13 કલાક પેહલા
- કૉપી લિંક
77મો કાન ફિલ્મ ફેસ્ટિવલ મંગળવારથી શરૂ થયો છે. ઓપનિંગ સેરેમનીમાં 74 વર્ષની અમેરિકન એક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપને ગેસ્ટ ઓફ ઓનર પામ ડી’ઓર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમને આ એવોર્ડ આપતી વખતે ફ્રેન્ચ એક્ટ્રેસ જુલિયેટ બનોચ ભાવુક થઈ ગઈ હતી. આ પ્રસંગે જ્યુરી પ્રમુખ ગ્રેટા ગેર્વિગનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં ફ્રેન્ચ સિંગર જાહો ડી સાગાજાને પણ મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપ્યું હતું.
સ્ટેજ પર ફ્રેન્ચ એક્ટ્રેસ જુલિયેટ બનોચે (ડાબે) અમેરિકન એક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપને ગેસ્ટ ઓફ ઓનર પામ ડી’ઓર એવોર્ડથી સન્માનિત કર્યા
આ પ્રસંગે ઓડિટોરિયમમાં હાજર 2 હજાર મહેમાનોએ મેરિલ સ્ટ્રીપને અઢી મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું
આ પ્રસંગે મેરીલે ભાવુક ભાષણ પણ આપ્યું હતું. ભાષણ આપ્યા બાદ તે પોતે પણ ભાવુક થઈ ગઈ હતી
હું નસીબદાર છું કે તમે લોકો મારા ચહેરાથી કંટાળ્યા નહીં: સ્ટ્રીપ જ્યારે મેરિલ સ્ટ્રીપ સ્ટેજ પર આવી ત્યારે થિયેટરમાં હાજર લગભગ 2 હજાર મહેમાનો તેના સન્માનમાં ઉભા થયા. બધાએ તેમને અઢી મિનિટ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. આ પ્રસંગે સ્ટ્રીપે કહ્યું, ‘તમે મારા સન્માનમાં અહીં વગાડેલી ક્લિપ જોઈને એવું લાગ્યું કે જાણે હું બુલેટ ટ્રેનની બારીમાંથી ડોકિયું કરી રહી છું. થોડી જ ક્ષણોમાં હું મારી જાતને યુવાની અને આધેડ વયમાંથી પસાર થતી જોઉં છું, જ્યાં હું આજે ઉભી છું. સ્ટ્રીપે આગળ કહ્યું- ‘હું નસીબદાર છું કે તમે લોકો ન તો મારા ચહેરાથી કંટાળી ગયા અને ન તો ટ્રેનમાંથી નીચે ઉતર્યા.’
એવોર્ડ સમારંભ દરમિયાન મેરિલનું ભાષણ સાંભળીને એક્ટ્રેસ જુલિયટ પણ ભાવુક થઈ ગઈ હતી
જુલિયટે કહ્યું, તમે લોકોનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે
સ્ટ્રીપનું ભાષણ સાંભળ્યા બાદ સન્માન કરતી એક્ટ્રેસ જુલિયટ બનોચે કહ્યું કે તમે લોકોનો મહિલાઓને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. આ સાંભળીને સ્ટ્રીપ ભાવુક થઈ ગઈ. આ પછી, સ્ટ્રીપ અને બનોચે સાથે મળીને કાનને ઓફિશિયલ ઓપન કરવાની જાહેરાત કરી હતી.
આ એવોર્ડની શરૂઆત 2002માં કરવામાં આવી હતી
ઓનરરી પામ ડી’ઓર એવોર્ડની શરૂઆત 2002માં કરવામાં આવી હતી. ત્યારથી તે જેન ફોન્ડા, ક્લિન્ટ ઇસ્ટવૂડ, જુડી ફોસ્ટર, ટોમ ક્રૂઝ અને માઇકલ ડગ્લાસ સહિતના ઘણા દિગ્ગજ કલાકારોને સન્માન આપવામાં આવ્યું છે. આ વર્ષે મેરિલ સ્ટ્રીપને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ માટે મેરીલે 35 વર્ષ પછી કાનમાં હાજરી આપી છે. તેણે 1989માં કાનમાં ફિલ્મ ‘એવિલ એન્જલ્સ’ માટે શબેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો.
ઓપનિંગ સેરેમનીમાં ફ્રેન્ચ સિંગર જાહો ડી સગાજને મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપ્યું હતું
મેસી ધ ડોગે રેડ કાર્પેટ પર વોક કર્યું
અગાઉ, ઇવેન્ટની શરૂઆત રેડ કાર્પેટ સેરેમની સાથે થઈ હતી જેમાં હેલેના ક્રિસ્ટેનસન, હેઈડી ક્લુમ, જેન ફોન્ડા અને વિક્ટોરિયા હર્વે જેવા ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. આ પ્રસંગે, મેસ્સી ધ ડોગ જે ગત વર્ષે કાનમાં પામ ડોગ એવોર્ડ વિજેતા હતો, તેમણે પણ રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.
રેડ કાર્પેટ પર
આ વર્ષે 5 ઓસ્કર એવોર્ડ જીતનાર ફિલ્મ ‘એનાટોમી ઓફ અ ફોલ’માં મેસ્સીનો રોલ મહત્ત્વનો હતો
રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સ માટે મોડલ હેઈદી ક્લુમ પોઝ આપે છે
હોફિટ ગોલન પણ તેના આઉટફિટ્સના કારણે ચર્ચાનો વિષય બની હતી
ભારતીય એક્ટ્રેસ અને સિંગર દીપ્તિ સાધવાની પણ રેડ કાર્પેટ પર ફ્લોરલ ટ્રેલ ગાઉનમાં જોવા મળી હતી
અમેરિકન અભિનેત્રી જેન ફોન્ડા આ લુકમાં જોવા મળી હતી
બેલ્જિયમ મોડલ રોઝ બર્ટ્રામ રેડ આઉટફિટમાં જોવા મળી હતી
રેડ કાર્પેટ પર વોક કરતો મેસી ધ ડોગ
કાન ફિલ્મ ફેસ્ટિવલના જ્યૂરી મેમ્બર્સે પણ રેડ કાર્પેટ પર વોક કર્યું હતું
દીપ્તિએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, તેણે કાન ફેસ્ટિવલમાં અત્યાર સુધીનો સૌથી લાંબો ટ્રેલ ગાઉન પહેર્યું છે
રેડ કાર્પેટ પર કેટલાક આર્ટિસ્ટે પોતાના પોશાક દ્વારા ક્રિયેટિવટી પ્રદર્શિત કરી હતી
જ્યૂરી પ્રેસિડેન્ટ ગ્રેટા ગરવિગ, ઇન્ડોનેશિયન એક્ટ્રેસ સિંટા લોર અને ચીની એક્ટ્રેસ ગોન્ગ લી પણ રેડ કાર્પેટ પર જોવા મળી હતી