13 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી, અરુણિમા શુક્લા
- કૉપી લિંક
’13 થી 20 વર્ષ સુધી હું જયપુરમાં રહેતો હતો. આ તે જગ્યા હતી જેમણે મને ફિલ્મો અને થિયેટર સાથે પરિચય કરાવ્યો હતો. ફિલ્મી પડદાની દુનિયા કલાકારોને આકર્ષવા લાગી હતી. તેમની દુનિયા એટલી સુંદર લાગતી હતી કે જાણે તેઓ કોઈ બીજા ગ્રહ પરથી આવ્યા હોય. તેમના પગલે ચાલવા માટે મેં મારું ગ્રેજ્યુએશન જયપુરમાં કર્યું અને રવીન્દ્ર ભવન થિયેટરમાં સાથે-સાથે નાટક પણ કર્યું. આ પછી હું NSD ગયો અને ત્યાંથી મારે માયાનગરી મુંબઈ આવવું પડ્યું. જ્યારે હું મુંબઈ પહોંચ્યો ત્યારે અહીંની મુશ્કેલીઓએ મને વિચારવા મજબૂર કરી દીધો કે હું શું કરી રહ્યો છું. જ્યાં પણ કામ પૂછવા જતો ત્યાં માત્રને માત્ર ‘ના ‘ જ સાંભળવા મળતી હતી.’
મુંબઈના અંધેરી વેસ્ટમાં તેમના ઘરે બેસીને અભિનેતા અનુપ સોનીએ અમને તેમની જર્ની વિશે વાત કરી છે. અનૂપ 90ના દાયકામાં હીરો બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યા હતા, પરંતુ અહીં પહોંચતાં જ તેમનું સપનું ચૂર ચૂર થઇ ગયું હતું. જો કે અનૂપે આને પોતાની નબળાઈ બનવા ન દીધી.
અનૂપનો જન્મ 30 જાન્યુઆરી, 1975ના રોજ લુધિયાણામાં થયો હતો. તેમના પિતા સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કામ કરતા હતા
અમે તેમને પહેલો પ્રશ્ન પૂછ્યો – ‘તમારા માટે મુંબઈમાં સંઘર્ષની પરિભાષા શું હતી?’ આ સવાલનો જવાબ આપતા એક્ટરે જણાવ્યું કે – ‘હું હજી પણ કહું છું કે જે પણ મુંબઈ આવીને એક્ટર બનવાનું સપનું જુએ છે, તેમનું શરીર અને વિચારધારા બંને સ્ટીલના બનેલા હોવા જોઈએ. તમે ગમે તેટલા આંચકોનો સામનો કરો પણ ગભરાશો નહીં.’
‘હું 90ના દાયકાના અંતમાં મુંબઈ આવ્યો ત્યારે મારી ઉંમર 25 વર્ષની હતી. તે સમયે ઈન્ડસ્ટ્રીમાં હીરોની એક અલગ વ્યાખ્યા વિકસિત થઈ ગઈ હતી. હીરોના રોલ માટે માત્ર સુંદર ચહેરાવાળાઓને જ પસંદ કરવામાં આવતા હતા. સલમાન ખાન અને સંજય દત્તનું શરીર જોઈને બોડી બિલ્ડિંગનો ક્રેઝ પણ શરૂ થઈ ગયો હતો. આ બધું જોઈને મને લાગ્યું કે હું ફિટ નહીં થઈ શકું.’
‘આમ છતાં મુંબઈ આવતાની સાથે જ મેં નાના-નાના રોલ શોધવાનું શરૂ કર્યું. રોજ આ કામની શોધમાં નિર્માતા-નિર્દેશકોની ઓફિસે જતો હતો. આ સાથે જ વર્ક રિઝ્યુમ અને ફોટોગ્રાફ્સ પણ રાખતો હતો. હું જ્યાં પણ જતો ત્યાં લોકો કહેતા – ‘તમારો ફોન નંબર ફોટોગ્રાફની પાછળ લખી દો, તમને કામ માટે જલદી ફોન આવશે.’
‘તે સમયે મોબાઈલ હજુ આવ્યો જ હતો, પરંતુ મોબાઈલ ખરીદવો મારા માટે સરળ ન હતો. હું જે ભાડાના મકાનમાં રહેતો હતો ત્યાં એક પીસીઓ હતો, હું ઘણી જગ્યાએ એ પીસીઓનો નંબર આપતો હતો. બદલામાં પીસીઓ વ્યક્તિ દરેક કોલ માટે 2 રૂપિયા ચાર્જ કરતો હતો. હું આખો દિવસ એ જ પીસીઓ પર નજર રાખતો એ આશામાં કે હવે ફોન આવશે, હવે કોલ આવશે. પરંતુ અઠવાડિયાના અઠવાડિયા વીતી જતા હતા પણ કોઈનો ફોન આવતો ન હતો.’
અનુપે તેના બર્થડે પર તેની માતા સાથેની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી
તમે તમારી આગામી જર્ની કેવી રીતે નક્કી કરી?
અનૂપે કહ્યું, ‘તે સમયે ઈન્ડસ્ટ્રીમાં નિર્માતા કે નિર્દેશક જ એક્ટર કે એક્ટ્રેસ અને મુખ્ય સાઈડ આર્ટિસ્ટને કાસ્ટ કરતા હતા. બાકીના સાઇડ કલાકારોને કાસ્ટિંગ ડિરેક્ટર દ્વારા કાસ્ટ કરવામાં આવતા હતા. આવી સ્થિતિમાં, મેં અને અન્ય મિત્રોએ પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટરની શોધ શરૂ કરી. અહીં પણ કઈ વાત આગળ વધી ન હતી.’
‘જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારા મનમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા કે હું આ કરવા માટે મુંબઈ નથી આવ્યો. બધી જગ્યાએ માત્રને માત્ર ઝટકા જ લાગતા હતા. મુંબઈ છોડીને ઘરે પાછા જવાનો વિચાર પણ મનમાં આવવા લાગ્યો. હું મારી જાતને કહેતો હતો કે હું આવા જીવનને લાયક નથી. સારું ભોજન પણ મળતું ન હતું.’
મુંબઈમાં રહીને તમે કેવી રીતે આર્થિક સંકટનો સામનો કર્યો?
અનુપે કહ્યું- ‘દિલ્હીથી નિશ્ચિત રકમ લઈને નીકળ્યો હતો. સમય જતાં પૈસા પૂરા થઇ ગયા હતા. દરેક વખતે પરિવારજ પાયે પૈસા માગી પણ શકતો ન હતો. હું બહુ અમીર પરિવારમાંથી ન હતો જેથી મારી ઈચ્છા મુજબ ખર્ચ કરું’.
‘તે સમયે ફોટોશૂટ માટે પણ પૈસા નહોતા. મેં મારા જૂના ફોટોગ્રાફ્સ બ્લેક શીટ પર ચોંટાડીને ફોલ્ડર તૈયાર કર્યું હતું. હું જ્યારે પણ કોઈ ડિરેક્ટરને મળવા જતો ત્યારે તેમને આ ફોલ્ડર બતાવતો હતો. એક દિવસ હું કામની શોધમાં એક ડિરેક્ટરને મળવા જતો હતો. તે ફોલ્ડર પણ જૂની પ્લાસ્ટિકની થેલીમાં રાખવામાં આવ્યું હતું. હું ઘરની બહાર નીકળ્યો કે તરત જ જોરદાર વરસાદ શરૂ થયો. મારી જાતને બચાવવા હું દોડવા લાગ્યો. વરસાદ એટલો હતો કે તેમાં પલળવાને કારણે બેગ નીચેથી ફાટી ગઈ અને ફોલ્ડર નીચેથી નીચે પડી ગયું. તમામ ફોટા ભીના રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા’.
