અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બિલ્ડીંગો, હોસ્પિટલો અને સ્થળ ઉપર બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડ પાછળ છેલ્લા 10 વર્ષમાં 245 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 12 અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવી છે
.
12 એજન્સીના 1851 જેટલા ગાર્ડ મૂકવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બિલ્ડીંગોમાં સુરક્ષા માટે એસ્કોર્ટ સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી, રાજપુત સિક્યિરિટી, ગુજરાત સિક્યુરિટી, વગેરે સહિત 12 એજન્સીના 1851 જેટલા ગાર્ડ મૂકવામાં આવ્યા છે. વિપક્ષના નેતાએ AMC બજેટ બેઠકમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ સાથે બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા તોછડાઈપૂર્વક વર્તન કરવામાં આવે છે. સિક્યુરિટી એજન્સીઓને ચૂકવવામાં આવેલા રૂ. 245 કરોડના ખર્ચને તેમણે બિનજરૂરી ખર્ચ ગણાવ્યો હતો.