અશ્વિને કોઇપણ ચેતવણી આપ્યા વગર જ બટલરને રન-આઉટ કરી દીધો

0
185

એજન્સી, નવી દિલ્હી

રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે સોમવારે જયપુરમાં રમાયેલી મેચમાં રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને માન્કડીંગથી  (બોલર બોલ ફેંક તે પહેલા જ ક્રીઝ છોડતા આઉટ) રન આઉટ કરી દીધો હતો. હકીકતમાં અશ્વિન બોલિંગ કરી રહ્યા હતા અને બટલર ક્રીઝથી થોડી આગળ જતા રહ્યા હતા. અશ્વિને કોઇપણ ચેતવણી આપ્યા વગર જ બટલરને રન-આઉટ કરી દીધો હતો. 

અશ્વિને બટલરને આઉટ કર્યા બાદ જણાવ્યું હતું કે, તમે ક્રીઝમાં પણ નહતા અને તમે મારી લય બગાડી રહ્યા છો. આયર્લેન્ડના ક્રિટેકર ઇઓન મોર્ગને ટ્વીટ કરીને લખ્યું હતું કે, મેં જે જોયું તેના પર મને વિશ્વાસ નથી થઇ રહ્યો. આઇપીએલે યુવાનો માટે ખોટું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. મને લાગે છે અશ્વિનને આનો પસ્તાવો થશે.

આ સિવાય ઇગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વૉને જણાવ્યું હતું કે, બટલરને ચેતવણી આપવી જોઇતી હતી…પરંતુ તેને કોઇ ચેતવણી અપાઇ નહતી મને લાગે છે અશ્વિને આ ખોટું કર્યું છે. ત્યાંજ શેન વોર્ને જણાવ્યું હતું કે, અશ્વિને એક કેપ્ટન અને એક વ્યક્તિ તરીકે નિરાશ કર્યો છે. અશ્વિનનો બોલ નાંખવાનો કોઇ ઉદ્દેશ જ નહતો, તેથી આને ડેડ બોલ ગણાવો જોઇતો હતો. બીસીસીઆઇ આ તમારા પર છે આ આઇપીએલનો સારો દેખાવ નથી.

મેલબર્ન ક્રિકેટ ક્લબ દ્વારા બનાવવામાં આવેલા ક્રિકેટ નિયમ મુજબ, જ્યારે નોન સ્ટ્રાઇકર પહેલા જ પોતાની ક્રીઝ છોડી દે ત્યારે બોલર તેને રન આઉટ કરી શકે છે, અને બેટ્સમેન આઉટ થાય કે ના થાય આ બોલ ઓવરનો ભાગ હશે માન્કડીંગ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા 1947માં કરવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. ત્યાં વીનૂ માંકડે ઓસ્ટ્રેલિયાના બિલ બ્રાઉનને એક વાર નહી બે વાર રન આઉટ કર્યા હતા. ત્યારથી આ નિયમને માન્કડીંગથી ઓળખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here