નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
હવે વર્ષ 2023 પુરુ થવામાં થોડા જ દિવસો બાકી છે અને નવું વર્ષ 2024 શરૂ થવાનું છે. વર્ષના પ્રથમ મહિનામાં વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે. જાન્યુઆરીમાં 4 રવિવાર અને બીજા અને ચોથા શનિવાર સિવાય 10 દિવસ સુધી બેંકો અલગ-અલગ જગ્યાએ કામકાજ બંધ રહેશે.
આવી સ્થિતિમાં, જો તમારી પાસે આવતા મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તમે આ રજાઓ છોડીને બેંક જઈ શકો છો.

જાન્યુઆરીમાં વિવિધ રાજ્યો અને અલગ-અલગ શહેરોમાં બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે.
ઓનલાઈન બેંકિંગ દ્વારા કામ થશે
બેંકની રજાઓ હોવા છતાં તમે ઓનલાઈન બેંકિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. બેંક રજાઓની આ સુવિધાઓ પર કોઈ અસર પડશે નહીં.
બેંક લોકર એગ્રીમેન્ટ પર 31મી ડિસેમ્બર સુધીમાં કહી કરવાની રહેશે
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તમામ બેંકોને તેમના ગ્રાહકોને બેંક લોકર્સ માટે નવા એગ્રીમેન્ટ પર સહી કરવા જણાવ્યું છે. બેંકે આ કામ 31 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું છે. જો તમારી પાસે પણ કોઈ શાખામાં બેંક લોકર છે, તો ત્યાં જઈને તમારા નવા બેંક લોકર એગ્રીમેન્ટ પર સહી જરુરથી કરી લેવી. નહિંતર તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જાન્યુઆરીમાં 9 દિવસ સુધી શેરબજારમાં ટ્રેડિંગ નહીં
જાન્યુઆરી 2024માં 9 દિવસ સુધી શેરબજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. શનિવાર અને રવિવારે 8 દિવસ સુધી કોઈ વેપાર થશે નહીં. આ સિવાય 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર પણ શેરબજાર બંધ રહેશે.