સ્પોર્ટ્સ ડેસ્કઅમુક પળો પેહલા
- કૉપી લિંક
પોલેન્ડની ઇગા સ્વાઇટેકે ફ્રેન્ચ ઓપન 2024નો મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. ઇગાએ ફાઈનલ મેચમાં ઇટાલીની જાસ્મિન પાઓલિનીને હરાવી છે.
શનિવારે રોલેન્ડ ગેરોસના ફિલિપ ચેટ્રિઅર કોર્ટ પર રમાયેલી ફાઈનલ મેચમાં વિશ્વની નંબર-1 ઇગા સ્વાઇટેકે જાસ્મિન પાઓલિનીને સીધા સેટમાં 6-2, 6-1થી હરાવી હતી.
12મી ક્રમાંકિત જાસ્મીન પાઓલિની પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચી હતી.
ઇગાએ ટ્રોફી જીત્યા પછી બોલ કિડ્સ સાથે ઉજવણી કરી હતી.
ઇગાએ તેનું ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું
- ઇગા સ્વાઇટેકનું આ ચોથું ફ્રેન્ચ ઓપન અને એકંદરે પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે.
- પોલેન્ડની ઇગાએ વર્ષ 2020, 2022 અને 2023માં ફ્રેન્ચ ઓપન પણ જીતી હતી. જ્યારે વર્ષ 2022માં ઇગાએ યુએસએ ઓપન પણ જીતી હતી.
- ગયા વર્ષે, ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં, ઇગાએ ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવાને 6-2, 5-7, 6-4થી હાર આપી હતી.
તસવીરમાં, ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ ઇગા તેના પિતાને ગળે લગાવે છે.
સેમિફાઈનલમાં જાસ્મીન પાઓલિનીએ રશિયાની 16 વર્ષની મીરા એન્ડ્રીવાને સીધા સેટમાં 6-3,6-1થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ચેમ્પિયન ઇગાએ યુએસએની સ્ટાર ટેનિસ ખેલાડી કોકો ગફને 6-2, 6-4થી હરાવી હતી. જે બાદ બંને ફાઈનલમાં ટકરાયા હતા.
23 વર્ષીય ઇગાએ 2019માં તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ મેચ રમી હતી. આ પછી, 2020માં જ, તેણે તેનું પ્રથમ ફ્રેન્ચ ઓપન જીત્યું હતું.
ઇગા 2021ની સિઝનમાં એક પણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શકી નથી. પરંતુ 2022માં તેણે જોરદાર વાપસી કરી.
મેન્સ સિંગલ્સની ફાઈનલ રવિવારે યોજાશે
ફ્રેન્ચ ઓપન 2024ની મેન્સ સિંગલ્સની ફાઈનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝ અને જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ વચ્ચે રમાશે.
અલ્કારાઝે સેમિફાઈનલ મેચમાં ઇટાલીના યાનિક સિનરને 2-6, 6-3, 3-6,6-4, 6-3થી હરાવ્યો હતો. જ્યારે એલેક્ઝાન્ડર ઝવેરેવે નોર્વેના કેસ્પર રુડને 2-6, 6-2, 6-4,6-2થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.