59 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ડ્યુટી લાદવાની જાહેરાતની અસર વિશ્વભરના શેરબજારો પર સ્પષ્ટપણે દેખાઈ હતી અને જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
સ્થાનિક સ્તરે બજેટમાં મોટી જાહેરાતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેપો રેટ ઘટાડવાનો નિર્ણય તેમજ દિલ્હી ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજયને બજારે ડિસ્કાઉન્ટ કરી કોર્પોરેટ પરિણામોની નેગેટીવ અસર અને ફુગાવો – મોંઘવારીના જોખમી પરિબળે બજારનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાઈ રહ્યું હોઈ સાવચેતીમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ મિડકેપ, સ્મોલ કેપ શેરોમાં સતત ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ આ સપ્તાહમાં ટેરિફ મામલે નવા આકરાં નિર્ણયો જાહેર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા મૂલ્યમાં ઘટાડો યથાવત્ રહ્યો હતો અને રૂપિયો 87.96ના નવા સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો, જો કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોટાપાયે સક્રિય બનતા અંદાજીત પાંચ અબજ ડોલરનું વેચાણ કરતા રૂપિયો ઝડપી રિકવર થયો હતો.
બજારની ભાવી દિશા….મિત્રો, કેલેન્ડર વર્ષ 2025માં FIIની ભારતીય ઈક્વિટી કેશમાં વેચવાલીનો આંક ફેબ્રુઆરીમાં જ રૂપિયા 1 લાખ કરોડની પાર પહોંચી ગયો છે. વર્ષ 2024માં રૂપિયા એક લાખ કરોડની વેચવાલીનો આંક મે માસમાં પાર થયાનું જોવા મળ્યું હતું. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનાના પણ ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. જાન્યુઆરી માસમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂ.87374.66 કરોડની નેટ વેચવાલી કરી હતી. ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં FIIએ કેશમાં રૂ.24888.74 કરોડની નેટ વેચવાલી કરી છે. વર્ષ 2025માં અત્યારસુધી ઈક્વિટી કેશમાં રૂ.1,12,263.40 કરોડની વેચવાલી કરી છે.
વર્ષ 2025માં FII દ્વારા વેચવાલીની ગતિ જળવાઈ રહેશે તો 2024ના સંપૂર્ણ વર્ષના રૂ.304217 કરોડની વેચવાલીનો આંક ટૂંકા ગાળામાં જ પાર થઈ જવાનું માની રહ્યા છે. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાંથી રોકાણ પાછા ખેંચી રહ્યા છે. જો કે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટવા લાગતા આગળ જતા એફઆઈઆઈની વેચવાલી પણ ધીમી પડવા શકયતા છે. આગામી નાણાં વર્ષના બજેટમાં આકર્ષક દરખાસ્તો અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતને જોતા શેરબજારમાં તબક્કાવાર સુધારો જોવા મળવાની અપેક્ષા છે. જો કે આર્થિક વિકાસ દર તથા કંપનીઓના પરિણામો બજારની લાંબા ગાળાની દિશા નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને…!!!
રાઈટ્સ લિ. ( BSE CODE – 541556 ) શેડ્યૂલ ‘A’ કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ છે જેની સ્થાપના 26 એપ્રિલ 1974માં ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. કંપની એક અગ્રણી મલ્ટિડિસિપ્લિનરી એન્જિનિયરિંગ અને કન્સલ્ટન્સી સંસ્થા છે જે ભારત અને વિદેશમાં ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કમિશનિંગ સેવાઓ અને સંકલિત સોલ્યુશન્સ માટે કસ્ટમાઇઝ્ડ સ્પર્ધાત્મક વૈવિધ્યસભર અને વ્યાપક ખ્યાલ પ્રદાન કરે છે. રાઈટ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને આવરી લે છે જેમ કે રેલ્વે, હાઈવે, એરપોર્ટ, રોપવે, શહેરી પરિવહન આંતરદેશીય જળમાર્ગો અને નવીનીકરણીય ઉર્જા વગેરે. રાઈટ્સ એ ભારતીય રેલ્વે મંત્રાલયની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. રાઈટ્સ લિમિટેડને ભારત સરકારના રેલ્વે મંત્રાલય (MoR) દ્વારા સામેલ કરવામાં આવ્યું હતું અને તેને ભારતીય રેલ્વે સાથે સંકળાયેલા હોવાનો લાભ મળે છે જે વિશ્વનું ચોથું સૌથી લાંબુ રેલ નેટવર્ક છે.
