વેપારીને વધુ લોન અપાવનું કહી મિત્રએ વિશ્ર્વાસ કેળવ્યો…

0
33

– વેપારીને વિશ્ર્વાસ કેળવી મિત્ર અને સબંધી રૂ ૪૦ ની ઠગાઇ કરી.
– વેપારીએ બે ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

તા.૧૮/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

વેપારીને વધુ લોનની જરૂર પડતાં મિત્રને સંપર્ક કર્યો હતો.બાદ મિત્રએ અને તેના સબધીએ વેપારીનો વિશ્વાસ કેળવી લીધો હતો.દરમિયાન વેપારી પાસે લોન સિક્યુરિટી પેટે ૯ ચેક માંગી રૂ.૪૦ ની ઠગાઇ કરી હતી.વેપારીને જાણ થતાં બેના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા કમલેશ મહેશ્વરી પોતાના પરિવાર સાથે રહી ઘી કાંટા ખાતે મમતા એન્ટરપ્રાઈઝ હોલ સેલ જીન્સ નો વેપાર કરે છે. ગત ૨૦૧૭ માં કમલેશભાઈ ને ધંધા માટે રિલીફરોડ ખાતે આવેલી આઇ.સી.આઇ.સી. આઇ બેંકમાંથી હોમ લોન રૂ ૩૨.૮૫ લાખની લીધી હતી.ગત વર્ષ માર્ચ ૨૦ માં કોરોના ના કારણે ધંધા માં મંદી આવતા કમલેશ ભાઈને બાકીના માલના રૂ ૧૧ લાખ વેપારી આપવાના હોવાથી વધુ લોન ની જરૂર હતી.ત્યારે તેના મીત્ર વિસ્તૃતઊર્ફે ટીકુ ને વાત કરી વધુ લોન માટે તો જણાવ્યું કે,મારા સબંધી છે,જે લોન કરાવડાવે જો તમે કહેતા હોઈ તો મુલાકાત કરવું.જોકે વધુ લોન ની જરૂર હોવાથી કમલેશભાઈ હા પાડી હતી.ગત ૧૬ ડિસેમ્બર ૨૦ ના રોજ શિશિરભાઈ લોન ની વાત કરવાં માટે કમલેશભાઈ ના દુકાને જઈ જૂની લોન પૂરી કરવાનું કહી જૂની લોન ના ડોક્યુમેન્ટ અને નવી લોન માટે ના ડોક્યુમેન્ટ માગી કમલેશભાઈ ને એસબીઆઇ બેંકના આશ્રમ રોડ વાડી બ્રાન્ચના થશે કહી લોન હું પ્રોસેસ માં મૂકી દવ છું,કહી લોન નો જે ખર્ચ થાય એ આપવો પડશે.જે કમલેશભાઈ આપવા માટે મંજૂર હતા.લોન કરાવવા પેટે ધીરે ધીરે રૂ ૨.૩૦ આપ્યાં બાદ રૂ.૧ કરોડની ફાઈલ બેંકમાં લોન માટે મૂકી હતી.ગત ૨૫ માર્ચ ૨૧ ના રોજ બેન્કે રૂ ૮૮.૫૦ લાખની લોન મંજૂર કરી હતી. ૨૯.૫૦ મંજૂરી લેટર મળી ગયો.અને અગાઉની લોન ભરવા માટે ડીડી ૨૮.૬૫ લાખ ભરતા ૧૭ એપ્રીલ ૨૧ ના રોજ બેન્કે કમલેશભાઇ ને ઓરિજિંનલ ડોક્યુમેન્ટ અને એનઓસી લેટર આપ્યું હતું.જોકે ઓરિજનલ ડોક્યુમેન્ટ શિશિર ભાઈને આપતા મોરગેજ પેટે રૂ.૧૦ હજાર માંગ્યા હતા.અને શિશિરે કમલેશભાઈ પાસે જોઇન્ટ એકાઉન્ટ્સ ના સિક્યુરિટી માટે ૯ કોરા સહી વાડા ચેક માગ્યા હતા.કમલેશભાઈ પોતાના જોઇન્ટ ખાતામાં કમલેશ ભાઈની પત્નીના સહી વાડા ચેક આપતા શિશિર એ રૂ ૫૯ લાખનો મંજૂરી લેટર મળ્યો હતો.જે બેંકમાં નાખવા માટે ૨ જૂન ૨૧ ના રોજ કિધું હતું.જોકે કમલેશ ૨ તારીખે દાણાપીઠ ખાતે આવેલી એસબીઆઇ બેંકમાં જમા કરવા ની ડીટેલસ આપતા છતાં માધુપુરા પૂરા વાડી બ્રાન્ચ માં જમાં કરાવ્યો હતો.જેનો ફોટો શિબિરે વોટસએપ કર્યો હતો.જેમાં ચેક કરતા ૪૦ ઉપડી ગયા ની જાણ થતાં કમલેશભાઈ એ વિસ્તૃત અને શિશિર ના વિરૂદ્ધમાં કારંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

બોક્ષ – લોનની સિક્યુરિટી પેટે યુવક પાસે ૯ કોરા ચેક લીધા…….

કમલેશભાઈ વધુ લોન મેળવવા મિત્રને જાણ કરતા મિત્રએ સબંધી વધારે લોન કરી આપશે કહી ૯ કોરા ચેક લઇ લીધા.બાદ લોન પાસ થતા કમલેશ ભાઈ જાણ બહાર ૪ ચેકમાં રૂ.૧૦ લાખ રકમ ભરી મિત્રએ પોતના બેંકમાં જમા કરાવી દીધા હતા.જોકે કમલેશભાઈ ને જાણ થતાં સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here