આ કાર ચાકુની છે કહેતા યુવક નુ …….

0
18

– અપહરણ કરી,ઢોર માર મારી,પોલીસ કેસ કર્યો તો,મારી નાખવાની ધમકી આપી.

– યુવકે બે ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી.

તા.૨૫/૦૮/૨૧

યુવક તેના મિત્ર સાથે હોટલ મા જમવા જતો હતો.ત્યારે મિત્ર તેના મિત્રની ગાડીમા બેસીને જતો રહ્યો.બાદ બાજુમા મિત્રની કાર આવતા આ કાર ચાકુની છે ને કહ્યુ હતૂ.પરંતુ આ વાતની જાણ ચાકુને થતા યુવક્ને કારમા અપહરણ કરી ચીલોડા પાસે લઈ જઈ યુવકને ઢોરમાર મારી ધાકધમકી આપી છોડી મુક્યો હતો.બીજી બાજુ ઘટનાની જાણ પરીવાર ને થતા યુવકે બન્ને ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.
નરોડ મા રહેતા ક્કશીલ ભટ્ટ ઉ.વ ૩૦ પોતાના પરીવાર સાથે રહે છે. બાદ ક્કશીલ તેના મિત્ર વિશાલના ઘરે ગયો અને બંને પછી ચિલોડા રિંગરોડ પાસે લિજ્જત ફ્રાય મા જમવા માટે ગયા હતા.દરમિયાન રિંગરોડ રણાસણ ટોલટેક્સ પાસે પહોચ્તા વિશાલ તેના મિત્રોની કારમા બેસી ગયો હતો.અને કહ્યું કે.તુ ઑર્ડર આપી દે,હુ આવુ છુ.બાદ ક્કશીલ લિજ્જત તવા ફ્રાય જવા માટે રવાના થયો હતો. ત્યારે નરોડ ફાટક પાસે પહોચ્તા ક્કશીલ ની બાજુમા સ્વિફ્ટ કાર નીક્ળ્તા મિત્ર વિશાલ ને કહ્યુ કે, તુ ચાકુની ગાડી મા જાય છે.મને કહ્યુ હોત તો કહીને લિજ્જત તવા ફ્રાય મા ગયો હતો.
દરમિયાન વિશાલ નો મિત્ર ભાગ્યેશ ઉર્ફે ચાકુ આવીને અચાનક ક્કશીક્લ ને માથાના ભાગે લાકડી નો એક ફટ્કો મારીને કારમા બેસાડી નાના ચીલોડા થી કરાઇ કેનાલ પાસે લઈ જઈ ગાડીમાથી ઉતારી ક્કશીલે પૂછ્યું કે,કેમ મને મારો છો? મારી શુ ભુલ છે.કહેતા જણાવ્યુ કે,તુ મને ઓળખે છે.તે મને ચાકુ કેમ કિધુ.મારુ નામ ચાકુભાઇ છે.કહી લાક્ડી ના ફટ્કા માર્યા હતા.
પરંતુ સાથે તેનો સાથીદાર હિતેશ ઉર્ફે લીંબુ એ ભાગ્યેશ ઉર્ફે ચાકુને કિધુ કે,જો તુ આને નહિ મારે ને તો હુ તને મારિશ કહેતો હતો.બાદ બન્ને મળિને ક્કશીલ ને ગડદાપાટુનો ઢોર મારમારી તું કોઇ પોલીસ ફરીયાદ કરીશ તો,જાનથી મારી નાખ્વાની ધમકી આપી કારમા બેસાડી શીતલ સોસાયટી પાસે ફેંકી દીધો હતો.જોકે ઘરે પહોચી સમગ્રહ ઘટનાની જાણ પરીવાર ને કરતા નરોડા પોલીસ સ્ટેશનમા જઈ ભાગ્યેશ ઉર્ફે ચાકુ અને હિતેશ ઉર્ફે લીંબુ ના વિરુધ્મા પોલીસ ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here