વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગતરોજ દબાણ દરમિયાન થયેલા ઘર્ષણ અંગે નવાપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે ફરિયાદી મોન્ટુ ભાસ્કરરાવ દેશલેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી અખતર મિયા શેખ ઉર્ફે અક્કુ યાકુબ મિયા શેખ તથા બી
.
10 શખસોની અટકાયત
- અખતરમિયા ઉર્ફે અકુ યાકુબમીયા શેખ (ઉ.વ. 46, રહે. નવાપુરા મહેબુબપુરા, કોર્પોરેશનના દવાખાનાની સામે, વડોદરા શહેર)
- ઇકબાલ ઉર્ફે ઇલ્લુ મહમદ હનીફ ઉર્ફે બન્નુભાઈ શેખ (ઉ.વ. 32, રહે. ભાથુજીના મંદીરની સામે, રબારીવાસનો નાકા પાસે, નવાપુરા, મહેબુબપુરા, વડોદરા શહેર)
- સમીરખાન ઉર્ફે ઠંડૂ સીરખાન લોચ (ઉ.વ. 24, રહે. નવાપુરા મહેબુબપુરા, રંગરેજ બિલ્ડીગ ઉપર નવી મસ્જીદ સામે, વડોદરા શહેર)
- ઇમરામન ઉર્ફે તિજોરીવાલા ઇસ્માઇલભાઈ શેખ (ઉ.વ. 38, રહે. નવાપુરા મહેબુબપુરા, ઈમામવાડા મહેબુબપુરા ચોકી સામે, વડોદરા શહેર)
- ફૈઝલ ઉર્ફે અગેલી ઝાફરમીયા બાબરચી (ઉ.વ. 20, રહે. નવાપુરા ખાટકીવાડ, ફીરોજપાન હાઉસની ગલીમાં, નાકાવાળા પહેલા મકાનમાં, વડોદરા શહેર)
- અયાશ ઉર્ફે શબ્બીર પીરમહમદ પઠાણ (ઉ.વ. 38, રહે. નવાપુરા મહેબુબપુરા, કોર્પોરેશનના દવાખાનાની બાજુમાં, મચ્છી માર્કેટ પાસે, વડોદરા શહેર)
- વસીમખાન ઉર્ફે મામામોર હશનખાન પઠાણ (ઉ.વ. 34, રહે. નવાપુરા મહેબુબપુરા, ડૉક્ટર શેખના દવાખાની સામે, વડોદરા શહેર)
- શાહરૂખખાન ઉર્ફે ગની હુશનખાન ઉર્ફે બાબાડૂમ પઠાણ (ઉ.વ. 31, રહે. નવાપુરા મહેબુબપુરા, સુભહાની મસ્જીદેની સામે, રંહરેજની ચોલી, વડૌદરા શહેર)
- સકીલ અહેમદ ઇકબાલ અહેમદ શેખ (ઉ.વ. 45, રહે. નવાપુરા મહેબુબપુરા, ભાથુજી મંદીર સામે, વડોદરા શહેર)
- સબ્બીર ઉર્ફે ચપટ હનીફમીયા શેખ (ઉ.વ. 36, રહે. નવાપુરા મહેબુબપુરા, ભાથુજી મંદીર સામે, વડોદરા શહેર)
જિલ્લા પંચાયતના અઘિકારી સામે પત્નીએ દહેજની ફરીયાદ નોંધાવી વડોદરા શહેરના સમાં વિસ્તારમાં રહેતી પિડીત પત્નીએ જિલ્લા પંચાયતના અધિકારી તરીકે ફરજ બજાવતા સુરજ દ્વિવેદી સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજની માંગણી અંગે પતિ સહિત સાસુ, સસરા અને દિયર સામે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીએ ગંભીર આક્ષેપો કર્યા છે કે લગ્ન બાદ સાસરીયાઓનો વ્યવહાર દીકરીનો જન્મ થયો હોવાથી બદલાઈ ગયો છે અને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. સાથે જ દહેજની માંગણી કરતા આખરે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પીસીબીએ દારૂની ડિલિવરી વેળાએ રેડ કરી, એક ઝડપાયો ત્રણ વોન્ટેડ વડોદરા પીસીબી પોલીસને માહિતી મળી હતી કે શહેરના આજવા રોડ પર ફોજી નગરમાં આવવરૂ મકાનમાં આરોપી નિતેશ રાજપૂત તથા અક્ષય પરમાર વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે. આરોપી રાકેશ કનોજીયા મોપેડ પર દારૂ લઈને તેને આપવા માટે આવ્યો છે. જેથી પીઆઇ સી.બી.ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા રાકેશ રામદેવભાઈ કનોજીયા (રહેવાસી પાણીગેટ) મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 167 કિંમત રૂપિયા 23,900 ની કબજે કરી હતી. જ્યારે આરોપીઓ સંજય રાઠવા તથા અક્ષય પરમાર તથા મિતેશ રાજપુતને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે દારૂ અને વાહનો મળી કુલ 99,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પતિ પત્નીએ બે કિલોમીટર સુધી અછોડા તોડનો પીછો કર્યો વડોદરા નજીક સેવાસીમાં ધ વેલેન્સિયા ખાતે રહેતા સીમાસિંહ મનોજકુમાર બધેલ તેમજ તેમના પતિએ સેવાસીમાં એક ઓફિસ ખરીદી હતી. આ ઓફિસની આજુબાજુ કોઈ વ્યક્તિએ કચરો નાખ્યો હોવાનું જાણવા મળતા બંને પતિ પત્ની બાઈક પર સાંજે ઘેરથી નીકળીને ઓફિસ તરફ જતા હતા. તે વખતે સેવાસીમાં બ્રોડ વે કોમ્પલેક્ષ નજીક પાછળથી એક બાઈક આવી હતી અને તેના પર સવાર બે શખ્સોએ સીમાસિંહના ગળામાં પહેરેલ એક તોલા વજનની સોનાની ચેન ઝૂંટવીને બંને ભાગ્યા હતા. સીમાસિંહએ તેના પતિને ચેન તોડીને ભાગેલા બાઈકવાળાઓનો પીછો કરવાનું કહેતા અછોડા તોડ બાઈક સવારનો 2 કીમી સુધી પીછો કર્યો હતો. પરંતુ બંને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા બાઈકની નંબર પ્લેટ ઉપર કપડું ઢાંકી દીધું હતું અને આગળના ભાગે રાજા મેલ લખ્યું હતું અછોડા તોડીની ઘટના અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સગીર આરોપી પાસેથ મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરા શહેર પાસેના મહાદેવપુરા ગામના રોડ પર મહિલાના ગળામાંથી સોનાની ચેનનું સ્નેચિંગ કરી સોનાની ચેન સાથે સગીરને શોધી સાગરીત આરોપી સાથે મળી ચેઇન સ્નેચિંગ અને ચીલ ઝડપના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ગુનામાં આરોપી સગીર છે. આરોપીએ બે ગુનામાં સંડોવાયેલ હતો જેમાં વડોદરા તાલુકા પોલીસ મથક અને બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલા બે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી પાસેથી એક સોનાની ચેન જેની કિંમત રૂપિયા 54 હજાર છે તે રિકવર કરવામાં આવી છે.