તારી માતા પાસે પૈસા માંગ કહી ઢોર માર મારતો …

0
18

– ઘર બનાવવા માટે તારી માતા પાસે પૈસા માંગ કહી ઢોર માર મારતો હતો.

– પતિ તથા બે દિયર પરણીતાને ત્રાસ આપતાં કાગડાપીઠ માં ફરિયાદ.

– બે દિયર પતિને ચઢામની કરી,તારી પત્ની કંઈ દહેજ લાવી નથી કહી ઝગડો કરાવતા હતા.

તા.૨૧/૦૮/૨૧
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ

પરણિતા ને લગ્ન બાદ પતિ અને બંને દિયર અવાર નવાર પરણિતા સાથે બોલચાલ કરી તું કંઈ દહેજ માં લાવી નથી મારે ઘર બનાવવા માટે રૂપિયા જોઈ છે તારી માતા પાસેથી પૈસા માંગ કહી પતિ ઢોર માર મારતો હોવાથી પરણિતાએ પતિ અને બે દિયરના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતી યુવતી ઉ. વ ૩૪ પોતાના પિયર માં રહે છે.ગત ૨૫ ફેબ્રઆરી ૨૦૦૮ ના રોજ યુવતીએ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.બાદ સાસરીયામાં રહેવા લાગી હતી.પરંતુ મકાન માં રીનોવેશન કરવાનુ હોવાથી યુવતી અને તેનો પતિ પિયરમાં બે વર્ષ થી રહેવા લાગ્યા હતા.જોકે લગ્ન જીવન માં યુવતીએ એક દીકરાને જન્મ આપ્યો હતો.લગ્ન ના છ મહિના બાદ બે દિયર પતિને ચાઢામની કરતા કે, તારી પત્ની ગરીબ ઘરની છે દહેજ કંઈ લાવી નથી કહેતા પતિ યુવતી સાથે બોલચાલ કરીને ગડદા પાટુનો માર માર્યો હતો.જોકે યુવતીને ઘર સંસાર ન બગડે માટે બધું સહન કરતી હતી.ગત ગુરુવારે યુવતી તેના પતિ સાથે ઘરે સાંજે હજાર હતી.ત્યારે પતિએ યુવતીને કહ્યું કે,તારી માતા ને કેને મારે ઘર બનાવામાં માટે પૈસાની જરૂર છે.તો તું માંગ ને પૈસા કહી બોલચાલ કરી યુવતીને ગડદા પાટુનો ઢોર માર માર્યો હતો.જોકે બીજા દિવસે પણ આવી રીતે કર્યું હતું.જેથી યુવતી ને શારીરિક માનસીક ત્રાસ આપતાં હતાં. આ અંગે યુવતીએ કાગડાપીઠ પોલીસમાં પતિ અને બે દિયરના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here