2 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
શુક્રવારે સાર્વત્રિક વેચવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ સતત પોઈન્ટ્સ ઘટ્યું હતું. ઈરાન અને ઈઝરાયલ, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલની સેના ટૂંકસમયમાં ગાઝા સીઝ ફાયર ડીલ મુદ્દે ચર્ચા કરે તેવા અહેવાલો મળ્યા છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસની અસર શેરબજાર પર થઈ છે.
સેન્સેક્સ 663 પોઈન્ટના ઘટાળા સાથે 79402 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 259 પોઈન્ટના ઘટાળા સાથે 24192 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 760 પોઈન્ટના ઘટાળા સાથે 50846 પોઈન્ટના સ્તરે બંધ થયો.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં આઈટી, રિયાલ્ટી અને ઓટો કંપનીઓના પરિણામો એકંદરે અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ સિવાય અન્ય ઘણી કંપનીઓએ નિરૂત્સાહી પરિણામો જાહેર કરતાં તેની અસર શેરબજાર પર જોવા મળી છે.નબળા ત્રિમાસિક પરિણામો પણ બજારમાં ઘટાળાનું એક કારણ છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપનાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે.કારણકે,ભારતીય શેરબજારમાં વોલ્યૂમ ખૂબ ઊંચા છે, જ્યારે ચીનમાં નીચા ભાવે ખરીદી કરવાની તક છે.વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ઓક્ટોબરમાં ગઈકાલ સુધી એફઆઈઆઈએ કુલ 97205.42 કરોડની વેચવાલી નોંધાવી છે. જેની સામે ડીઆઈઆઈએ રૂ. 92931.54 કરોડની ખરીદીનો ટેકો શેરબજારને મળ્યો હોવા છતાં માર્કેટમાં કરેક્શનનું જોર વધ્યું છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,ટોરેન્ટ ફાર્મા,સન ફાર્મા,પીડીલાઈટ,હિન્દુસ્તાન યુનીલીવર,નેસ્ટલે ઇન્ડિયા,લ્યુપીન, એક્સીસ બેન્ક,રામકો સિમેન્ટ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં અદાણી એન્ટર.,લાર્સેન,ઈન્ડીગો,ટીવીએસ મોટર્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,એસીસી,ગ્રાસીમ,રિલાયન્સ,ગોદરેજ પ્રોપટી,ટાટા કમ્યુનિકેશન,કોટક મહિન્દ્રા બેન્ક,એચડીએફસી બેન્ક,ઈન્ફોસીસ,વોલ્ટાસ,હેવેલ્લ્સ,એચસીએલ ટેકનોલોજી,ટાટા મોટર્સ ભારતી ઐરટેલ,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4021 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૦૦ અને વધનારની સંખ્યા 842 રહી હતી, 79 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 427 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 184 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24192 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24404 પોઇન્ટના પ્રથમ અને 24474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24108 પોઇન્ટથી 24008 પોઇન્ટ, 23979 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50846 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51303 પોઇન્ટના પ્રથમ અને 51474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 50676 પોઇન્ટથી 50505 પોઇન્ટ,50373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2657 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2606 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2580 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2674 થી રૂ.2680 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2700 ઉપર તેજી તરફી ધ્યાન…!!
લ્યુપીન લીમીટેડ ( 2158 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2108 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2088 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2174 થી રૂ.2180 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2722 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ પેસેન્જર કાર અને યુટીલીટી વિહીક્લ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2808 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2696 થી રૂ.2680 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2830 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! વોલ્ટાસ લીમીટેડ ( 1760 ):- રૂ.1797 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1808 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1737 થી રૂ.1720 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1818 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, વિક્રમ સંવત 2080 પૂર્ણ થવાના આરે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વર્ષની શરૂઆતથી આકર્ષક રિટર્ન આપનારા ભારતીય શેરબજાર છેલ્લા બે સપ્તાહથી કરેક્શન નોંધાવી રહ્યા છે.આ સપ્તાહમાં રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ.10લાખ કરોડની મૂડી ગુમાવી છે.જ્યારે ઓક્ટોબર માસમાં અત્યારસુધીમાં માર્કેટમાં ૨૫ લાખ કરોડનું ગાબડું થયું છે.દિવાળી પહેલાં રોકાણકારો પોતાનો જૂનો માલ વેચી નવા વર્ષે નવી ખરીદી કરવાના વલણ સાથે પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યા હોવાનું માનવું છે.
સ્થાનિક સ્તરે ભારતીય શેરબજાર છેલ્લા નવ મહિનાથી સતત વધી રહ્યા છે. વોલ્યૂમ ખૂબ ઊંચા થયા છે. જેના પગલે રોકાણકારો વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કરી રહ્યા છે.દિવાળી ટાણે કેટલાક રોકાણકારો પોતાનો જૂનો માલ ખાલી કરી નવો માલ ખરીદવાની તૈયારીઓ કરતાં પણ જોવા મળ્યા છે. માર્કેટના નિયમ મુજબ,ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જારી તેજી વચ્ચે મોટુ કરેક્શન જોવા મળી શકે છે.
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટક્કર જોવા મળી છે. ઘણા ઓપિનિયન પોલમાં કમલા હેરિસ તો અમુક ઓપિનિયન પોલમાં ટ્રમ્પની જીત જોવા મળી છે. ફેડ દ્વારા પણ વ્યાજના દરમાં ઘટાડો થવાની અટકળોના પગલે રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.