બોલીવૂડની ખલ્લાસ ગર્લ ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ

0
141

ઉર્મિલા માતોંડકરને ઉત્તર મુંબઈ બેઠકથી કોંગ્રેસે ટિકિટ આપી

બે દિવસ અગાઉ બોલીવૂડની ખલ્લાસ ગર્લ ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ હતી

એજન્સી, મુંબઈ:

બોલીવૂડ અભિનેત્રી ઉર્મિતા માતોંડકરને કોંગ્રેસે ઉત્તર મુંબઈથી ટિકિટ આપવાની જાહેરાત કરીછે. ખલ્લાસ ગર્લ ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ તે અગાઉ પણ આ બેઠક પરથી તેમની ઉમેદવારીની ચર્ચા ચાલતી હતી. ઉર્મિલા આ બેઠક પરથી ભાજપના ગોપાલ શેટ્ટી વિરુદ્ધ ચૂંટણી લડશે. શેટ્ટી આ બેઠક પરથી વર્તમાન સાંસદ પણ છે અને આ બેઠકને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. હવે ઉર્મિલા આ ગઢના કાંગરા ખેરવવામાં કેટલા સફળ થાય છે તે લોકસભા ચૂંટણી જંગના પરિણામ બાદ ખ્યાલ આવશે. બે દિવસ અગાઉ ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here