અગ્રસચિવની સરપ્રાઈઝ ફિલ્ડ વિઝીટ રાજય સરકાર દ્વારા તમામ મહાનગરો, પાલિકા કક્ષાના શહેરોએ સીટી બ્યુટીફીકેશનની કામગીરી કરાવવામાં આવી રહી છે. આ કામગીરીની આજે એકાએક શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે મુલાકાત લીધી હતી. રાજકોટ મનપાના અધિકારીઓ સાથે તેમ
.
મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદા-જુદા વિસ્તાર અને રોડ પર બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા, ઝીબ્રા ક્રોસીંગ, પ્લાન્ટેશન, શહેરના એન્ટ્રી-એક્ઝીટ સર્કલ ડેકોરેશન, રોડ ડીવાઈડર કલરકામ, વેક્યુમ મશીનથી મેઈન રોડ પર રાત્રી સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. અશ્વિની કુમારે શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, આમ્રપાલી અન્ડરબ્રિજ, કોટેચા ચોક, 150 ફૂટ રિંગ રોડ પરનો બી.આર.ટી.એસ. રૂટ, ગ્રીનલેન્ડ ચોકડી વગેરે સ્થળની ફીલ્ડ વિઝિટ કરી કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમજ કેટલાક સૂચનો પણ કર્યા હતા. આ તકે ડે.કમિશ્નર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી વગેરે હાજર રહ્યા હતા.
વિશ્વ એઇડ્સ દિવસને અનુલક્ષીને 1100 વિદ્યાર્થીઓએ રેડ રિબિનનું નિર્માણ કર્યું રાજકોટની એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા તા. 1 ડિસેમ્બરના વિશ્વ એઇડ્સ દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની વિરાણી હાઇસ્કુલના મેદાનમાં ધોરણ 8થી 12માં અભ્યાસ કરતા 1100 વિદ્યાર્થીઓએ વિશાળ રેડ રિબિનનું નિર્માણ કર્યું હતું. આ તકે સ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા તો હવે શનિવારે રેસકોર્સ એટલેટીક્સ ગ્રાઉન્ડમાં જી.ટી. શેઠ સ્કૂલની 1500 છાત્રાઓ 2000 ફૂટ લાંબી રેડ રિબિનનું નિર્માણ કરશે. જ્યારે સોમવારે શહેર અને જિલ્લાની 1500 શાળાનાં વિદ્યાર્થીઓ પોતાની શાળામાં રેડ રીબીન બનાવશે.
લોખંડ ભંગારના 5 ધંધાર્થીઓને ત્યાં સ્ટેટ GST વિભાગના દરોડા રાજકોટ શહેરમાં આજે જી.એસ.ટી.વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં આવેલા લોખંડ ભંગારનાં ધંધાર્થીઓને ત્યા ગુપ્ત રાહે દરોડા પાડી કરચોરી અંગે સઘન તપાસણી હાથ ધરી હોવાનું જી.એસ.ટી.વિભાગનાં સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ અંગેની સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ, રાજકોટ શહેરનાં જુદા-જુદા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા 4થી 5 જેટલા લોખંડ ભંગારનાં ધંધાર્થીઓને ત્યાં જી.એસ.ટી.વિભાગે આજે સવારથી દરોડા પાડ્યા હતા અને કરચોરી અંગે સઘન તપાસણી હાથ ધરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લોખંડ ભંગારનાં ધંધાર્થીઓ બોગસ બિલિંગ કરી અને કોઈ બિલ કે આધાર વિના વેંચાણ-ખરીદી કરી કરોડો રૂપિયાની કરચોરી કરે છે.
રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર ઘેલા સોમનાથમાં યોજાશે રાજય સરકારની ચિંતન શિબિર યાત્રાધામ સોમનાથ ખાતે યોજાયા બાદ હવે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આગામી ડિસેમ્બર-2024માં ઘેલા સોમનાથમાં રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર આયોજીત કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના વિકાસ અંગે ચિંતન કરવામાં આવશે. તેની સાથોસાથ પ્રવાસન સ્થળોના વિકાસને કઈ રીતે વેગ આપવો? પ્રવાસન સ્થળોની સાફ સફાઈ નવા પ્રવાસન સ્થળો વિકસાવવા સહિતના મુદ્દે ચિંતન કરવામાં આવનાર છે. કલેક્ટર કચેરીના સુત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં મામલતદારો-પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. આ શિબિરમાં અધિકારીઓની કામગીરીની સમિક્ષા પણ કરવામાં આવશે તેમજ રાજય સરકારની યોજનાઓ સહિત વિકાસના વિવિધ પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવનાર છે.