મારવાડી કારીગરો ને નહિ રાખવાનું કહી,વેપારીને …

0
17

– મારવાડી કારીગરો ને નહિ રાખવાનું કહી,વેપારીને ધાકધમકી આપી.

– દુધના ડેરીના માલિકને ચાર શખ્શોએ દુકાન બંધ કરવાનુ કહી ગલ્લમાંથી રૂપિયા કાઢી લીધા.

– વેપારીએ ચારેયના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી.

તા.૨૨/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

દૂધ ના ડેરીએ ઘી લેવા આવેલો શખ્શે કારીગર જોડે ઝગડો કર્યો હતો.બાદ બીજા ત્રણ શખ્શ ને બોલાવી કારીગરો ને ઢોર માર મારી દુકાન માલિક ને કહ્યું કે,હવે જો મારવાડી કારીગર રાખ્યા તો મારી નાખીશું,દુકાન ચાલુ કરશો તો પણ મારી નાખીશું ધાકધમકી આપતા હતા.અને વારંવાર ગલ્લા માંથી રૂપિયા કાઢી જતા. આ અંગે વૃદ્ધ વેપારીએ ચારના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમા આવેલા સુરધારા સોસાયટી માં રહેતા અમરત દેસાઈ ઉ. વ ૫૩ પોતાના પરિવાર સાથે રહી જય અંબે ડેરી નામની દુકાન ધરાવે છે.ગત શુક્રવારે અમરતભાઇ તેમના ઘરે હાજર હતા.ત્યારે ભાઈ રમેશ નો ફોન આવ્યો કે, આપણી ડેરી પર ઝગડો થય ગયો છે.બાદ ડેરી પર અમરતભાઈ પહોચી કારીગર સુરેન્દ્ર ને પૂછતા જણાવ્યું કે, સવારમાં એક ગ્રાહક ઘી લેવાં આવ્યો હતો અને પૈસા ન આપતાં પૈસા બાબતે ઠપકો આપ્યો તો,સામે વાડાએ ઝગડો કરી જતો રહ્યો હતો. પરંતુ થોડી વાર પછી તેના સાથે બીજા ત્રણ ને લાવી મારઝૂડ કરી,ગાળો બોલી ને ગલ્લા માં પડેલા રૂ ૫ હજાર લઈને જતાં રહ્યા હતા.જોકે ભાઈ રમેશ ને પૂછતા જાણવા મળ્યું કે, આપણી સમાજના વિકાભાઈ સવારે દુકાને ઘી લેવા આવ્યા હતા.તે સમયે કારીગર સુરેન્દ્ર સાથે માથાકુટ થતા થોડીવાર પછી ધમો રબારી,કાનજી રબારી અને કપા રબારી સાથે દુકાન પર સુરેન્દ્ર જોડે ઝગડો અને મારપીટ કરી ગલ્લા માં પડેલા રૂપિયા લઈ ગયા હતા.જોકે બધા લોકો પોતાના સમાજના હોવાને કારણે અમરતભાઈ એ કોઈના વિરૂદ્ધમાં ફરિયાદ કરી ન હતી.ગત કાલે અમરતભાઈ સવારમાં દુકાને હાજર હતા.
દરમિયાન ધમો, કપા, વિકા અને કાનજી રબારી આવીને કહ્યું કે, આ મારવાડીઓને અહીંયા કેમ રાખી છો,દુકાનમાંથી કાઢી મુકો અને દુકાન બંધ કરો કહી કારીગર અર્જૂન ને વિકા અને ધમો ભેગા મળી ઢોર માર મારી દુકાન નું બોર્ડ તોડી રૂ.૩૦ હજારનું નુકશાન કર્યું હતું.બાદ અમરતભાઈ ને જો તમે મારવાડી કારીગરને નહિ કાઢો તો, કારીગર ને મારી નાખીશું અને તમે દુકાન ચાલુ કરી તો,તમને જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્શ ગલ્લા માં પડેલા રૂ ૪ હજાર લઇ ગયા હતા. આ અંગે અમરતભાઇ એ ક્રિષ્નાનગર પોલીસમાં ચારેયના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here