33 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્ટારકિડસના મનપસંદ અને પ્રખ્યાત સોશિયલ મીડિયા પર્સનાલિટી ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણીએ ‘આસ્ક મી એનિથિંગ’ સેશનમાં તેમના નજીકના મિત્રો જાહન્વીકપૂર, ન્યાસા દેવગન અને સુહાના ખાન વિશે ઘણા ખુલાસા કર્યા છે. અજય દેવગનની પુત્રી ન્યાસા અંગે તેમણે કહ્યું કે તેમના વિશે ઘણા લોકોના મત ખોટા છે. ઓરીએ જણાવ્યું કે ‘ન્યાસા ખૂબ જ અંતર્મુખી સ્વભાવની છે. તેમણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ રાખ્યું છે જેથી તેમણે લોકોની કમેન્ટ પર જવાબ અથવા સ્પષ્ટતા ન કરવી પડે. તેમણે વધુમાં લખ્યું કે લોકો તેમના વિશે ખોટા અભિપ્રાય ધરાવે છે. તે ખૂબ જ ખાનગી અને લોકો જે વિચારે છે તેનાથી ખૂબ જ અલગ વ્યક્તિ છે.’
જાહન્વી કપૂરને થેરાપિસ્ટ ગણાવી
જાહન્વી વિશે લખતી વખતે ઓરીએ કહ્યું કે તે તેમના માટે થેરાપિસ્ટ છે. તેમણે મને મારા ખરાબ તબક્કામાંથી બહાર કાઢ્યો છે ઓરીએ કહ્યું કે ‘3 વર્ષ પહેલાં હું મારા જીવનના સૌથી નીચા સ્તરે હતો. તે સમયે જાહન્વીએ મને ફોન કરીને અઠવાડિયા સુધી બેબી-સીટિંગ ર્ક્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે જાહન્વી કપૂર ઓરીની બેસ્ટ ફ્રેન્ડ છે.
ઓરીએ સુહાના ખાનને સ્માર્ટ ગણાવી હતી
જ્યારે લોકોએ ઓરીને પૂછ્યું કે શું સુહાના ખાન ‘ધ આર્ચીઝ’ વિશેની નકારાત્મક ટિપ્પણીઓ વિશે જાણે છે? તેના પર ઓરીએ કહ્યું કે અહીં કોઈ મૂર્ખ નથી. દરેક વ્યક્તિ સત્યથી વાકેફ છે. તે લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે અને વાસ્તવિકતા સાથે પણ જોડાયેલા હોય છે.
ઓરીએ શ્રુતિ હાસનને અસંસ્કારી ગણાવી હતી
ઓરીએ ઈન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન કર્યું હતું. આ દરમિયાન એક પ્રશંસકે તેને પૂછ્યું કે, શું એવી કોઈ સેલિબ્રિટી છે કે જેણે તમારી સાથે ફોટો ક્લિક કરાવવાની ના પાડી હોય અને જબરદસ્ત વલણ દાખવ્યું હોય. જો તમે નામ ન લઈ શકો તો એક સંકેત આપો.
આના જવાબમાં ઓરીએ શ્રુતિ હાસનનું નામ લીધું. તેણે કહ્યું, મેં ક્યારેય તેમની સાથે ફોટો ક્લિક કરાવવાનું કહ્યું નથી, અમે એક ઈવેન્ટમાં મળ્યા હતા, જ્યાં તેમને મારી સાથે ખૂબ જ અસભ્ય વર્તન કર્યું હતું. હું તેમને ઓળખતો પણ નથી. મને બહુ ખરાબ લાગ્યું. મને લાગે છે કે કોઈ ગેરસમજ થઈ હશે કારણ કે હું તેમના પતિને સારી રીતે ઓળખું છું અને તેને પસંદ કરું છું. અમારી ગેરસમજ તરત જ દૂર થઈ ગઈ, પણ પછી મને ખબર પડી કે તેમણે મને પટાવાળા કે સ્પોટબોય તરીકે ઓળખાવ્યો હતો.
આ દિવસોમાં શ્રુતિ હાસન પ્રભાસ સાથે ફિલ્મ ‘સાલાર પાર્ટ-1: સીઝફાયર’માં જોવા મળી રહી છે. આ સિવાય અભિનેત્રી ‘ધ આઈ’ અને ‘ડાકોઈટ’માં જોવા મળશે. બંને ફિલ્મો 2024માં રિલીઝ થશે.