ગુજરાત બોર્ડની ધો. 10 અને 12ની 14,28,175 વિદ્યાર્થીની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ધોરણ 10માં નોંધાયેલા કુલ 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,384 તેમ જ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,13,909 વિદ્યાર્થીઓ નોંધાયા
.
2023માં 15,46,498 વિદ્યાર્થી નોંધાયા હતા. તે પછીથી 2024ની સાલમાં ક્રમશ: ઘટાડા સાથે 15,18,066 વિદ્યાર્થી નોંધાયા હતા જ્યારે 2025માં 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ ગત વર્ષની તુલનાએ 89 હજારથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ધોરણ 10માં 2024થી 2025 દરમ્યાન નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 9,17,903થી ઘટીને8.92,882 પર પહોંચી છે. ઓવરઓલ 25,024નો ધટાડો નોંધાયો છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2024થી 2025 દરમ્યાન નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 4,88,749 વિદ્યાર્થીઓથી ઘટીને 4,23, 909 પર પહોંચી છે. આમ ગત વર્ષ કરતાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 64,840 પર પહોંચી છે. જેમાં ઓવરઓલ 64,840નો ઘટાડો નોંધાયો છે.
વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
{ ધો 10- 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્થળ પર શક્ય હોય ત્યાં સુધી બુટ-પૂજા પહેરવા નહી, કોઈ વિદ્યાર્થી બુટ મોજા પહેરીને આવ્યો હોય તો પરીક્ષા ખંડ બહાર કાઢીને પ્રવેશ અપાશે.
{ધો 10ના વિદ્યાર્થીને કેલક્યુલેટર લઈ જવાની મનાઈ છે, જ્યારે ધો 12ના વિદ્યાર્થીઓ કેલક્યુલેટર સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરી શકશે નહી કે પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે નહી.- ધો 12ના પરીક્ષાર્થીઓ સાદુ કેલક્યુલેટર લઈ જઈ શકશે.
{ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીએ પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધો કલાક પહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
{ હોલ ટિકિટમાં દર્શાવેલા નિયમોને પરીક્ષાનો સમય ધ્યાનમાં રાખીને પરીક્ષાના સ્થળે પહોંચવું. પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પહોચવાનું રહેશે.
ગયા વર્ષે ધોરણ 10નું પ્રથમ ભાષાનું 92.09 ટકા રિઝલ્ટ હતું
ધો 10 પ્રથમ ભાષા ગુજરાતીનુ 92.09 ટકા, અંગ્રેજી પ્રથમ ભાષાનુ 95.42 ટકા, ધો 12 સાયન્સ ફિઝિક્સનુ પરિણામ 83.17 ટકા આવ્યં ત્યારેે ધોરણ 10માં ગુજરાતી, અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાની પરીક્ષા યોજાનારી છે. જે પૈકી ગુજરાતી (પ્રથમ ભાષાનુ) પરિણામ ગત વર્ષે 92.09 ટકા નોંધાયુ હતુ. જેમાં ગુજરાત બોર્ડમાં કુલ 80 માર્કસમાંથી 79 માર્કસ 11 વિદ્યાર્થીઓએ લાવ્યા હતા. જ્યારે ઓવરઓલ કુલ 100 માર્કસમાંથી 99 માર્કસ સાત વિદ્યાર્થીઓ લાવ્યા હતા.