1 કલાક પેહલાલેખક: મૃત્યુંજય
- કૉપી લિંક
મેનેજરો અને બોસ પ્રકારના લોકો વારંવાર તેમના અનુભવોની વાર્તાઓ કહેતા રહેતા હોય છે અને કહે છે – ‘મેં મારા વાળ તડકામાં સફેદ નથી કર્યા.’ વાત સાચી પણ છે. બોસે બોસ બનવા માટે આખું જીવન ખર્ચી નાખ્યું છે, દિવસ-રાત મહેનત કરી છે. ત્યારે માંડ તેમના વાળ સફેદ થઈ જાય ત્યાં સુધીમાં તેઓ આ સ્ટેજ પર પહોંચ્યા છે.
શું ખરેખર અહીં સુધી પહોંચવા માટે વાળ સફેદ થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર છે? જો કોઈ વ્યક્તિ તેના કરિયરના પ્રારંભિક અથવા મધ્યમ તબક્કામાં તેના બોસ આજે જ્યાં ઊભા છે એ ઊંચાઈ સુધી પહોંચવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. આ એટલું અકલ્પનીય અને અશક્ય નથી. આપણી આસપાસ દરેક પ્રકારનાં ઉદાહરણો છે. સફેદ વાળ હોવા છતાં કારકુનથી લઈને યુવા સીઇઓ સુધી, પણ સવાલ એ છે કે આ સપનું સાકાર કેવી રીતે થશે? તેથી આજે રિલેશનશિપ કોલમમાં આપણે વર્કપ્લેસ રિલેશનશિપ વિશે વાત કરીશું. આપણે જાણીશું કે કેવી રીતે યંગ પ્રોફેશનલ્સ તેમના કરિયરના શરૂઆતના તબક્કામાં પોતાને શક્ય એટલા સફળ બનાવી શકે છે.
કરિયર ગ્રોથને ઉંમર સાથે કોઈ સંબંધ નથી
વિશ્વાસ કરો, કરિયર ગ્રોથને ઉંમર સાથે સીધો સંબંધ નથી. આજે કોલેજ પૂરી કરીને કોર્પોરેટ ઓફિસે પહોંચતા યુવાનો વહેલી તકે સફળતાના શિખરે પહોંચવા માગે છે. તેઓ તેમના કરિયરમાં ઝડપી ગ્રોથ ઈચ્છે છે.
કારકિર્દી સલાહકાર અને પુસ્તક ‘ધ અનસ્પોકન રૂલ’ના લેખક ગોરિક એન.જી. નવા વ્યાવસાયિકોના આ સ્વપ્નને સકારાત્મક ગણાવે છે. જોકે આ માટે સંપૂર્ણ તૈયારી, જવાબદારી અને મહેનત સાથે કામ કરવામાં આવે એ જરૂરી છે, નહિતર આ સપનાં ફક્ત કલ્પનાના તરંગો બનીને રહી જશે.
3 Cનો નિયમ શું છે?
દરેક વ્યક્તિ સફળ થવા માગે છે, પરંતુ તે પોતાની જાતને પ્રશ્ન પૂછતી નથી કે કયા માર્ગે થઈને સફળતાની મંજિલ સુધી પહોંચવું. જો તમારે પટના જવું હોય તો શું તમે ઘરે બેસીને પટના વિશે વિચારીને જ ત્યાં પહોંચી શકશો? એના માટે તમારે ઘર છોડવું પડશે, ટ્રેન કે બસ પકડવી પડશે, ઝટકા સહન કરવા પડશે, તડકો-વરસાદ-ગરમી સહન કરવાં પડશે તો જ તમે તમારા મુકામ પર પહોંચી શકશો.
જાણો કયાં ત્રણ કારણથી આ શક્ય બન્યું. આ શક્ય બન્યું ગોરિક એન. જી.ના 3 C નિયમને કારણે. હવે આ 3 C નિયમ શું છે? નીચેનો ગ્રાફિક જુઓ, પછી ચાલો એના વિશે વિગતવાર વાત કરીએ.
ગોરિક યુવા વ્યાવસાયિકોને કરિયરમાં ઝડપથી ગ્રોથ માટે 3 Cનો નિયમ અપનાવવાની સલાહ આપે છે. જોકે ગોરિક તેમને કરિયરના વિકાસ માટે જરૂરી ગણાવે છે, પરંતુ માનો કે આ 3C નિયમ જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવામાં આગળ વધવામાં અને સફળ થવામાં આ 3C નિયમ ભૂમિકા ભજવે છે. તમારું ઘર છોડીને પટના પહોંચવામાં પણ.
યોગ્યતા, પ્રતિબદ્ધતા અને સુસંગતતા એ જીવનની દરેક સફળતાનો પાયો છે અને જે વ્યક્તિ સફળ થવા માગે છે તે વ્યક્તિની જવાબદારી છે કે તે આ ત્રણને પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત કરવી પડે છે.
