3 કલાક પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્રા
- કૉપી લિંક
શાહરુખ ખાનની ફિલ્મ ‘બાદશાહ’ 27 ઓગસ્ટ 1999ના રોજ રીલિઝ થઈ હતી. આજે તેની 25મી વર્ષગાંઠ છે. આ અવસર પર ફિલ્મ ‘ભૂતનાથ’માં કિંગ ખાનનું નિર્દેશન કરનાર વિવેક શર્માએ આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી. તેણે જણાવ્યું કે નિર્માતા રતન જૈને શાહરુખ ખાનને તેનો પહેલો ફ્લેટ 7.50 લાખ રૂપિયામાં ખરીદવામાં મદદ કરી હતી. તેના બદલામાં શાહરુખ ખાને તેની આગામી ફિલ્મમાં કામ કરવાનું વચન આપ્યું હતું. પોતાનું વચન નિભાવતા શાહરુખે નિર્માતા રતન જૈનની ફિલ્મ ‘બાદશાહ’માં કામ કર્યું.
વિવેક શર્માએ દૈનિક ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું – મન્નત પહેલા શાહરુખ ખાન બેન્ડ સ્ટેન્ડમાં જ અમૃત સોસાયટીમાં રહેતો હતો. આ ફ્લેટ ખરીદવા માટે શાહરુખ ખાન પાસે થોડાક પૈસાઓછા પડતાં હતા. તેણે નિર્માતા મુકેશ દુગ્ગલ અને અન્ય એક-બે લોકો પાસેથી પૈસા માંગ્યા પરંતુ બધાએ ના પાડી. નિર્માતા રતન જૈન તરફથી સામેથી મદદ મળી. તે સમયે શાહરુખ ખાને રતન જૈનને વચન આપ્યું હતું કે તે બદલામાં તેમની એક ફિલ્મ કરશે. આ પહેલા શાહરુખે નિર્માતા રતન જૈનની ફિલ્મ ‘બાઝીગર’માં કામ કર્યું હતું.
દિગ્દર્શક- વિવેક શર્મા
વિવેક શર્માએ કહ્યું- મેં જ શાહરુખ ખાનને અમૃત સોસાયટી વિશે જણાવ્યું હતું. શાહરુખ તે સમયે મહેશ ભટ્ટની ફિલ્મ ‘ચાહત’માં કામ કરી રહ્યો હતો. તે દિવસોમાં નિર્માતા કે.કે. તલવાર પોતાનો ફ્લેટ વેચવા માગતા હતા. તેમનો પુત્ર ઋષિ તલવાર અમારી સાથે મહેશ ભટ્ટને આસિસ્ટ કરતો હતો. તેણે કહ્યું કે પપ્પા તેની બહેનના લગ્ન માટે ફ્લેટ વેચવા માંગે છે. પછી મેં શાહરુખને અમૃત સોસાયટી વિશે જણાવ્યું. તે સમયે તે ફ્લેટની કિંમત 55 લાખ રૂપિયા હતી. તે ફ્લેટ ખરીદવા માટે શાહરુખ ખાનના બજેટમાં 7.50 લાખ રૂપિયા ઘટતા હતા. તે સમયે નિર્માતા રતન જૈને મદદ કરી હતી અને શાહરુખ ખાને તે ફ્લેટ 1996માં ખરીદ્યો હતો.
નિર્માતા-રતન જૈન
ફિલ્મ ‘બાદશાહ’ની વાત કરીએ તો આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્ના શાહરુખ ખાન સાથે જોવા મળી હતી. આ સિવાય અમરીશ પુરી, જોની લીવર, પ્રેમ ચોપરા, રાખી, શરત સક્સેના અને સચિન ખેડેકર જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન અબ્બાસ-મસ્તાને કર્યું હતું. ‘બાઝીગર’ પછી શાહરુખ સાથે દિગ્દર્શકની આ બીજી ફિલ્મ હતી. બંને ફિલ્મોનું નિર્માણ રતન જૈને કર્યું હતું.