ન્યૂયોર્ક-લંડન57 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ચૂંટણીપ્રચારમાં વિરોધીઓ પર હુમલા કરનારાઓ પણ નેપોટિઝ્મ તરફ
આ વર્ષે અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકામાં રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનમાં લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમરે શાસક પક્ષ પર પરિવારવાદનો ગંભીર આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે ચૂંટણીઓ બાદ ટ્રમ્પ અને સ્ટામર નિમણૂકોમાં પણ પરિવારવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. ટ્રમ્પે તેમની બે પુત્રીઓના સસરા અને પુત્ર જુનિયર ટ્રમ્પની પૂર્વ મંગેતરને મોટી જવાબદારીઓ સોંપી છે.
આટલું જ નહીં, 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ ટ્રમ્પે લગભગ 4 વર્ષ સુધી રાષ્ટ્રપતિ જો બાઈડેનને પુત્ર હન્ટર બાઈડેન મુદ્દે ઘેર્યા હતા. ટ્રમ્પે હન્ટર બાઈડેનની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે બુરિસ્મા નામની યુક્રેનિયન ગેસ કંપનીમાં એક બોર્ડ સીટ હતી, જેને 2014થી 2019 સુધી બાઈડેન હન્ટરે સંભાળી હતી.
- ટ્રમ્પે જુનિયર ટ્રમ્પની પૂર્વ મંગેતર અને બંને દીકરીઓના સસરાને મહત્ત્વના હોદ્દા આપ્યા.
- કિમ્બર્લી ગિલફોયલ: ટ્રમ્પે કિમ્બર્લીને ગ્રીસમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. તે ફોક્સ ન્યૂઝની પૂર્વ હોસ્ટ છે. તેણે 31 ડિસેમ્બર, 2020ના રોજ ટ્રમ્પના પુત્ર જુનિયર સાથે સગાઈ કરી હતી.
- ચાર્લ્સ કુશનરઃ ટ્રમ્પે તેમના જમાઈ જેરેડ કુશનરના પિતા ચાર્લ્સને ફ્રાન્સમાં રાજદૂત તરીકે નિયુક્ત કર્યા. તેઓ ટ્રમ્પની મોટી પુત્રી ઈવાન્કાના સસરા છે. 2005માં ટેક્સ ફ્રોડ કેસમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
- મસાદ બુલોસ: ટ્રમ્પે 1 ડિસેમ્બરમાં આરબ-મધ્ય પૂર્વના મુદ્દાઓ પર તેમના સલાહકાર તરીકે તેમની નાની પુત્રી ટિફનીના સસરા બુલોસની પસંદગીની જાહેરાત કરી. ટિફનીએ લેબનોના અબજોપતિ બુલોસના પુત્ર સાથે લગ્ન કર્યા.
બે કંપનીના બોર્ડમાં ટ્રમ્પ જુનિયર, નીતિઓને પ્રભાવિત કરશે ટ્રમ્પના કાર્યકાળ પહેલાં જ ટ્રમ્પના મોટા પુત્ર ટ્રમ્પ જુનિયરે બે કંપનીઓના બોર્ડમાં સ્થાન મેળવી લીધું છે. ટ્રમ્પ જુનિયર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પબ્લિક સ્ક્વેર અને ફ્લોરિડા સ્થિત અનયુઝવલ મશીનોના બોર્ડના સભ્ય બન્યા છે, જે ડ્રોનના પાર્ટ્સ બનાવે છે.
બ્રિટન: પીએમ સ્ટારમરના 28 મંત્રી એક-બીજાના સંબંધી
બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 14 વર્ષના શાસનનો અંત લાવી લેબર પાર્ટીને સત્તામાં લાવનાર કીર સ્ટારમેરે ભાઈ-ભત્રીજાવાદને પણ પ્રોત્સાહન આપ્યું છે. સ્ટારમર કેબિનેટમાં સામેલ 28 મંત્રી લેબર પાર્ટીના નેતાઓનાં બાળકો, સંબંધીઓ છે. આ સંખ્યા સુનકની કેબિનેટમાં સામેલ 11 સંબંધીની સંખ્યા કરતા અઢી ગણી વધારે છે.
- રિશેલ રિવ્સ અને એલી રિવ્સ: કેબિનેટ ચાન્સેલર રિશેલ અને કેબિનેટ ઓફિસ મિનિસ્ટર રિશેલ રિવ્સ બહેનો છે. રિશેલના પતિ નિક સરકારી
- અધિકારી છે.
- એન્જેલા ઈગલ અને મારિયા ઈગલઃ ગૃહ વિભાગના પ્રધાન એન્જેલાની બહેન મારિયા સંરક્ષણ પ્રધાનનો હોદ્દો ધરાવે છે.