- Gujarati News
- Sports
- After The Olympics, The Indian Hockey Team Will Play The Asian Champions Trophy
સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલા
- કૉપી લિંક
હોકી ઈન્ડિયાએ બુધવારે ચીનમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે 18 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. હરમનપ્રીત સિંહ ટુર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશિપ કરશે. પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર 10 ખેલાડીઓને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે 5 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
આ ટુર્નામેન્ટ 8 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઇનર મંગોલિયાના હુલુનબુર ખાતે રમાશે. ભારત તેની પ્રથમ મેચ 8 સપ્ટેમ્બરે યજમાન ચીન સામે રમશે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ગત વર્ષે ટીમે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં મલેશિયાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આથી ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવા ઉતરશે.
ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.
શ્રીજેશની જગ્યાએ ગોલકીપિંગની જવાબદારી પાઠક-કરકેરા પર
ભારતીય હોકી ટીમના અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક બાદ નિવૃત્ત થઈ ગયો. તેથી ટીમમાં ગોલકીપરની ભૂમિકા માટે શ્રીજેશની જગ્યાએ કૃષ્ણ બહાદુર પાઠક અને સૂરજ કરકેરાની પસંદગી કરવામાં આવી છે.
ગોલકીપર પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક બાદ નિવૃત્ત થયો હતો.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 માટે ભારતીય મેન્સ હોકી ટીમ
ગોલકીપર્સઃ કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા.
ડિફેન્ડર્સઃ જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જુગરાજ સિંહ, સંજય, સુમિત.
મિડફિલ્ડર્સઃ રાજ કુમાર પાલ, નીલકંઠ શર્મા, વિવેક સાગર પ્રસાદ (વાઈસ કેપ્ટન), મનપ્રીત સિંહ, મોહમ્મદ રાહીલ મૌસિન.
ફોરવર્ડઃ અભિષેક, સુખજીત સિંહ, અરિજિત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ, ગુરજોત સિંહ.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય હોકી ટીમે તાજેતરમાં પૂરા થયેલા પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો આ સતત બીજો બ્રોન્ઝ મેડલ હતો. ટોકિયો ઓલિમ્પિકમાં પણ ટીમે જર્મનીને હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો.
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.