4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મંગળવારે એક નિવેદન બહાર પાડ્યું હતું.
અરુણાચલ પ્રદેશ પોતાનું હોવાના ચીનના દાવા પર મંગળવારે વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “ચીન સતત અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવા જેવા વાહિયાત પગલાં લઈ રહ્યું છે. અમે તેને નકારીએ છીએ. નામ બદલવાથી અરુણાચલની વાસ્તવિકતા બદલાશે નહીં. તે હંમેશા ભારતનું અભિન્ન અંગ હતું અને હંમેશા રહેશે.
આ પહેલા સોમવારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, “જો હું આજે કોઇ ઘરનું નામ બદલી નાખું તો શું તે મારું થઈ જશે? અરુણાચલ પ્રદેશ હંમેશાથી ભારતીય રાજ્ય છે અને રહેશે. નામ બદલવાથી કોઈ ફરક પડતો નથી.
ગુજરાતના સુરત શહેરમાં કોર્પોરેટ સમિટ 2024 દરમિયાન લદ્દાખમાં ચીનના અતિક્રમણના દાવા પર વિદેશ મંત્રીને પણ સવાલ કરવામાં આવ્યા હતા. આના જવાબમાં તેમણે કહ્યું, “અમારી સેના વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર તૈનાત છે. તેઓ જાણે છે કે ક્યારે શું કરવું.”
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે સુરતમાં આયોજિત કોર્પોરેટ સમિટ 2024માં ચીન સાથેના સરહદ વિવાદ સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
ચીને અરુણાચલમાં 11 સ્થળોના નામ બદલી નાખ્યા હતા
હકીકતમાં, સોમવારે ચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલીને તેને પોતાનો ભાગ ગણાવ્યો હતો. જેમાં 11 રહેણાંક વિસ્તારો, 12 પર્વતો, 4 નદીઓ, એક તળાવ અને એક પર્વતોમાંથી નીકળતા રસ્તાનો સમાવેશ થાય છે.
હોંગકોંગના મીડિયા હાઉસ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ચીને આ સ્થળોના નામ વિશે માહિતી આપી નથી. નામો ચાઈનીઝ, તિબેટીયન અને રોમન ભાષામાં જારી કરવામાં આવ્યા હતા. છેલ્લા 7 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે ચીને અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલ્યા છે.
અગાઉ ગયા વર્ષે એપ્રિલમાં પણ ચીને અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નવા નામ સાથેનો નકશો બહાર પાડ્યો હતો. આ પહેલા ચીને 2021માં 15 અને 2017માં 6 સ્થળોના નામ બદલ્યા હતા.
ગયા વર્ષે ચીને આ 11 સ્થળોના નામ બદલ્યા…
નામ બદલવા પાછળ ચીનનો શું દાવો છે…
ચીન અરુણાચલને પણ જંગનાન કહે છે. તે તેને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. ચીનનો આરોપ છે કે ભારતે તેના વિસ્તાર પર કબજો કરી તેને અરુણાચલ પ્રદેશ બનાવી દીધો છે. ચીન અરુણાચલના વિસ્તારોના નામ કેમ બદલે છે તેનો અંદાજ ત્યાંના એક સંશોધકના નિવેદન પરથી લગાવી શકાય છે.
2015માં, ચાઈનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સના સંશોધક ઝાંગ યોંગપાને ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું હતું કે, ‘જે સ્થળોના નામ બદલવામાં આવ્યા છે તે ઘણા વર્ષોથી છે. ચીન દ્વારા આ સ્થળોના નામ બદલવાનું બિલકુલ વ્યાજબી છે. પ્રાચીન સમયમાં, જંગનાન (ચીનમાં અરુણાચલને અપાયેલું નામ)ના વિસ્તારોના નામ કેન્દ્ર કે સ્થાનિક સરકારો દ્વારા રાખવામાં આવતા હતા.
આ ઉપરાંત તિબેટીયન, લાહોબા, મોમ્બા જેવા વિસ્તારના વંશીય સમુદાયો પણ પોતપોતાના હિસાબે સ્થાનોના નામ બદલતા રહ્યા. જ્યારે ભારતે જંગનાઈમ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો ત્યારે ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે જગ્યાઓના નામ પણ બદલી નાખ્યા. ઝાંગે એમ પણ કહ્યું હતું કે અરુણાચલના વિસ્તારોના નામ બદલવાનો અધિકાર ફક્ત ચીનને જ હોવો જોઈએ.
ચીન અરુણાચલ પ્રદેશને આટલું મહત્વનું કેમ માને છે?
અરુણાચલ પ્રદેશ ઉત્તર-પૂર્વનું સૌથી મોટું રાજ્ય છે. તે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં તિબેટ, પશ્ચિમમાં ભૂટાન અને પૂર્વમાં મ્યાનમાર સાથે તેની સરહદો છે. અરુણાચલ પ્રદેશને ઉત્તર-પૂર્વનું સુરક્ષા કવચ કહેવામાં આવે છે.
ચીન સમગ્ર અરુણાચલ પર દાવો કરે છે, પરંતુ તેનું ધ્યાન તવાંગ જિલ્લા પર છે. તવાંગ અરુણાચલના ઉત્તર-પશ્ચિમમાં છે, જ્યાં તેની સરહદ ભૂટાન અને તિબેટ સાથે છે.