.
ચોમાસા દરમિયાન વ્યારા નગરના મુખ્ય માર્ગ અને અંતરિયાળ માર્ગો ઉપર ખાડાઓ પડી જતા હાલ ચોમાસુ પૂર્ણ થતા ખાડાઓ અને ધૂળની ડમરીઓના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વધી ગઈ હતી. જેને લઇને વ્યારા નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા વિવિધ રસ્તાઓ પર 60 લાખના ખર્ચે રસ્તાનું રીપેરીંગ કામ શરૂ કરી દેવાતા હાલ નગરજનોને અને વાહન ચાલકોને રાહત થઈ રહી છે.
ગત ચોમાસા દરમિયાન વ્યારા નગરના મિશનના કાંઠે લઈને જનક નાકા સુધીના મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે ખાડા પડી ગયા હતા. ચોમાસા દરમિયાન તેનો રીપેરીંગ થઈ શક્યું ન હતું જેને લઈ ને નગરજનોએ ખાડાના સામ્રાજ્યનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડ પાસે તેમજ શાકભાજી માર્કેટના અવર-જવરના રસ્તા ઉપર અને વ્યારા નગરના વિવિધ આંતરિયા રસ્તાઓ ઉપર ખાડાઓના સામ્રાજ્યને લઈને વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ હતી. ચોમાસુ પૂર્ણ થવાની સાથે નગરપાલિકા દ્વારા ખાડાઓને લઈને રીપેરીંગ કામ શરૂ કરાવી દીધું હતું હાલ મિશન નાકા થી જનક નાકાના મુખ્ય માર્ગો ઉપર તેમજ અંતરયાળ માર્ગો ઉપર 60 લાખના ખર્ચે રીપેરીંગ કામ ચાલુ કરાવી દેતા નગરને ઉપરખા પર રસ્તાથી છુટકારો મળશે તેને લઈને વ્યારા નગરજનો અને રાહદારીઓમાં ધૂળની ડમરીઓ પણ ઓછી થઈ જવાને લઈને રાહત થઈ રહી છે.