29 મિનિટ પેહલા
- કૉપી લિંક
એકેડેમી મ્યુઝિયમ ઑફ મોશન પિક્ચર્સ ભારતીય સિનેમા અને તેના મ્યુઝિક સેલિબ્રેટકરવાની તૈયારી કરી રહ્યું છે.
મ્યુઝિયમે ગુરુવારે એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે 18 મેના રોજ સાંજે 6.30 વાગ્યાથી લોસ એન્જલસ, કેલિફોર્નિયા સ્થિત આ મ્યુઝિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
જેમાં ‘RRR’, ‘સ્લમડોગ મિલિયોનેર’ અને ‘લગાન’ જેવી ઓસ્કર વિજેતા અને નોમિનેટેડ બોલિવૂડ ફિલ્મોના મ્યુઝિકનું સેલિબ્રેશન કરવામાં આવશે.
તબલા અને ડાન્સ પર્ફોર્મન્સ પણ હશે
આ પ્રસંગે સાધુબાસ દ્વારા ત્રણેય ફિલ્મોના સંગીતને રિમિક્સ કરીને લાઈવ તબલા પરફોર્મન્સ આપવામાં આવશે. બીજી તરફ, આ ફિલ્મોને લગતા મ્યુઝિક પર જ બોલિપોપ ગ્રુપ દ્વારા ડાન્સ પર્ફોર્મન્સ આપવામાં આવશે.
એકેડેમી મ્યુઝિયમ, લોસ એન્જલસ, કેલિફોર્નિયા
ત્રણેય ફિલ્મોના ઓસ્કર રેકોર્ડ છે
અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ફિલ્મો કાં તો ઓસ્કર એવોર્ડ જીતી ચૂકી છે અથવા તો તેના માટે નોમિનેટ થઈ છે. જ્યાં ‘RRR’ ના ગીત નાટુ-નાટુને ઓસ્કર 2023માં બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો હતો.
2009માં ‘સ્લમડોગ મિલિયોનેર’ એ બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ઓરિજિનલ સ્કોર સહિત અનેક કેટેગરીમાં ઓસ્કર જીત્યા હતા.
આ સિવાય 2001માં આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘લગાન’ ઓસ્કર એવોર્ડ્સની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી.