ભરૂચમાં પશ્ચિમ એકસપ્રેસના જનરલ કોચમાં આગના છમકલા બાદ વધુ એક ટ્રેન દુઘર્ટના સામે આવી છે. શનિવારે સાંજના 5 વાગ્યાના અરસામાં ભરૂચના નબીપુર પાસે બાંદ્રાથી જોધપુર જતી સૂર્યનગરી ટ્રેનનું એન્જીન ફેઈલ થતા મુખ્ય ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર સવા કલાક સુધી ખોરવાઈ
.
સવા કલાક બાદ ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો ભરૂચ,અંકલેશ્વર સહિત આસપાસના સ્ટેશને અન્ય ગુડ્ઝ ટ્રેન કે લાઈટ એન્જીન ઉપલબ્ધ ન હોય મિયગામ કરજણ સ્ટેશને ઉપલબ્ધ લાઈટ એન્જીન નબીપુર તરફ રવાના કરવામાં આવ્યું હતું.નબીપુર પાસે સૂર્યનગરી ઉભી થઇ જતા જોત જોતામાં પાછળ અન્ય ટ્રેનોની લાઈન લાગી ગઈ હતી. કર્ણાવતી,ડબલ ડેકર ટ્રેનને ભરૂચ સ્ટેશને રોકી દેવામાં આવી હતી.જ્યારે દાદર-વડોદરા, કોચીવલી-ઇન્દોર, રણકપુર એક્સપ્રેસ,મદુરાઈ-ઓખા, સયાજીનગરી, સૌરાષ્ટ્ર જનતા ટ્રેનને ભરૂચથી સુરત વચ્ચે થોભી દેવાની ફરજ પડી હતી.સુર્યનગરીનું એન્જિન બગડતાં 10 જેટલી ટ્રેનોને અસર પહોંચી હતી.સવા કલાક બાદ ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો.