4 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘કોફી વિથ કરન 8’ના નવા એપિસોડમાં અભિનેત્રી જાહન્વી કપૂર તેની બહેન ખુશી કપૂર સાથે જોવા મળી હતી. શોમાં પહોંચેલી બંને બહેનોએ તેમના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી.
આ પ્રસંગે કરને જાહન્વી અને ખુશી સાથે તેમની સ્વર્ગસ્થ માતા અભિનેત્રી શ્રીદેવી સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. આ એપિસોડમાં જ્યારે કરને જાહન્વી સાથે તેમના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા વિશે વાત કરી ત્યારે જાહન્વીએ ન તો આ સંબંધનો સ્વીકાર કર્યો કે ન તો તેનો ઇનકાર કર્યો.
જાહન્વી અને ખુશીનો આ એપિસોડ ગત ગુરુવારે રિલીઝ થયો હતો
કરને જાહન્વીને ડેટિંગ પર સવાલ પૂછ્યો હતો
કરને એક્ટ્રેસને પૂછ્યું કે પહેલાં તું શિખરને ડેટ કરતી હતી, પછી તેં કોઈ બીજાને ડેટ કરી હતી અને હવે ફરી તું શિખરને ડેટ કરી રહી છે ને? આ સવાલના જવાબમાં જાહન્વીએ કરનને કહ્યું કે શિખર મારા માટે ‘ઓ નાદન પરિંદે ઔર આજા..’ ગીત ગાતો હતો.
‘શિખર મારા આખા પરિવાર માટે હાજર રહે છે’
બોયફ્રેન્ડ વિશે વાત કરતાં જાહન્વીએ વધુમાં કહ્યું કે, ‘શિખર માત્ર મારા માટે જ નહીં પરંતુ મારા સમગ્ર પરિવાર માટે હાજર છે. જ્યારે તે મારો મિત્ર હતો ત્યારે પણ તે આવો જ હતો અને તે આ કામ કોઈ અપેક્ષા સાથે નહીં પરંતુ સંપૂર્ણ નિઃસ્વાર્થપણે કરે છે.
‘કોફી વિથ કરનની 8’મી સીઝનનો આ 11મો એપિસોડ છે. આ સિઝનના વધુ બે એપિસોડ હવે રિલીઝ થશે
જાહન્વી કોઈપણ અભિનેતાને ડેટ કરવા નથી માગતી
આ એપિસોડમાં કરને જાહન્વી સાથે કોઈપણ અભિનેતાને ડેટ ન કરવાના તેના નિર્ણય વિશે પણ વાત કરી હતી. જ્યારે કરને આનું કારણ પૂછ્યું તો જાહન્વીએ કહ્યું, ‘મને કોઈ એવી વ્યક્તિ જોઈએ છે જે મારા પ્રત્યે ઝનૂની હોય. એક્ટરોની સમસ્યા એ છે કે તેઓ ખૂબ જ સ્પર્ધાત્મક અને વિચિત્ર બની જાય છે.
બહુ ઓછા લોકો જાણે છે કે એક સમયે જાહન્વી એક્ટર કાર્તિક આર્યનને ડેટ કરતી હતી. 2021માં બંને ગોવામાં સાથે જોવા મળ્યા હતા.
ખુશીએ કહ્યું- ‘વેદાંગ માત્ર એક મિત્ર છે’
જાહન્વીની બહેન ખુશી કે જેમણે તાજેતરમાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યુ કર્યું છે. એવી ચર્ચા છે કે તે ફિલ્મમાં તેમના કો-સ્ટાર વેદાંગને ડેટ કરી રહી છે. જોકે, એપિસોડમાં ખુશીએ આ રિલેશનશિપને નકારી દીધી છે અને કહ્યું છે કે તે બંને માત્ર મિત્રો છે.
આ પહેલીવાર છે જ્યારે જાહન્વી અને ખુશી KWKમાં સાથે જોવા મળી છે. ખુશી પહેલીવાર કરનના શોનો ભાગ બની હતી, જ્યારે જાહન્વી ત્રીજી વખત કરનના શોનો ભાગ બની હતી
જાહન્વીએ કહ્યું કે અત્યાર સુધી તેમણે માત્ર 3 છોકરાઓને ડેટ કર્યા છે
જાહન્વીએ આ એપિસોડમાં જણાવ્યું હતું કે ખુશી એક સિવાય તેમના તમામ બોયફ્રેન્ડને નફરત કરે છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે અત્યાર સુધી તેમણે માત્ર ત્રણ છોકરાઓને ડેટ કર્યા છે.
વેકેશનમાં પણ સાથે જોવા મળ્યા
ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે જાહન્વી આ દિવસોમાં શિખરને ફરીથી ડેટ કરી રહી છે. શિખર આ પહેલાં પણ જાહન્વીને ડેટ કરતો હતો. જો કે,જાહન્વી અને તેમનું થોડા વર્ષો પહેલાં બ્રેકઅપ થયું હતું, પરંતુ હવે બંને વારંવાર સાથે જોવા મળે છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે જાહન્વી-શિખર, ખુશી અને રુમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ નવા વર્ષની રજાઓ પર સાથે ગયા હતા.