તમારા કરિયરની શરૂઆતમાં તમારી જાતને અને તમારી ટીમને પ્રશ્નો પૂછો
ગોરિક એન. જી. કરિયરના પ્રારંભિક તબક્કામાં યોગ્ય વૃદ્ધિ માટે કેટલાક પ્રશ્નો પૂછવાની સલાહ આપે છે. આમાંના કેટલાક પ્રશ્નો તમારી જાતને અને તમારા સાથી ખેલાડીઓ, મેનેજરને પૂછવાના છે. ગોરિકના મતે, આ પ્રશ્નોના જવાબો જ કરિયરના માર્ગને સાચી દિશા આપી શકે છે. આના જવાબો શોધીને યુવા વ્યાવસાયિકો તેમની કારકિર્દીના વિકાસ માટે શું મહત્ત્વનું છે અને શું નથી એ જાણવા માટે સક્ષમ બને છે. આવી સ્થિતિમાં તેઓ પોતાનો સમય અને શક્તિ યોગ્ય જગ્યાએ લગાવવામાં સક્ષમ બને છે.
નોકરી અને કરિયરમાં તમારી પ્રાથમિકતા શું છે
બધા નોકરિયાત લોકો કામ કરે છે, પરંતુ તેમાંથી કેટલાકને ઝડપથી પ્રમોશન મળે છે અને કેટલાકને લાંબો સમય રાહ જોવો પડે છે. શું તમે જાણો છો કે બંને વચ્ચે શું તફાવત છે? ગોરિકના મતે તેમની વચ્ચે પ્રાથમિકતાઓ નક્કી કરવામાં તફાવત છે. સફળ યુવા વ્યાવસાયિકો પોતાને પ્રશ્નો પૂછે છે અને નક્કી કરે છે કે તેઓ ઓફિસ, નોકરી અને કરિયરમાંથી શું ઇચ્છે છે અને તેઓ આ લક્ષ્ય હાંસલ કરવા માટે યોગ્ય દિશામાં સખત મહેનત કરે છે. જ્યારે કેટલાક લોકો માત્ર કામ કરતા રહે છે. તેમની પાસે કોઈ દિશા નથી અને કોઈ લક્ષ્ય નથી. આવી સ્થિતિમાં ઘણી મહેનત કરવામાં આવે છે, પરંતુ તે મહેનતની સંપૂર્ણ અસર કરિયરના વિકાસ પર દેખાતી નથી.
તકની રાહ ન જુઓ, આગળ વધો અને જવાબદારી લો
નોકરીના પ્રારંભિક તબક્કામાં વ્યાવસાયિકો વિચારે છે કે જો સારી તક આવશે, તો તેઓ પોતાને સાબિત કરશે. તેઓ સામાન્ય અભિગમ સાથે કામ કરે છે અને તકની રાહ જુએ છે. તેઓ વિચારે છે કે અચાનક તેમને બ્રેક-થ્રુ મળશે. ગોરિક આ અભિગમને યોગ્ય માનતા નથી. ઝડપી કરિયર ગ્રોથ માટે તકોની રાહ જોવાને બદલે તે આગળ વધવાની, તકો શોધવા અને જવાબદારી લેવાની સલાહ આપે છે.
પોતાને નેતૃત્ત્વની ભૂમિકા માટે તૈયાર કરો
લીડરશિપના હોદ્દા પર પહોંચવું એ પણ કરિયર ગ્રોથનો મુખ્ય માપદંડ છે. ટીમ તમારા અનુભવ અને વ્યવસ્થાપન કૌશલ્યનો લાભ લેવાનું શરૂ કરે એવી પરિસ્થિતિ, પરંતુ આ નેતૃત્ત્વ કૌશલ્ય વ્યક્તિમાં પ્રમોશન થતાંની સાથે જ અચાનક દેખાતું નથી. આ માટે અગાઉથી તૈયારી સારી રીતે કરવી પડે છે.
નેતૃત્વ તાલીમ સંસ્થા ‘સેન્ટર ફોર ક્રિએટિવ લીડરશિપ’ અનુસાર, આ 10 મુદ્દા પર કામ કરવું તમારામાં નેતૃત્વની ગુણવત્તા વિકસાવવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- સેલ્ફ-અવેરનેસ (ટીમ પાસેથી શું જોઈએ છે એની જાગૃતિ)
- રિસ્પેક્ટ (અન્ય માટે આદર)
- કરુણા (અન્ય પ્રત્યે લાગણીઓ)
- લોકશાહી બનવું (દરેકના અભિપ્રાયને મહત્ત્વ આપવું)
- વિઝન (કંઈક નવીનતમ કરી બતાવવાનો જુસ્સો)
- સારી વાતચીત (શબ્દો દ્વારા પ્રભાવિત કરવાની ક્ષમતા)
- ગ્રેટ લર્નર (સતત શીખવાની ઇચ્છા)
- નીડરતા (જોખમ લેવાની ક્ષમતા)
- કૃતજ્ઞતા દર્શાવવી (સફળતામાં દરેકને સામેલ કરીને)
- ટીમ ભાવ(દરેકને સાથે લઈ ચાલવાની કળા)