અગાઉની અદાવતને ધ્યાનમાં લઈ બે પક્ષો વચ્ચે ઝગડો.

0
19

– બંને પક્ષોએ એક બીજા પર છરી અને તલવાર વડે હુમલો કરી એકબીજાને ઇજાગ્રસ્ત કર્યા.

– પોલીસે બંને પક્ષોની ફરિયાદ ના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તા.૨૨/૦૮/૨૨
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ

અમરાઇવાડી માં બંને પક્ષો વચ્ચે અગાઉની અદાવતને ધ્યાનમાં લઈ ઝગડો થયો હતો.બંને પક્ષોએ એક બીજા પર તલવાર અને છરી વડે હુમલો કર્યો હતો.જોકે હુમલા માં બંને પક્ષો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે બંને પક્ષોના આધારે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

શહેરના અમરાઈવાડી વિસ્તારમા આવેલા બળિયાનગર લાઇન માં રહેતા દિનેશભાઈ પોતાના પરિવાર સાથે રહે છે.ગત ૨૯ ઓગસ્ટ ના રોજ ભત્રીજો સાહિલ સોલંકી ને અંબિકા નગરમાં રહેતો જીતેન્દ્ર ના સાથે કોઈ કારણ સર અગાઉ અદાવત થઈ હતી.જોકે સાંહિલે આ ઘટના ની જાણ દિનેશભાઈ ને કરી હતી.બીજા દિવસે રાત્રે દિનેશ ભાઈ ના મિત્ર અમિત મકવાણા નો ફોન આવ્યો કે,સાહિલ અને જીતેન્દ્ર વચ્ચે ઝગડો થયો છે. સમાંઘાન માટે આવી જા કહ્યું હતું.બાદ અમીત અને દિનેશ બંને જીતેન્દ્ર ના ઘરે જઈને સમાધાન ની વાત કરતા જીતેન્દ્ર ઉશ્કેરાઇ ગાળો બોલી, માર મારવા લાગ્યો હતો.બીજી બાજુ તેનો ભાઈ નરેન્દ્ર આવીને દિનેશભાઈ ને માર મારવા લાગ્યો.એટલામાં જીતેન્દ્ર ઘરમાંથી છરી લાવી છરીના ઘા દિનેશભાઇને ઝીંકી ઇજાગ્રસ્ત કર્યા હતા.જોકે ઝગડો થતા આસપાસ ના લોકો ટોળા વળતા જીતેન્દ્ર અને નરેન્દ્ર બંને ભાગી ગયા હતાં. અને ઈજાગ્રસ્ત દિનેશભાઇને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડ્યા હતા.અને બંને ભાઈના વિરૂદ્ધમાં અમરાઇવાડી પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.

બીજી બાજુ નરેશ પારઘી એ ફરિયાદ માં ઉલ્લેખ કર્યો છે કે,અગાઉ થયેલા ઝગડા ની અદાવત રાખી કાકા ભત્રીજા ઝગડો કરવા આવ્યા હતા. ત્યારે નરેશભાઈ જમીને ઘરની બહાર જતી વખતે દિનેશ અને સાહિલ નરેશભાઈ ના ઘરે આવી જીતેન્દ્ર સાથે ઝગડો કરી ગાળો બોલવા લાગ્યો હતો.જોકે નરેશભાઈ એ ગાળો બોલવાંની ના પાડતા દિનેશ અને સાહિલ ઉશ્કેરાઇ ઢોર માર મારવા લાગ્યા હતા.અને સાહિલ તલવાર લઈને નરેશ અને જીતેન્દ્ર ભાઈ પર ઘસરકા માર્યા હતા.જોકે ઝગડો થતો જોઈને પડોશી વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો.દરમિયાન ઇજાગ્રસ્ત નરેશ અને જીતેન્દ્ર ભાઈને સારવાર હેઠળ હોસ્પીટલ ખસેડ્યા હતા.બાદ નરેશભાઈએ જીતેન્દ્ર પૂછતા જણાવ્યું કે,ત્રણ દિવસ પહેલા સાહિલ ચાલીના પાસે ઊભો રહી જોડ થી ગાળો બોલતો હતો.જોકે જીતેન્દ્રએ ગાળો બોલવાની પાડી અને કહ્યું કે,કે ગાળો બોલવી હોઈ તો, ચાલીની બહાર જઈને બોલ કહ્યું હતું.અગાઉ અદાવત રાખી કાકા ભત્રીજા ઝગડો કરવા પહોચ્યા હતાં. આ અંગે નરેશભાઈ એ અમરાઈવાડી પોલીસમાં કાકા ભત્રીજાના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here