મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
- ઇન્કમટેક્સ રિટર્ન ભરનારાઓના આંકડાઓના આધાર પર તારણ કાઢ્યું
દેશમાં કરોડપતિઓની સંખ્યા એક વર્ષમાં 36,02% (આશરે 75 હજાર) વધી છે. માત્ર 3 વર્ષમાં એટલે કે કોવિડ-19 પછી તેમની સંખ્યામાં આશરે 13 ગણી થઇ છે. આવકવેરા વિભાગના માસિક ડેટામાં આ આંકડા સામે આવ્યા છે. વિભાગના પ્રમાણે નાણાંકીય વર્ષ 24-25માં સપ્ટેમ્બર સુધી કુલ 2.83 લાખ ઇન્કમટેક્સ રિટર્ન 1 કરોડથી વધુ આવક દર્શાવનારાના છે. જેમાંથી 77.73% લોકોએ વ્યક્તિગત આવક એક કરોડથી વધુ બતાવી છે.
જોકે આવકવેરા વિભાગે પ્રથમવાર 1 કરોડથી વધુ આવકવાળાને 1-5 કરોડ અને 5-10 કરોડ રૂપિયાની આવકવાળી 2 શ્રેણીમાં વિભાજિત કર્યા છે. જેના અનુસાર દેશમાં 16 હજારથી વધુ આવકવેરો ભરનારાની આવક 5-10 કરોડની વચ્ચે છે. જેમાં 2,755 કંપનીઓ અને 11 હજાર વ્યક્તિ છે. અંતમાં ફર્મ અને હિન્દુ અવિભાજિત પરિવાર અને અન્ય આવે છે. વિભાગના પ્રમાણે 10-50 લાખવાળા બ્રેકેટમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાની સંખ્યા આશરે 1.17 કરોડ છે. આ સંખ્યા પણ 3 વર્ષમાં 8 ગણી વધી છે.
દેશમાં 2.83 લાખ કરોડપતિ છે, 4 વર્ષ પહેલાં 27 હજાર હતા
- 50 લાખથી 1 કરોડની સંપત્તિવાળા 4 વર્ષમાં 46 હજારથી વધીને 5.5 લાખ થયા છે.
- 1 કરોડથી વધારે સંપત્તિવાળાની સંખ્યા 4 વર્ષ પહેલાં આશરે 27 હજાર હતી જે હવે 2.83 લાખ સુધી પહોંચી ગઇ છે. 10-50 લાખવાળા તો હવે 1.17 કરોડ થઇ ગયા છે. સંખ્યા પ્રમાણે સૌથી વધુ વધારો આ વર્ગમાં થયો છે.
આટલા માટે વધ્યા સુપર રિચ… કોરોના પછી કંપનીઓનો ગ્રોથ ઝડપથી વધ્યો Ã કોવિડની પછી ઇકોનૉમીમાં ભારે તેજી રહી છે. આઈટી, ઑટો, એફએમસીજી સહિત દરેક સેક્ટરમાં ભારે વૃદ્ધિ થવા પામી છે. શેરમાર્કેટ અને સોનાની કિંમતો નવી ઊંચાઇ આંબી રહી છે. કંપનીઓમાં પણ ટૉપ એક્ઝિક્યુટિવની સંખ્યા વધારે છે, જેનું પેકેજ સ્ટૉક ઑપ્શનની સાથે છે. શેરમાર્કેટની સાથે તેમના પેકેજનું મૂલ્યાંકન પણ ઝડપથી વધી રહ્યું છે. > ચંદ્રશેખર ચિતલે, આવકવેરા એક્સપર્ટ હોવાની સાથે આઈસીએઆઈની ડાયરેક્ટ કમિટીમાં પણ રહી ચૂક્યા છે.
સમૃદ્ધિનું પ્રતીક… વધારે લોકો આવક જાહેર કરી રહ્યા છે, જેનાથી કરચોરી ઘટી Ã હાઈ બ્રેકેટમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરનારાઓની સંખ્યા વધવી દેશના લોકોની સમુદ્ધિની સાથે જ ટેક્સના નિયમોના પાલન કરનારાઓની વધતી સંખ્યાનું પ્રતીક છે. જેનાથી કરચોરી ઘટશે. અર્થવ્યવસ્થામાં વધારે પારદર્શિતા આવશે. સરકારના ટેક્સનો વ્યાપ વધશે. આ સરકારને ટેક્સમાં વધારો કર્યા વિના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં સક્ષમ બનાવશે. > રાજેશ શુક્લા, એમડી અને સીઈઓ, પીપુલ રિસર્ચ ઑફ ઇન્ડિયાઝ કન્ઝ્યુમર ઇકોનૉમી (પ્રાઇસ)