54 મિનિટ પેહલા
- કૉપી લિંક
UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતનો પક્ષ રજૂ કર્યો છે.
ભારતે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં દ્વિ-રાજ્ય ઉકેલની પેલેસ્ટાઈનની માગને સમર્થન આપ્યું છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે “ભારત ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના દ્વિ-રાજ્ય ઉકેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં પેલેસ્ટાઇનના લોકો પોતાના દેશમાં સુરક્ષિત રીતે જીવી શકે.”
કંબોજે ઈઝરાયલ પર 7 ઓક્ટોબરના હમાસના હુમલાની પણ નિંદા કરી હતી અને બંધકોને વહેલી તકે મુક્ત કરવાની માગ કરી હતી. હમાસના હુમલા પર બોલતા કંબોજે કહ્યું, ‘આતંકવાદને ક્યારેય ન્યાયી ઠેરવી શકાય નહીં. ભારતે હંમેશા આતંકવાદનો વિરોધ કર્યો છે અને કરતું રહેશે.
તેમણે કહ્યું, ‘અમે તમામ બંધકોને મુક્ત કરવાની માગ કરીએ છીએ. કંબોજે ઇઝરાયલ અને હમાસ બંનેને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માનવતાવાદી કાયદાઓનું પાલન કરવા જણાવ્યું હતું.
અગાઉ હમાસના નેતાઓએ પણ કહ્યું હતું કે જો પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવામાં આવે. તો હમાસ પણ હથિયારો નીચે મૂકવા તૈયાર છે.
ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચેના દ્વિ-રાજ્ય ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
પેલેસ્ટાઈનના કાયમી સભ્યપદ પર પુનર્વિચારની માગ
ભારતે યુએનમાં પેલેસ્ટાઈનના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. ભારત વતી રૂચિકા કંબોજે કહ્યું કે, “વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતને આશા છે કે યુએનના કાયમી સભ્યપદ માટેની અરજી પર યોગ્ય સમયે પુનઃવિચાર કરવામાં આવશે અને યુએનના સભ્ય બનવા માટે પેલેસ્ટાઈનના પ્રયાસોને સમર્થન આપવામાં આવશે.”
અમેરિકાના વીટોના કારણે પેલેસ્ટાઈન સંયુક્ત રાષ્ટ્રનું કાયમી સભ્ય બની શક્યું નથી.
18 એપ્રિલે યુએન સુરક્ષા પરિષદમાં પેલેસ્ટાઈનની કાયમી સભ્યપદ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને 12 બિન-સદસ્ય દેશોનું સમર્થન પણ મળ્યું હતું. પરંતુ અમેરિકાના વીટોના કારણે આ પ્રસ્તાવ યુએન દ્વારા પસાર થઈ શક્યો ન હતો. જો પ્રસ્તાવ યુએનએસસીમાં પસાર થાય છે, તો તેને વોટિંગ માટે યુએનમાં મોકલવામાં આવે છે.
ભારત પેલેસ્ટાઈનને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખશે
ભારતે ગાઝામાં માનવતાવાદી સહાયતા વધારવા પર પણ ભાર મૂકવાની વાત કરી છે. કંબોજે કહ્યું છે કે પરિસ્થિતિ વણસે નહીં તે માટે ગાઝામાં લોકોને મદદ કરવી જરૂરી છે. ભારત પેલેસ્ટાઈનને મદદ કરવાનું ચાલુ રાખશે. અને અન્ય દેશોને પણ માનવતાવાદી સહાય વધારવા વિનંતી કરે છે. ભારતે કહ્યું છે કે અમે આ મુદ્દાના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ.
દ્વિ-રાજ્ય ઉકેલ શું છે?
આ ઉકેલનો મુદ્દો સૌ પ્રથમ 1991માં મેડ્રિડ પીસ કોન્ફરન્સમાં ઉઠાવવામાં આવ્યો હતો. પેલેસ્ટાઈન ઘણા વર્ષોથી આની માગ કરી રહ્યું છે. પેલેસ્ટાઈનનું કહેવું છે કે 1967 પહેલાની જ સ્થિતિ થક્કી થઈ જાય, જેથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન સ્વતંત્ર દેશો તરીકે કામ કરી શકે. હકીકતમાં, 1967માં, ઘણા દેશોએ એક સાથે ઇઝરાયલ પર હુમલો કર્યો. પરંતુ ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરીને પેલેસ્ટાઈનનો મોટો વિસ્તાર કબજે કરી લીધો હતો.
હવે ઈઝરાયેલને ડર છે કે આમ કરવાથી તે તેના કબજા હેઠળનો વિસ્તાર ગુમાવશે. આ કારણે ઈઝરાયેલ દ્વિ-રાજ્ય ઉકેલનો વિરોધ કરી રહ્યું છે. ઈઝરાયેલને એવો પણ ડર છે કે જો પેલેસ્ટાઈન સ્વતંત્ર દેશ બને તો ઈઝરાયલ પર હુમલા વધી શકે છે.
ભારતે હંમેશા પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ બનાવવાની માગનું સમર્થન કર્યું છે. એટલું જ નહીં, ભારત પહેલો દેશ છે જેણે પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે.