15 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. તે એ યાદીનો ભાગ બની ગયો છે જેમાં લગભગ 150 કરોડ ભારતીયોમાંથી માત્ર 1539 લોકોને જ સ્થાન મળ્યું છે. વાસ્તવમાં, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024ની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં શાહરૂખ ખાને સ્થાન બનાવ્યું છે.
યાદીમાં શાહરુખની સંપત્તિ 7300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. શાહરૂખ ખાને કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં તેની મોટી ભાગીદારીને કારણે આ યાદીમાં સ્થાન બનાવ્યું છે. આ ઉપરાંત શાહરુખની રિલીઝ થયેલી ત્રણ ફિલ્મો ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ પણ સુપરહિટ થઈ હતી, આ ફિલ્મોએ પણ તેની નેટવર્થમાં વધારો કર્યો હતો
દેશની માત્ર 0.0001% વસ્તી આ યાદીનો ભાગ છે
દેશની વસ્તી 150 કરોડની આસપાસ ગણીએ તો આ યાદીમાં માત્ર 1539 લોકોને સ્થાન મળ્યું છે. જો આપણે તેની ટકાવારીમાં ગણતરી કરીએ, તો તે વસ્તીના આશરે 0.0001 ટકા છે.
અમીરોની યાદીમાં શાહરુખ ખાન સિવાય અન્ય સેલિબ્રિટીઓ સામેલ
આ લિસ્ટમાં શાહરુખ ખાન સિવાય અન્ય સેલેબ્સ પણ સામેલ છે. આ યાદીમાં અમિતાભ બચ્ચને 1600 કરોડની નેટવર્થ સાથે અભિનેતાઓમાં ચાથા નંબરે પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય શાહરુખ ખાનના ઘણા બિઝનેસમાં પાર્ટનર અને તેની જૂની મિત્ર જૂહી ચાવલા પણ તેમાં બીજા નંબરે સ્થાન મેળવ્યું છે. જુહી ચાવલા 4600 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા નંબરની સૌથી અમીર સેલિબ્રિટી છે.
આ યાદીમાં પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહર 1,400 કરોડની સંપત્તિ સાથે પાંચમાં ક્રમનો સેલિબ્રિટી બન્યો છે જ્યારે અભિનેતા હૃતિક રોશન કુલ સંપત્તિ 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અને રીચ સેલિબ્રિટીની યાદીમાં ત્રીજા ક્રમે છે
આ રિચ લિસ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં એવા લોકોનો સમાવેશ થાય છે જે ભારતના સૌથી ધનિક લોકો હોય. આ યાદી ઘણા વિવિધ તબક્કામાં તૈયાર કરવામાં આવી છે. તેને તૈયાર કરવા માટે દેશના અમીરો સાથે સંબંધિત નાણાકીય ડેટા એકત્રિત કરવામાં આવે છે. આ ડેટામાં શેરબજાર સંબંધિત માહિતી ઉપરાંત કંપનીઓના નાણાકીય અહેવાલો પણ સામેલ છે.
આ સિવાય જાહેર સ્ત્રોતોમાંથી મળેલા ડેટાને સામેલ કરવામાં આવે છે અને લોકોને વ્યક્તિગત રીતે મળીને લોકોની સંપત્તિ સંબંધિત માહિતી પણ એકત્ર કરવામાં આવે છે. આ માહિતીનું મૂલ્યાંકન કર્યા પછી અંતિમ યાદી તૈયાર કરવામાં આવે છે.