રાઈટ્સ લિ. સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.10,020.59 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.2.55 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.413.08 અને ઘટીને રૂ.207.10 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન: ડિસેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 72.20% અને પબ્લિકનું હોલ્ડીંગ 27.80% આવેલ. બોનસ શેર: વર્ષ 2024 માં 1:1 શેર બોનસ આપેલ છે. ડિવિડન્ડ: કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.15.00, વર્ષ 2022માં શેરદીઠ રૂ.19.50, વર્ષ 2023માં શેરદીઠ રૂ.20.25, વર્ષ 2024માં શેરદીઠ રૂ.14.00 અને વર્ષ 2025માં શેરદીઠ રૂ.1.90 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ: (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023: ચોખ્ખું વેચાણ રૂ.2575.16 કરોડની તુલનાએ ઘટીને રૂ.2519.62 કરોડ મેળવીને એનપીએમ 21.06% થકી ચોખ્ખો નફો રૂ.497.10 કરોડની તુલનાએ વધીને રૂ.530.54 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.22.08 નોંધાવી છે. (2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024: ચોખ્ખું વેચાણ રૂ.453.78 કરોડથી વધીને રૂ.510.39 કરોડ મેળવીને એનપીએમ 16.84% થકી ચોખ્ખો નફો રૂ.64.86 કરોડની તુલનાએ વધીને રૂ.85.96 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.79 નોંધાવી છે. (3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024: ચોખ્ખું વેચાણ રૂ.510.39 કરોડથી વધીને રૂ.544.53 કરોડ મેળવીને એનપીએમ 17.44% થકી ચોખ્ખો નફો રૂ.85.96 કરોડની તુલનાએ વધીને રૂ.94.99 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.98 નોંધાવી છે.
ઝીરો પ્રમોટર પ્લેજ સાથેની આ કંપની કોઈ દેવું ધરાવતી નથી. વધતા નફા માર્જિન (QoQ) સાથે ચોખ્ખા નફામાં વૃદ્ધિ કરીને છેલ્લા 2 ક્વાર્ટરમાં દર ક્વાર્ટરમાં આવકમાં વધારો નોંધાવ્યો છે તેમજ છેલ્લા 2 વર્ષથી શેર દીઠ બુક વેલ્યુમાં સુધારો જોવા મળ્યો છે. સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.200 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.188 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.217 થી રૂ.233 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!
SJVN લિ. ( BSE CODE – 533206 ) SJVN લિમિટેડની સ્થાપના 24 મે 1988ના રોજ નાથપા ઝાકરી પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ તરીકે કરવામાં આવી હતી. SJVN લિમિટેડ એ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર જનરેશન કંપની છે. આ કંપનીની સ્થાપના ભારત સરકાર અને હિમાચલ પ્રદેશની રાજ્ય સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. કંપની પાવર ટ્રાન્સમિશનની સાથે તમામ પ્રકારની પરંપરાગત અને બિન-પરંપરાગત ઉર્જામાં પોતાને સંપૂર્ણ વૈવિધ્યસભર ટ્રાન્સનેશનલ પાવર સેક્ટર કંપની તરીકે 1912 મેગાવોટની એકંદર ઉત્પાદન ક્ષમતા સાથે સ્થાપિત ક્ષમતા પર આધારિત ભારતની સૌથી મોટી ઓપરેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન કંપની છે. કંપની કન્સલ્ટન્સી પ્રદાન કરવાના વ્યવસાય સાથે પણ સંકળાયેલી છે.
એસજેવીએન લિ. પાવર જનરેશન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.35,238.47 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.6.69 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.159.60 અને ઘટીને રૂ.86.29 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન: ડિસેમ્બર – 2024 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 81.85% અને પબ્લિકનું હોલ્ડીંગ 18.15% આવેલ. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.2.20, વર્ષ 2022માં શેરદીઠ રૂ.1.70, વર્ષ 2023માં શેરદીઠ રૂ.1.77, વર્ષ 2024માં શેરદીઠ રૂ.1.80 અને વર્ષ 2025માં શેરદીઠ રૂ.1.15 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ: (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024: ચોખ્ખું વેચાણ રૂ.2935.41 કરોડની તુલનાએ ઘટીને રૂ.2,533.59 કરોડ મેળવીને એનપીએમ 35.85% થકી ચોખ્ખો નફો રૂ.1363.45 કરોડની તુલનાએ ઘટીને રૂ.908.40 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.2.31 નોંધાવી છે. (2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024: ચોખ્ખું વેચાણ રૂ.831.73 કરોડથી વધીને રૂ.994.51 કરોડ મેળવીને એનપીએમ 47.57% થકી ચોખ્ખો નફો રૂ.327.15 કરોડની તુલનાએ વધીને રૂ.473.06 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.21 નોંધાવી છે. (3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024: ચોખ્ખું વેચાણ રૂ.994.51 કરોડથી ઘટીને રૂ.625.02 કરોડ મેળવીને એનપીએમ 22.28% થકી ચોખ્ખો નફો રૂ.473.06 કરોડની તુલનાએ ઘટીને રૂ.139.25 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.35 નોંધાવી છે.
ઝીરો પ્રમોટર પ્લેજ સાથેની આ કંપનીની શેર દીઠ બુક વેલ્યુ છેલ્લા 2 વર્ષથી સુધરી રહી છે. વધતા નફા માર્જિન (QoQ) સાથે ચોખ્ખા નફામાં વૃદ્ધિ કરીને છેલ્લા 2 ક્વાર્ટરમાં દર ક્વાર્ટરમાં આવકમાં અને નફામાં વધારો જોવા મળ્યો છે. પાવર જનરેશન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.80 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.73 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.94 થી રૂ.108 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!