- Gujarati News
- Sports
- Cricket
- Virat Kohli, IND Vs AUS The Gabba Stadium, Brisbane Weather 3rd Test DAY 2 LIVE Score Update | Pat Cummins | Rohit Sharma | Jasprit Bumrah | Travis Head
સ્પોર્ટ્સ ડેસ્ક18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. બ્રિસ્બેનના ધ ગાબા સ્ટેડિયમમાં આજે સવારે 5:20 વાગ્યે મેચ શરૂ થશે.
ગઈકાલે પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ થઈ હતી. બ્રિસ્બેનમાં શનિવારે ખૂબ જ વરસાદ પડયો હતો. દિવસના છેલ્લા બે સેશનમાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો.
વરસાદ શરૂ થયો તે પહેલા ઓસ્ટ્રેલિયાએ કોઈપણ નુકસાન વિના 28 રન બનાવી લીધા હતા. નાથન મેકસ્વીની અને ઉસ્માન ખ્વાજા અણનમ પરત ફર્યા હતા. ધ ગાબા સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
બ્રિસ્બેનમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે, જેમાં ભારત માત્ર 1 મેચ જીતી શક્યું છે. ઓસ્ટ્રેલિયાએ 5 મેચ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.
કોહલી ઓસ્ટ્રેલિયા સામે તેની 100મી મેચ રમી રહ્યો છે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે 100 કે તેથી વધુ મેચ રમનાર તે બીજો ભારતીય ખેલાડી છે. સચિન તેંડુલકરે 110 મેચ રમી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
ભારતે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા ભારતીય ટીમે પોતાની પ્લેઇંગ-11માં બે બદલાવ કર્યો છે. હર્ષિત રાણા અને રવિચંદ્રન અશ્વિનના સ્થાને આકાશ દીપ અને રવીન્દ્ર જાડેજા ટીમમાં પરત ફર્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. સ્કોટ બોલેન્ડની જગ્યાએ જોશ હેઝલવુડને લીધો છે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટૉસ વખતે. (તસવીર- ક્રિકેટ ઓસ્ટ્રેલિયા)
હવામાનની સ્થિતિ વરસાદ આ મેચમાં વિક્ષેપ પાડી શકે છે. હવામાન વેબસાઈટ એક્યુવેધર અનુસાર, 14 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં સૌથી વધુ 88% વરસાદની સંભાવના હતી. ગઈકાલે વરસાદના કારમે મેચનો પહેલો દિવસ ધોવાઈ ગયો હતો. મેચના બીજા દિવસે એટલે કે આજે વરસાદની 49% છે. તો ચોથા દિવસે વરસાદની 42% સંભાવના છે. ત્રીજા અને પાંચમા દિવસે પણ 25-25% વરસાદ થવાનો અંદાજ છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ (વાઇસ-કેપ્ટન) અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.