‘હું ઊભો રહી ગયો. આ બધું જોઈને મારી આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા હતાં. આટલી લાચારી મેં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. એ તસવીરો કેવી રીતે લેવી એ સમજાતું નહોતું. આ તે ક્ષણ હતી જ્યારે મેં હવે મુંબઈમાં નહીં રહેવાનો નિર્ણય કર્યો અને વિચારી જ લીધું કે ભવિષ્યમાં મારે જે પણ કરવાનું છે તે મારા પરિવાર સાથે રહીને કરવાનું છે.’
‘ખરાબ ફોટોગ્રાફ્સ ભેગા કર્યા અને રૂમમાં લઈ ગયા. એ દિવસે નસીબ એટલું ખરાબ હતું કે રૂમમાં આ ઘટના કહેવા માટે કોઈ મિત્ર પણ નહોતો. રૂમમાં એકલો બેઠો હતો. ઊંઘ પણ ન આવી. આવી સ્થિતિમાં મેં ત્યાં રાખેલ ઓશોનું એક પ્રેરક પુસ્તક ખોલ્યું અને વચ્ચેથી વાંચવાનું શરૂ કર્યું. પછી મારી નજર તે 3 લાઈન પર પડી, જેનાથી મારુ જીવન બદલાઈ ગયું હતું.’
આ લાઈન હતી – ‘જો તમે અત્યારે જીવી રહ્યા છો તેના કરતાં વધુ સારું ઐશ્વર્ય જોઈતું હોય તો તમારે જૂનું ઐશ્વર્ય છોડવું પડશે.’
‘આ લાઈને મને વિચારવા મજબૂર કરી દીધો કે જો હું મારા પરિવાર સાથે રહીશ તો મને બધું મળી જશે, પરંતુ શું હું એ ઓળખ મેળવી શકીશ કે જેની શોધમાં હું બધું છોડીને અહીં આવ્યો છું. મેં તરત જ મારી જાતને સમજાવી અને પાછા ન જવાનું નક્કી કર્યું.’
અનુપ સોનીએ 2011માં રાજ બબ્બરની દીકરી જુહી બબ્બર સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત થિયેટરમાં સાથે કામ કરતી વખતે થઈ હતી. અનૂપે એનિવર્સરીના અવસર પર આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી
તમે એક્ટિંગ વર્ગો પણ શીખવ્યા છે, આ કેવી રીતે બન્યું?
અનુપ કહે છે- ‘મેં મુંબઈમાં જ રહેવાનું નક્કી કર્યું હતું, પરંતુ મારી પાસે કોઈ કામ નહોતું. જીવવા માટે કંઈક કરવું ખૂબ જ જરૂરી હતું. આ સ્થિતિમાં મેં કિશોર નમિત કપૂરની એક્ટિંગ સ્કૂલમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. હું NSDમાંથી પાસ આઉટ થયો હોવાથી મને અહીં સરળતાથી નોકરી મળી ગઈ. અહીં અઠવાડિયામાં 2-3 દિવસ ભણાવતો હતો, જેના બદલામાં લગભગ 1200 રૂપિયા મળતા હતા.’
‘આ પછી મને નાની-નાની ભૂમિકાઓ પણ મળી. ત્યારે મને Sea Hawks શો વિશે જાણવા મળ્યું. અહીં કામ મેળવવા માટે હું શોના ડિરેક્ટર અનુભવ સિંહાને મળ્યો. આ પછી ઓડિશન પછી મને કામ મળ્યું. આ પછી આ સિલસિલો એ રીતે ચાલતો રહ્યો કે લાંબા સમય સુધી અટક્યો નહીં. 3-4 શોમાં લીડ રોલ નિભાવ્યા હતા. કોમેડી શો પણ કર્યા હતા.’
