13 કલાક પેહલા
- કૉપી લિંક
રિયાલિટી શો ‘બિગ બોસ’ની દરેક સિઝનમાં કોઈ ને કોઈ ઈન્ટરનેશનલ સ્ટાર ટીઆરપી વધારવા માટે આવે છે. ગત અઠવાડિયે ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરી તેની ફની સ્ટાઇલથી દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. હવે શોના મેકર્સ કે-પૉપ સ્ટાર સિંગર અરોરાને લાવીને ઘરમાં હાજર સ્પર્ધકોને ચોંકાવવા જઈ રહ્યા છે. શોમાં પ્રવેશતા પહેલાં અરોરાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી જ્યાં તેમણે જણાવ્યું હતું કે, તે નવા મિત્રો બનાવવાના ઈરાદાથી જ ઘરમાં પ્રવેશ કરી રહી છે.
અરોરા કહે છે, ‘હું બિગ બોસની અંદર નવા મિત્રો બનાવવા જઈ રહી છું. જ્યારે મને શો માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મને તે ખૂબ જ રસપ્રદ લાગ્યું. શો દ્વારા હું નવા દર્શકો સાથે જોડાઈશ. ઉપરાંત, મેં ભારતમાં મારા કોન્સર્ટ દરમિયાન ઘણા નવા મિત્રો બનાવ્યા હતા હું ભારતને ખૂબ પ્રેમ કરું છું. મને આ શો વિશે કંઈ ખબર નથી. દરેક દિવસ મારા માટે પડકારજનક રહેશે.
તેમણે આગળ કહ્યું, ‘હું ઘરની અંદરના કોઈપણ સ્પર્ધકો વિશે જાણતી નથી અને તેથી જ હું તેમને મળવા માટે ઉત્સાહિત છું. પણ સાચું કહું તો એન્ટ્રી લેતા પહેલાં મેં એક નાનકડી ક્લિપ જોઈ હતી જેમાં આ સ્પર્ધકો એકબીજા સાથે લડી રહ્યા હતા. હું નર્વસ હતી. પરંતુ હવે હું સામાન્ય બની ગઈ છું અને મને વિશ્વાસ છે કે હું નવા મિત્રો બનાવીશ.
હું આ શોમાં કોઈ વ્યૂહરચના સાથે નહીં પરંતુ માત્ર મનોરંજન માટે પ્રવેશ કરી રહી છું. હું વર્તમાન સ્પર્ધકોને કોરિયન ભાષા શીખવીશ. જ્યારે હું તેમની પાસેથી હિન્દી શીખવાનો પણ પ્રયાસ કરીશ. એટલું જ નહીં, હું તેમને કોરિયન મેકઅપ કેવી રીતે કરવો તે પણ શીખવીશ. આ ખૂબ જ રસપ્રદ રહેશે.
આઓરા કોણ છે ?
આઓરા જેનું સાચું નામ પાર્ક મીન-જૂન છે, તે છોકરાઓના જૂથ ‘ડબલ-એ’ની પણ સભ્ય હતી. આઓરાએ 4 સપ્ટેમ્બર 2009ના રોજ ‘લવ બેક’ ગીતથી ડેબ્યૂ કર્યું હતું. આઓરાએ 28 માર્ચ 2014ના રોજ ડિજિટલ સિંગલ ‘બોડી પાર્ટ’ સાથે સોલો ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેમણે 69 (2013), મોર્નિંગ, લંચ એન્ડ ડિનર એન્ડ કોફી (2016) અને બ્લેક શુગર (2022) જેવા ગીતો પણ ગાયાં છે.
ભારતમાં આઓરાની લોકપ્રિયતા
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમના ગીત ‘સ્વેગ સે સ્વાગત’ને લાખો વ્યુઝ મળ્યા હતા. તે જ મહિનામાં ઉત્તર પ્રદેશના પ્રવાસન વિભાગે જાહેરાત કરી કે તે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠના ભાગરૂપે સમગ્ર ભારતમાં કોન્સર્ટની સિરીઝ રજૂ કરશે.
તેમના સોશિયલ મીડિયા પેજ પર આઓરાએ હિન્દી ગીતો ગાતા ઘણા વીડિયો શેર કર્યા છે. તેમણે ભારતમાં પ્રવાસ દરમિયાન અનેક તસવીરો પણ પોસ્ટ કરી હતી.
ગાયક હની સિંહ સાથે કામ કર્યું
હાલમાં જ તેણે સિંગર હની સિંહ સાથે કામ કર્યું છે. આ બંનેના ગાવાનો વીડિયો શેર કરતા આઓરાએ લખ્યું, “સંગીતની કોઈ સીમા હોતી નથી. મારા મનપસંદ યો યો હની સિંહ સાથે ગાવાનું ખૂબ જ આનંદ અને સન્માનની વાત હતી. તમને આ Kpop પંજાબી મિક્સ કેવું ગમ્યું?”