવારે 17 માર્ચે યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. આ પહેલાં એલ્વિશની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. તાજેતરમાં નોઈડામાં સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગના પર્દાફાશ દરમિયાન એલ્વિશનું નામ સામે આવ્યું હતું. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તે હસતો હસતો ચાલતો હતો પણ તેને ખબર નથી કે તેની મુશ્કેલીઓ વધવાની છે. એલ્વિશને સૂરજપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડામાં કેસ નોંધવામાં આવ્યો હતો. બીજેપી સાંસદ મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલ્સના એનિમલ વેલફેર ઓફિસર ગૌરવ ગુપ્તાએ આ મામલે ફરિયાદ કરી હતી. તેની ફરિયાદના આધારે પોલીસે નોઈડાના સેક્ટર-49 વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અન્ય પાંચ આરોપીઓ પણ ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે એલ્વિશ યાદવ સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. NDPSનો અર્છ થાય છે- નાર્કોટિક ડ્ર્ગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટ. આ એક્ટ હેઠળ ઓછામાં ઓછી દસ વર્ષની સજાની અને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.
નોઈડામાં ધરપકડ કર્યા પછી એલ્વિશને સુરજપુર કોર્ટમાં રજૂ કર્યો હતો
નોઈડા પોલીસે ધરપકડ કરી ત્યારે અલ્વિશ હસતો હતો
આ દરમિયાન, પોલીસને સ્થળ પરથી 20 એમએલ સાપનું ઝેર અને 9 ઝેરી સાપ મળી આવ્યા હતા. જેમાં પાંચ કોબ્રા, એક અજગર, બે બે માથાવાળા સાપ અને એક લાલ સાપનો સમાવેશ થાય છે.
પૂછપરછ દરમિયાન જ એલ્વિશનું નામ સામે આવ્યું હતું. પછી એ પણ બહાર આવ્યું કે તેઓ એલ્વિશ યાદવની પાર્ટીમાં સાપ અને ઝેર સપ્લાય કરતા હતા. આ પછી જ એલ્વિશ યાદવ વિરુદ્ધ પોલીસ સ્ટેશન સેક્ટર-49માં કેસ નોંધવામાં આવ્યો હતો. નોઈડા પોલીસે એલ્વિશની ઘણી વખત પૂછપરછ પણ કરી છે.
એલ્વિશ યાદવના વીડિયોના ફૂટેજ, જેમાં તે સાપ સાથે જોવા મળી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યારનો છે તેની પુષ્ટિ થઈ નથી.
દારૂના નશામાં સાપ કેવી રીતે કરડ્યો?
જુદા જુદા કિસ્સાઓમાં નશામાં આવવા માટે સાપ કરડાવવાની વિવિધ પદ્ધતિઓ છે…
- સાપનું માથું પકડીને તેને તમારા શરીરની એટલી નજીક લાવો કે તેની જીભ તેના સુધી પહોંચી શકે. આ પછી તેના માથા પર થોડું ટેપ કરો. સાપ સામેની જગ્યા પર જોરથી કરડે છે અને તેનું ઝેર છોડે છે.
- શરૂઆતમાં દર્દીને હાથની નાની આંગળી અથવા પગના મોટા અંગૂઠામાં ડંશ આવે છે. એ પછી એ હોઠ, જીભ અને કાનના લોબને પણ કરડવા લાગે છે.
- સાપના નશામાં ધૂત લોકોના મતે 10થી 40 સેકન્ડ સુધી તીક્ષ્ણ ડંશ લાગે છે. એ પછી અપાર આનંદની લાગણી, સ્નાયુઓમાં દુખાવો અને ઊંઘ આવવા લાગે છે.
- કેટલાક લોકો સાપને બોટલમાં બંધ રાખે છે અને તેના મોં પર આંગળી અથવા જીભ રાખીને તેને ડંખ મારતા હોય છે.
આ સિવાય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર સાપના ઝેરથી બનેલો પાઉડર છે. એને પીણાં સાથે મિશ્રિત કરીને પીવામાં આવે છે. આ પાઉડરને સર્પદંશ પાઉડર કહેવામાં આવે છે. આમાં પણ કોબ્રા ઝેરનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
નાર્કોટિક્સ અધિકારીઓનું કહેવું છે કે નશો અમુક કલાકોથી લઈને આખા દિવસ સુધી રહી શકે છે. એ નશો કરવા માટે લેવામાં આવેલા ઝેરની માત્રા પર આધાર રાખે છે.
નશામાં શા માટે સાપના ઝેરનો ઉપયોગ થાય છે?
નશા માટે સાપના ઝેરના ઉપયોગ વિશે બહુ ચર્ચા નથી. જોકે એના કેસ પહેલા પણ આવતા રહ્યા છે. નિષ્ણાતો માને છે કે એનો ઉપયોગ એવા લોકો કરે છે જેઓ મોર્ફિન અને કોકેઈન જેવી નિયમિત દવાઓથી કંટાળી ગયા છે.
જર્નલ ઓફ સાઇકોલોજિકલ મેડિસિન અનુસાર, જો સાપનું ઝેર ઓછી માત્રામાં લેવામાં આવે તો એની સાઇકોએક્ટિવ અસર થાય છે. એનો અર્થ એ કે તે માનવ ચેતાતંત્રને ધીમું કરે છે. કેટલાક અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કોબ્રાના ઝેરમાં મોર્ફિન ડ્રગ જેવો નશો હોય છે.
જ્યારે સાપનું ઝેર શરીરમાં પ્રવેશે છે ત્યારે સક્રિય ચયાપચય, એટલે કે ખોરાકના પાચન પછી બનેલા પદાર્થો લોહીમાં મુક્ત થાય છે. એમાં સેરોટોનિન, બ્રેડિકિનિન, પેપ્ટાઇડ્સ, પ્રોસ્ટાગ્લાન્ડિન્સ અને અન્ય સમાન પદાર્થો છે. આ માનવ શરીરમાં ઊંઘ અને શાંત પ્રતિક્રિયાઓનું કારણ બને છે.