નવી દિલ્હી45 મિનિટ પેહલા
- કૉપી લિંક
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મને વિશ્વાસ છે કે PoK પોતાની મેળે ભારતમાં ભળી જશે. (ફાઇલ ફોટો)
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના ભારતમાં વિલીનીકરણ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમારે હુમલો કરીને તેને કબજે કરવાની કોઈ જરૂર રહેશે નહીં, કારણ કે ત્યાં એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે પીઓકેના લોકો ખુદ ભારતમાં વિલીનીકરણની માગ કરી રહ્યા છે.
રક્ષા મંત્રીએ મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ભારતે આજ સુધી દુનિયાના કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે કોઈની એક ઈંચ જમીન પર કબજો કર્યો નથી. આ આપણું ચરિત્ર છે. હું એમ પણ કહું છું કે PoK આપણું હતું અને આપણું છે. હું માનું છું કે PoK પોતાની મેળે ભારતમાં આવશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે દેશની સુરક્ષાને લઈને સવાલ-જવાબ…
સવાલઃ શું PoK અંગે કોઈ યોજના બનાવવામાં આવી છે?
જવાબ: હું આ વિશે કંઈ કહીશ નહીં, મારે આવું કહેવું પણ ન જોઈએ.
સવાલઃ શું ભારતને અત્યારે ચીન તરફથી કોઈ ખતરો છે?
જવાબ: જો કોઈ જોખમ હશે તો અમે તેનો સામનો કરીશું. ભારત હવે નબળું ભારત નથી રહ્યું. ભારત વિશ્વમાં એક શક્તિશાળી દેશ બની ગયો છે.
સવાલઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભારતનો 2,000 ચોરસ કિલોમીટર વિસ્તાર હાલમાં ચીનના કબજામાં છે. તમે આના પર શું કહેશો?
જવાબ: તે ખૂબ જ પીડાદાયક છે કે તેઓ આપણા જવાનોની બહાદુરી અને પરાક્રમ પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કરી રહ્યા છે. તેઓએ આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ. 1962માં ચીને ભારતની કેટલી જમીન પર કબજો કર્યો હતો? હું તેમને તે બધું યાદ કરાવવા માંગતો નથી, પરંતુ ખાતરી રાખો કે અમે ભારતની એક ઇંચ જમીન પણ જવા દઈશું નહીં. એવી ઘણી બાબતો છે જેને હું અહીં જાહેર કરી શકતો નથી કારણ કે ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે. સારી રીતે વાતચીત ચાલી રહી છે.
સવાલઃ શું ચીન ભારત પર હુમલો કરી શકે છે?
જવાબ: ભગવાન તેમને સદબુદ્ધિ આપે જેથી તેઓ આવી વસ્તુઓ ન કરે. ભારતનું ચરિત્ર એવું રહ્યું છે કે ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે એક ઈંચ જમીન પર પણ કબજો કર્યો નથી. ભારત કોઈને ચીડવતું પણ નથી, પરંતુ જો કોઈ ભારતની ઈજ્જતને ઠેસ પહોંચાડે છે તો ભારત પણ જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. આપણે બધા આપણા પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ.