6 મિનિટ પેહલા
- કૉપી લિંક
KGF સ્ટાર યશ નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’માં રાવણના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ડિસેમ્બર 2024થી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. યશે આ ફિલ્મ માટે ઘણા બધા લુક ટેસ્ટ પણ કરાવ્યા છે. આગામી ફિલ્મ ‘ટોક્સિક’ના શૂટિંગનો અમુક ભાગ પૂરો કર્યા બાદ યશ હવે ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. યશ 2025ના પહેલા ત્રણ મહિના સુધી ફિલ્મના શૂટિંગમાં ભાગ લેશે.
રણબીર કપૂર, સની દેઓલની જેમ તેણે પણ તેની બલ્ક ડેટ્સ નીતિશ તિવારીને આપી છે જેથી શૂટિંગમાં કોઈ અડચણ ન આવે.નિતેશ તિવારી 2025ના મધ્યમાં રણબીર કપૂર અને સની દેઓલ સાથે યશના સીન ફિલ્મ કરશે. સની દેઓલ માર્ચ 2025 સુધીમાં તેના પાત્ર હનુમાનનું શૂટિંગ શરૂ કરશે.
‘રામાયણ’ યશની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ હશે. તેની KGF ફ્રેન્ચાઇઝીએ હિન્દી બેલ્ટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું.
ફિલ્મ સાથે જોડાયેલા ઘણા કલાકારોના નામ ફિલ્મમાં ‘દંગલ’ ફેમ અભિનેત્રી સાક્ષી તન્વરને રાવણની પત્ની મંદોદરીના રોલ માટે કાસ્ટ કરવામાં આવી છે. આમાં તે યશની સામે જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર રામ અને અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. માર્ચ 2024 થી શૂટિંગ શરૂ કર્યા પછી રણબીરે તેના લગભગ 90% રોલ શૂટ કર્યા છે. તેણે નિતેશ તિવારીને તેની બલ્ક ડેટ્સ આપી હતી, ત્યારબાદ તેણે બેક ટુ બેક ‘રામાયણ’નું શૂટિંગ પૂરું કર્યું હતું હવે તે ઓક્ટોબરથી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ શરૂ કરશે.