37 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં એક્ટરે પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના રોલમાં છે. આ ફિલ્મ માટે એથલીટ જેવું શરીર મેળવવું એ એક્ટર માટે કોઈ મોટી ઉપલબ્ધિથી ઓછું નથી. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતી વખતે એક્ટરે જણાવ્યું કે કેવી રીતે તેમણે આ ફિલ્મના સમગ્ર શૂટિંગ દરમિયાન તેમના રમતવીર જેવું શરીર જાળવી રાખવા માટે તેના ડાયટ પ્લાન કરવો પડ્યો હતો.
કાર્તિક આર્યનને ‘ચંદુ ચેમ્પિયન’ના શૂટિંગ દરમિયાન ખૂબ જ અઘરું રૂટિન ફોલો કરવું પડ્યું હતું. આ સમયગાળા દરમિયાન અનેક વસ્તુનો ભોગ આપવો પડ્યો હતો. કાર્તિકે કહ્યું- તેમણે રોટલી, ભાત અને બટાટા ખાવાનું છોડી દીધું હતું. શાકભાજીમાં તેલ બિલકુલ ન હતું. તેઓ લંચમાં માત્ર બાફેલુંશાકભાજી અને ડિનરમાં માત્ર સૂપ જ હતો. દોઢ વર્ષ સુધી આ નિત્યક્રમ ચાલુ રહ્યો. શૂટિંગ દરમિયાન શરીર સંપૂર્ણ રોબોટિક મોડમાં હતું.
કાર્તિક આર્યન શાકાહારી છે. તેની પાસે પ્રોટીન લેવા માટે થોડા વિકલ્પો હતા. આ સ્થિતિમાં તેમના ન્યુટ્રિશન એક્સપર્ટે તેમના માટે ક્રિએટિવ રેસિપી અને નવી વસ્તુઓ સાથે ડાયટ પ્લાન બનાવ્યો હતો. કાટિકે કહ્યું- તેના આહારમાં ટોફુ, પનીર, બ્રોકોલી, પાલક, સલાડ, કઠોળ, દાળનો સમાવેશ કર્યો હતો. દોઢ વર્ષ સુધી આ બધી વસ્તુઓ જ ખાધી હતી. ડાયટને લઈને મારા માટે કોઈ રવિવાર નહોતો, હું દરરોજ ડાયટ અને વર્કઆઉટમાં વ્યસ્ત રહેતો હતો.
કાર્તિક આર્યન, દિગ્દર્શક કબીર ખાન અને ફિલ્મના ક્રૂએ શૂટિંગ પૂર્ણ થવાના અવસર પર ઉજવણી કરી હતી. કાર્તિકને રસમલાઈ ખવડાવતા કબીર ખાને કહ્યું – શું તમે આખી વસ્તુ ખાઈ શકશો? કાર્તિકે કહ્યું- ફિલ્મના આખા શૂટિંગ દરમિયાન મીઠાઈ અને ચોકલેટની વાત અલગ હતી. ખાંડનો એક દાણો પણ ખાધો નથી.