58 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રદ્ધા કપૂર અને તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી અવાનવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા બંનેનું બ્રેકઅપ થયું હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, એક્ટ્રેસની એક પોસ્ટે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તાજેતરમાં શ્રદ્ધા કપૂર રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે ડેટ નાઇટ પર ગઈ હતી. બંનેએ કારમાં વડાપાઉંની મજા પણ માણી હતી. આ બાબતની જાણ એક્ટ્રેસે ઈનસ્ટા પોસ્ટ દ્ધારા કરી હતી.
રાહુલ માટે સ્પેશિયલ પોસ્ટ શેર કરી બોલિવૂડ એક્ટ્રેસ શ્રધ્ધા કપૂરનો વડાપાઉં પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. અગાઉ ઘણી વખત ઈન્ટરવ્યુમાં તેણે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. એવામાં હાલ તેણે ઈનસ્ટા સ્ટોરી શેરમાં વડાપાઉં સાથેની તસવીર શેર કરી અને રાહુલ માટે ફની કોમેન્ટ કરતાં લખ્યું- ‘કદાચ એવું થતું હોત કે હું હમેંશા તને વડાપાઉં ખાવા માટે હેરાન કરી શકું’. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થવા લાગી છે કે 4 મહિના બાદ ફરી શ્રદ્ધા કપૂર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે પેચઅપ થઈ ગયું છે.
આ કારણે બ્રેકઅપના સમાચાર વહેતા થયા થોડા સમય પહેલા એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારબાદ શ્રદ્ધા અને રાહુલનું બ્રેકઅપની ચર્ચાઓ વહેતી થઈ હતી. એક્ટ્રેસે રાહુલની બહેન, તેના પ્રોડક્શન અને ડોગના પેજને પણ અનફોલો કર્યું હતું. જોકે આ પછી પણ રાહુલ શ્રદ્ધાને ફોલો કરી રહ્યો છે. બંને હજુ સુધી તેમના રિલેશનશિપ વિશે કોઈ પુષ્ટિ કરી નથી.
શ્રદ્ધા કપૂર-રાહુલ મોદીનું નામ કેવી રીતે જોડાયું? મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શ્રદ્ધા અને રાહુલની મુલાકાત ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ દરમિયાન થઈ હતી. રાહુલ આ ફિલ્મ સાથે લેખક તરીકે જોડાયેલો હતો. આ ફિલ્મના શૂટિંગ બાદથી તેમનું બોન્ડ વધુ મજબૂત બન્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં બંને એકબીજા સાથે કમ્ફર્ટેબલ બની ગયા હતા. પરંતુ તેઓ તેમના સંબંધને સત્તાવાર બનાવવાની ઉતાવળમાં ન હતા.
લવ રંજન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં શ્રદ્ધા કપૂરે રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. રાહુલે ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં લેખક તરીકે પણ કામ કર્યું છે. એવું કહેવાય છે કે 2022માં શ્રદ્ધાનું ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે બ્રેકઅપ થયું હતું. જે બાદ રાહુલ તેમના જીવનમાં આવ્યો છે.