સુરત
મહાશિવરાત્રીના
દિવસે સુરત શહેરમાં સૂર્યદેવતા કોપાયમાન બન્યા હોઇ તેમ આજે આ ઋતુનું સૌથી ઊંચુ
૩૮.૪ ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનોએ આકરી ગરમી વચ્ચે શિવરાત્રી મનાવી હતી.
હવામાન કચેરીના પ્રવકતાના
જણાવ્યા મુજબ આજે સુરત શહેરનું અધિકતમ તાપમાન ૩૮.૪ ડિગ્રી, લધુતમ તાપમાન ૨૧.૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા, હવાનું દબાણ ૧૦૧૨.૫
મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના ચાર કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.
હવામાન વિભાગ દ્વારા આજે ગરમ હવામાનની આગાહી કરાઇ હતી. આ આગાહી વચ્ચે આજે સુરતનું
દિવસનું તાપમાન રેકોડબ્રેક નોંધાયુ હતુ. અને બીજી તરફ આજે શિવરાત્રી હોવાથી
શિવાલયોમાં પણ ભકતોની ભારે ભીડ હોવાથી ભકતોએ અસહય ગરમી વચ્ચે શિવજીની આરાધના કરી
હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ ગરમી વધશે