અમિતાભ બચ્ચને 70 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો

0
131

એજન્સી, મુંબઈ મેગાસ્ટર અમિતાભ બચ્ચને નાણાકીય વર્ષ 2018-19માં 70 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. તેમના પ્રવક્તાએ જાહેર કર્યું હતું કે ‘મિસ્ટર બચ્ચને 2018-19ના નાણાકીય વર્ષ માટે 70 કરોડ રૂપિયા ટેક્સ તરીકે સ્વરૂપે જમા કરાવ્યા છે.’ તાજેતરમાં જ બિગ બીએ બિહારના મુઝફ્ફરપુરના 2,084 ખેડૂતોના દેવા ચૂકવ્યા હતા.

તેમણે આ ઉપરાંત 14મી ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને પણ 10-10 લાખ રૂપિયાની મદદ કરી હતી. આ વર્ષે અમિતાભ બચ્ચન ફિલ્મ ‘બદલા’માં જોવા મળ્યા હતા.

આગામી દિવસોમાં અમિતાભ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here