ડાંગ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન” સુબીર તાલુકાના ખાંભલા ગામે “ઘરેલુ હિંસા અધિનિયમ 2005” અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારી ડૉ.મનિષા મુલતાનીએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક વક્તવ્ય આપી ઘરેલુ હિંસા અધિનિયમ-2005 વિષયક માહિતી આપી હતી. કાર્યક્રમમાં કાનુની સેવા સત્તા મંડળના વકીલ સંજય બારિયાએ ઘરેલુ હિંસા અધિનિયમ-2005 હેઠળ કાયદાકીય માહિતી સુરક્ષા અંગેનો હુકમ, રહેઠાણ અંગેનો હુકમ, નાણાંકીય રાહત અને ભરણ પોષણનો હુકમ, બાળકના કબજા અંગેનો હુકમ, વચગાળા અંગેનો હુકમ બાબતે માહિતી આપી હતી.
ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના (DHEW) જેન્ડર સ્પેશ્યાલિસ્ટ વિજય ગાવિત દ્વારા મહિલા સ્વાવલંબન યોજના વિશે સંપુર્ણ માહિતી આપી હતી. તેમજ જેન્ડર સ્પેશ્યાલીસ્ટ પીયુષ ચૌધરીએ ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થીક સહાય યોજના તથા વ્હાલી દિકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત અન્ય શાખા કર્મીઓ દ્વારા મહિલાઓને લગતી માહિતી આપવામાં આવી.