54 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સોમવારે શેરબજારમાં ફરી એકવાર દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી હતી. ઘણાં દિવસો બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે.સેન્સેક્સમાં લગભગ 1000 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે બજાર ખુલતાં જ ફરી એકવાર સેન્સેક્સ 80000 ની સપાટી કૂદાવતા ઉછાળા સાથે,જ્યારે નિફ્ટી ફ્યુચર ની વાત કરીએ તો 24492ના હાઈલેવલને સ્પર્શ કર્યું હતું. નિફ્ટીમાં અત્યાર સુધી 300થી વધુ પોઈન્ટની તેજી જોવા મળી છે.
સેન્સેક્સ 602 પોઈન્ટના ઉછાળા સાથે 80005 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 155 પોઈન્ટના ઉછાળા સાથે 24348 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 155 પોઈન્ટના ઘટાળા સાથે 51327 પોઈન્ટના સ્તરે બંધ થયો.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપનાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે.કારણકે,ભારતીય શેરબજારમાં વોલ્યૂમ ખૂબ ઊંચા છે, જ્યારે ચીનમાં નીચા ભાવે ખરીદી કરવાની તક છે.વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસલેબ,કોલ્પાલ,ગ્લેનમાર્ક ફાર્મા,ટીસીએસ,લાર્સેન,કોલ્પાલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,વોલ્ટાસ,ઈન્ફોસીસ,મુથૂટ ફાઈનાન્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એસીસી,સિપ્લા,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક શેર દીઠ એક શેર બોનસ માટે 28,ઓકટોબર શેરમાં મંદીજોવા મળી.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ભારતી ઐરટેલ,હવેલ્લ્સ ઇન્ડિયા,ટોરેન્ટ ફાર્મા,ડીએલએફ,એસબીઆઈ લાઈફ,મહાનગર ગેસ,એસબીઆઈ કાર્ડ્સ,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4153 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1412 અને વધનારની સંખ્યા 2579 રહી હતી, 162 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 309 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 357 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24348 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24202 પોઇન્ટના પ્રથમ અને 24008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24404 પોઇન્ટથી 24474 પોઇન્ટ, 24505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51327 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51707 પોઇન્ટના પ્રથમ અને 51838 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51272 પોઇન્ટથી 51180 પોઇન્ટ,51008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ મુથૂટ ફાઈનાન્સ ( 1932 ) :- મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1909 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1880 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1948 થી રૂ.1955 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1960 ઉપર તેજી તરફી ધ્યાન…!!
સન ફાર્મા ( 1906 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1880 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1864 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1923 થી રૂ.1930 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એચસીએલ ટેકનોલોજી ( 1867 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1890 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1844 થી રૂ.1818 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1900 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઈન્ફોસીસ લીમીટેડ ( 1843 ):- રૂ.1868 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1880 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1828 થી રૂ.1818 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1890 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, સંવત 2080ની શેરોમાં ઐતિહાસિક તેજી બાદ છેલ્લા એક મહિનામાં મોટા કરેકશન સાથે વિદાય થઈ રહી છે.ઘણા શેરોમાં રોકાણકારોને રેકોર્ડ વળતર છૂટયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં રૂ.1,00,256 કરોડ જેટલી જંગી ચોખ્ખી વેચવાલીના પરિણામે આવેલા કરેકશને મોટું ધોવાણ નોતર્યું છે.રોકાણકારોની સંપતિમાં ૨૫ દિવસમાં જ રૂ.34.37 લાખ કરોડનું ધોવાણ થયું છે. વિદેશી ફંડોની વેચવાલી સામે લોકલ ફંડોની ખરીદી પર્યાપ્ત નહીં રહી બજારની પડતીને અટકાવી શકી નથી. ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા વળતાં પ્રહારે મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન અને કોર્પોરેટ પરિણામો ફ્રન્ટલાઈન કંપનીઓના નબળા આવી રહ્યા હોવા સાથે બેંકોમાં એસેટ ગુણવતા મામલે ચિંતાને લઈ સપ્તાહના અંતે આવેલા કડાકામાં શેરોના ભાવોમાં ઘટાડાએ દિવાળી ટાંકણે રોકાણકારોના ચોપડે વળતરમાં ઘટાડાની નિરાશાજનક સ્થિતિ સજીૅ છે. શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે.વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.