‘જ્યારે હું આ શોમાં કામ કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું કે,મારી ઈચ્છા ફિલ્મી પડદે જોવાની છે. ત્યારપછી ફિલ્મોમાં કામ મેળવવા માટે તનતોડ પ્રયાસ શરૂ કર્યો. ત્યારબાદ મને ‘ગંગાજલ’, ‘ફિઝા’ જેવી ફિલ્મોમાં કામ મળ્યું. આ પછી મને ‘બાલિકા વધૂ’ અને ‘ક્રાઈમ પેટ્રોલ શો’માં કામ કરવાની તક મળી. આ બંને શો મારા જીવનમાં ગેમ ચેન્જર સાબિત થયા હતા.’
અનૂપે ટીવી શો ‘બાલિકા વધૂ’માં ભૈરો ધરમવીર સિંહની ભૂમિકા ભજવી હતી. તે 2008 થી 2014 સુધી આ શો સાથે જોડાયેલો હતો
‘તમે 10 વર્ષ પછી ક્રાઈમ પેટ્રોલ શો કેમ છોડ્યો?’
અનુપે કહ્યું- ‘એમાં કોઈ શંકા નથી કે આ શોએ મને ઓળખ આપી, પરંતુ તેના કારણે હું ટાઈપ કાસ્ટનો શિકાર બન્યો. ‘ક્રાઈમ શો’ હોસ્ટ કરવાને કારણે મને કોઈએ પોલીસ ઓફિસરના રોલ સિવાય અન્ય કોઈ રોલ ઓફર કર્યો ન હતો.’
‘લોકોને લાગતું હતું કે હું આમાં જ પરફેક્શન આપી શકું છું કે હું આ માટે જ બન્યો છું, પરંતુ એવું નહોતું. હું લોકોને કહેતો હતો કે મને અન્ય રોલ ઑફર કરો, તો જ હું મારા કામથી તેમને સમજાવી શકીશ કે હું બધું જ કરી શકું છું. છતાં કોઈ માનતું નહોતું.’
‘આખરે થાકીને મેં શો છોડવાનો નિર્ણય કર્યો. આ મારા જીવનનો સૌથી મોટો નિર્ણય હતો. બધા કહેતા હતા કે આવું કરીને હું બહુ મૂર્ખાઈભર્યું કામ કરી રહ્યો છું. હું મારી કરિયર ઉપર પૂર્ણવિરામ મૂકી રહ્યો છું, પરંતુ મને મારી જાત પર વિશ્વાસ હતો કે જો હું આ નહીં કરું તો હું ક્યારેય આગળ વધી શકીશ નહીં.’
‘આખરે મારો વિશ્વાસ જીતી ગયો. આ પછી મને ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’, વેબસિરીઝ ‘ખાકી’ અને ‘તાંડવ’ જેવા સારા પ્રોજેક્ટ્સમાં કામ કરવાની તક મળી.’
અનૂપે ટીવી શો ક્રાઈમ પેટ્રોલમાં એન્કર તરીકે કામ કર્યું હતું. તેણે આ શોને પૂરા 10 વર્ષ આપ્યા
પ્રકાશ ઝા સાથે તમારું બોન્ડિંગ કેવું છે?
તે કહે છે કે, ‘પ્રકાશ ઝા સાથે મારું બોન્ડિંગ ઘણું સારું છે. જો કે, એક સમય એવો હતો જ્યારે તેમની ફિલ્મ ‘આરક્ષણ’ને ‘ક્રાઈમ પેટ્રોલ’ના કારણે ના પાડવી પડી હતી. મારી આ ફિલ્મ માટે ભોપાલમાં 11 દિવસનું શેડ્યૂલ હતું, પરંતુ ‘ક્રાઈમ પેટ્રોલ’નું શૂટિંગ હોલ્ડ પર હોવાથી ભોપાલ જઈને શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હતું.
આ પછી ફિલ્મ ‘પરીક્ષા’ માટે સંપર્ક કર્યો. આ વખતે પણ સાથે ડેટ ન મળવાને કારણે ફિલ્મને ના કહેવી પડી હતી. જો કે, આનાથી અમારા અંગત સંબંધો પર ક્યારેય અસર પડી નથી.