- Gujarati News
- Business
- Sensex Is Trading 14 Points Higher At 74,616 And Nifty Is Trading 10 Points Higher At 22,558.
મુંબઈ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે ગુરુવાર (27 ફેબ્રુઆરી), સેન્સેક્સ 14 પોઈન્ટ વધીને 74,616ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 10 પોઈન્ટના વધારા સાથે 22,558ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરમાં ઘટાડો છે અને 10 શેરમાં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33શેરોમાં ઘટાડો અને 17 શેરોમાં વધારો જોવા મળ્યો છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં, ઓટો સેક્ટર 0.86%, મીડિયા 0.92% અને રિયલ્ટી 0.51% ઘટ્યું છે. જ્યારે મેટલ અને ફાઈનાન્સિયલ સર્વિસમાં તેજી છે.

ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.15%ની તેજી છે જ્યારે કોરિયાનો કોસ્પીમાં 0.83%, હોંગકોંગનો હેંગસેંગમાં 0.56% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.46% ઘટ્યો છે.
- 25 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 3,529.10કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ રૂ. 3,030.78 કરોડના શેર ખરીદ્યા.
- 26 ફેબ્રુઆરીએ, અમેરિકાનો ડાઓ જોન્સ 0.43% ના ઘટાડા સાથે 43,433 પર બંધ થયો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ 0.014% વધીને 5,956 પર બંધ થયો હતો અને નેસ્ડેક 0.26% વધીને 19,075 પર બંધ થયો હતો.
મંગળવારે સેન્સેક્સમાં તેજી, નિફ્ટી ઘટ્યો
ગઈકાલે એટલે કે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે શેરબજાર બંધ હતું. અગાઉના દિવસે એટલે કે મંગળવાર (25 ફેબ્રુઆરી) ના રોજ, સેન્સેક્સ 147 પોઈન્ટના વધારા સાથે 74,602 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટી 5 પોઇન્ટ ઘટીને 22,547 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં તેજી અને 14 ઘટ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેરો વધ્યા અને 31 શેર ઘટ્યા હતા. નિફ્ટી મેટલ 1.54%, પીએસયુ એટલે કે સરકારી બેંકોના ઇન્ડેક્સ 1.22% અને નિફ્ટી રિયલ્ટી 1.31% ઘટ્યા હતા. મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટીમાં સામાન્ય તેજી જોવા મળી હતી.