53 મિનિટ પેહલા
- કૉપી લિંક
નસરાલ્લાહના મોત બાદ બેરૂતમાં રસ્તાઓ પર ટેન્ક તહેનાત કરવામાં આવી છે.
લેબનનની રાજધાની બેરૂતમાં 27 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાનો ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો. ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહે શનિવારે સાંજે આ વાતની પુષ્ટિ કરી હતી. નસરાલ્લાહના મૃત્યુ બાદ શનિવાર બપોરથી બેરૂતમાં બુર્જ અલ ગઝલ પુલ પાસે ટેન્ક તહેનાત કરવામાં આવી છે.
ખરેખરમાં લેબનનની સરકારને ડર છે કે હિઝબુલ્લાના વડાની હત્યા બાદ શિયા અને ખ્રિસ્તી સમુદાયો વચ્ચે લડાઈ શરુ થઈ શકે છે. નસરાલ્લાહના મોત બાદ લેબનન અને ઈરાનમાં શોકનો માહોલ છે.
ઈરાનના સુપ્રીમ કમાન્ડર આયાતુલ્લા અલી ખામેનીએ વિશ્વભરના મુસ્લિમોને હિઝબુલ્લાહના સમર્થનમાં એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે મધ્ય પૂર્વનું ભવિષ્ય તેના પર નિર્ભર કરે છે કે આપણે કેટલી તાકાતથી ઇઝરાયલને રોકી શકીએ છીએ.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, નસરાલ્લાહના મોત બાદ હવે તેનો પિતરાઈ ભાઈ હાશેમ સફીદ્દીન હિઝબુલ્લાહનો આગામી ચીફ બની શકે છે. 27 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર 80 ટન બોમ્બગોળા વરસાવી હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે નજીકની 6 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.
ઈઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો. જેમાં નસરાલ્લાહ અને તેની પુત્રીનું મોત થયું હતું.
ઇઝરાયલ મહિનાઓથી નસરાલ્લાહનું લોકેશન જાણતું હતું ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલના નેતાઓને નસરાલ્લાહના લોકેશન વિશે ઘણા મહિનાઓથી જાણ હતી. તેઓએ એક સપ્તાહ અગાઉથી તેના પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. ખરેખરમાં, ઇઝરાયલના અધિકારીઓને ડર હતો કે નસરાલ્લાહ થોડા દિવસોમાં બીજા સ્થાને શિફ્ટ થઈ જશે.
આવી સ્થિતિમાં તેના પર હુમલો કરવા માટે તેમની પાસે બહુ ઓછો સમય હતો. આ પછી, શુક્રવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએનમાં ભાષણ આપ્યા પછી, તેમના હોટલના રૂમમાંથી હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર હુમલો કરવાની મંજૂરી આપી હતી.
નસરાલ્લાહના મૃત્યુ પર રડતી લેબનનની મહિલાઓ નસરાલ્લાહના મોતના સમાચાર ફેલાતાં બેરૂતમાં શોકનું વાતાવરણ છે. “” ઇઝરાયલના હુમલાઓ દ્વારા બેઘર થયા બાદ મસ્જિદના પગથિયાં પર રહેતી એક મહિલાઓ રડતા-રડતા બૂમો પાડી રહી હતી, તેઓ ચાલ્યા ગયા, સૈયદ જતા રહ્યા છે.
બીજી 53 વર્ષની મહિલાએ બૂમ પાડીને કહ્યું કે અમે તેમના માર્ગ પર આગળ વધીશું. તેમનું ઊલે મોત થયું, પરંતુ તેઓ ચોક્કસપણે જીતશે. ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ દેશમાં 3 દિવસના શોકની જાહેરાત કરી છે.
ઈરાન લેબનનમાં સેના મોકલવાની તૈયારી કરી રહ્યું છે ઈરાનના વિદેશ મંત્રાલયના અધિકારી આયાતુલ્લા મોહમ્મદ અખ્તરીએ કહ્યું છે કે ઈરાન આગામી દિવસોમાં લેબનન અને સીરિયામાં સૈનિકોને તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે રજીસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અખ્તરીએ જણાવ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓ ટૂંક સમયમાં ગોલાન હાઇટ્સમાં સૈનિકો તહેનાત કરવાની મંજુરી આપશે. અમે 1981ની જેમ ઇઝરાયલ સામે લડવા માટે લેબનન પણ સૈનિકો મોકલી શકીએ છીએ.
બેરૂત પર હુમલા દરમિયાન, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેંટ અને IDF ચીફ ઓફ સ્ટાફ કમાન્ડ સેન્ટરથી ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા.
ઇઝરાયલે નસરાલ્લાહને મારવા માટે ‘ન્યૂ ઓર્ડર’ ઓપરેશન ચલાવ્યુ હતું ઇઝરાયલની સેનાએ કહ્યું કે નસરાલ્લાહને મારવા માટે જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેને ‘ન્યૂ ઓર્ડર’ નામ આપવામાં આવ્યું હતું. બેરૂત પર હુમલા દરમિયાન, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેંટ અને IDF ચીફ ઓફ સ્ટાફ કમાન્ડ સેન્ટરથી ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
બેરૂતમાં રસ્તાઓ પર હજારો લેબનીઝ રહે છે બીબીસી અનુસાર, ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 11 દિવસના સંઘર્ષ વચ્ચે હજારો લેબનીઝ બેઘર બની ગયા છે. યુએન એજન્સીએ લેબનનમાં લોકોને આશ્રય આપવા માટે 500 આશ્રયસ્થાનો બનાવ્યા છે. બોમ્બ ધડાકા વચ્ચે દક્ષિણ લેબનનમાં બેઘર થયેલા હજારો લોકો રસ્તાઓ પર, કારમાં અને પાર્કમાં સૂઈ રહ્યા છે.
બેરૂતમાં રસ્તા પર લેબનીઝ લોકો રહે છે.
સેંકડો લેબનીઝ પરિવારોએ બેરૂતમાં શહીદ સ્ક્વેરમાં આશ્રય લીધો છે.
નસરાલ્લાહ 32 વર્ષની ઉંમરે હિઝબુલ્લાહનો ચીફ બન્યો હતો નસરાલ્લાહ 1992થી ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહનો ચીફ હતો. જ્યારે તેમને આ જવાબદારી મળી ત્યારે તેઓ માત્ર 32 વર્ષનો હતો. નસરાલ્લાહ સંસ્થાના સ્થાપક સભ્યોમાંના એક હતો. ઇઝરાયલે 2 મહિનામાં હિઝબુલ્લાહના સમગ્ર નેતૃત્વને ખતમ કરી દીધું છે.
30 જુલાઈના રોજ, ઇઝરાયલે લેબનન પર હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના બીજા સૌથી વરિષ્ઠ નેતા ફુઆદ શુકરને મારી નાખ્યો. તેના બીજા જ દિવસે 31 જુલાઈએ ઈરાન પર હુમલો કરવામાં આવ્યો અને હમાસ ચીફ ઈસ્માઈલ હનીયા પણ માર્યો ગયો હતો.
હવે હિઝબુલ્લાના નેતૃત્વમાં કોઈ સીનિયર નેતા રહ્યો નથી. તેમજ, ગાઝામાં હાજર હમાસના નેતૃત્વમાં માત્ર યાહ્યા સિનવાર જીવિત છે.