Wednesday, May 21, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Business

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શેરબજારમાં સોમવારે તેજી જોવાઈ: નિફટી ફ્યુચર 24008 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

Divya Sardar by Divya Sardar
November 26, 2024
in Business
250 3
0
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શેરબજારમાં સોમવારે તેજી જોવાઈ:  નિફટી ફ્યુચર 24008 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 81,700 પર કારોબાર કરી રહ્યો:  નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં તેજી; બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO ખુલ્યો

સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 81,700 પર કારોબાર કરી રહ્યો: નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો, રિયલ્ટી અને ફાર્મા શેરોમાં તેજી; બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO ખુલ્યો

May 21, 2025
મુકેશ અને નીતા અંબાણી વિશ્વના 100 દાનવીરોમાં સામેલ:  અઝીમ પ્રેમજી અને નિખિલ કામથને પણ સ્થાન મળ્યું; ટાઈમે પહેલીવાર યાદી જાહેર કરી

મુકેશ અને નીતા અંબાણી વિશ્વના 100 દાનવીરોમાં સામેલ: અઝીમ પ્રેમજી અને નિખિલ કામથને પણ સ્થાન મળ્યું; ટાઈમે પહેલીવાર યાદી જાહેર કરી

May 21, 2025


13 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ

  • કૉપી લિંક

શેરબજારમાં સોમવારે ખુલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઘટાળો થયો હતો. પરંતુ શુક્રવારે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો.સોમવારે નવા અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ એકઝાટકે 1300 પોઇન્ટ ઉછળ્યો હતો.જ્યારે નિફ્ટીમાં પણ તેજી દેખાઈ હતી.મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજયની અસર દેખાતા સેન્સેક્સમાં મોટો ઉછાળો દેખાયો.સેન્સેક્સ 992 પોઈન્ટના ઉછાળા સાથે 80109 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 386 પોઈન્ટના ઉછાળા સાથે 24273 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 1089 પોઈન્ટના ઉછાળા સાથે 52171 પોઈન્ટના સ્તરે બંધ થયો. શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાના માહોલ વચ્ચે બીએસઈ ખાતે રોકાણકારોની મૂડીમાં 09 લાખ કરોડનો વધારો થયો છે.

મહારાષ્ટ્ર તેમજ ઝારખંડમાં પુન: ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તા પર આવવાના વર્તારા પાછળ નીચા મથાળે નીકળેલ નવી લેવાલી પાછળ આ મુંબઈ શેરબજારમાં શેરોની જાતેજાતમાં સુધારો થવા સાથે સેન્સેક્સમાં છેલ્લા પાંચ માસનો સૌથી મોટો બીજો ઉછાળો નોંધાયો હતો. તેમજ અમેરિકા ખાતે રોજગારીના ડેટા સારા આવતા વિદેશના બજારોમાં સુધારો નોંધાતા તેની અત્રે સાનુકૂળ અસર જોવાઈ હતી.અદાણી ગ્રુપના શેર્સમાં પણ આકર્ષક રિકવરી જોવા મળી છે. આઈટી, બેન્કિંગ, ઓઈલ એન્ડ ગેસ, અને રિયાલ્ટી સેગમેન્ટના શેર્સમાં આકર્ષક લેવાલીના પગલે શેરબજારમાં એકંદરે ઉછાળો નોંધાયો છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસના ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારો અને ખાસ કરીને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે.

આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં લાર્સેન,એચડીએફસી એએમસી,ડીવીસ લેબ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટાઈટન કંપની,ટોરેન્ટ ફાર્મા,ઈન્ડીગો,ટીસીએસ,એસીસી,હેવેલ્લ્સ,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,કોટક મહિન્દ્રા બેન્ક,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,રિલાયન્સ,સિપ્લા,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં એસિયન પેઈન્ટ્સ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,વોલ્ટાસ,જીન્દાલ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4214 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1353 અને વધનારની સંખ્યા 2697 રહી હતી, 164 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 285 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 448 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24273 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24188 પોઇન્ટના પ્રથમ અને 24008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24373 પોઇન્ટથી 24404 પોઇન્ટ, 24474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52171 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51008 પોઇન્ટના પ્રથમ અને 50880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52373 પોઇન્ટથી 52474 પોઇન્ટ,52505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50880 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ઓબેરોઈ રીયાલીટી ( 1932 ) :- ઓબેરોઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1903 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1880 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1948 થી રૂ.1955 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1960 ઉપર તેજી તરફી ધ્યાન…!! એચડીએફસી બેન્ક ( 1776 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1744 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1730 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1793 થી રૂ.1800 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! એચસીએલ ટેકનોલોજી ( 1897 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1919 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1880 થી રૂ.1864 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1930 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ટેક મહિન્દ્રા ( 1736 ):- રૂ.1760 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1774 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1707 થી રૂ.1690 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1780 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.

બજારની ભાવિ દિશા… મિત્રો, ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી દિવસોમાં બજારમાં જોવાશે. ગત સપ્તાહના અંતે શુક્રવારે શેર બજારોમાં આવેલી મોટી તેજી અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે. અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેકટરને ધ્યાનમાં રાખીને મન ફાવે એ નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું.

સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ 2024 -25 ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૭%રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે.આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024 -25 માટે જીડીપી ગ્રોથ 7.2% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે 2023 -24 ના 8.2% ના અંદાજ સામે ઓછો છે. જેની પાછળનું કારણ શહેરી માગમાં ઘટાડો અને વધુ પડતો વરસાદ છે.બીજા ત્રિમાસિકના જીડીપી આંકડા 30 નવેમ્બરે જાહેર થશે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Source link

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

ભરૂચમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો:  બે મહિલાઓની ધરપકડ, ત્રણ આરોપી ફરાર; 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત – Bharuch News

ભરૂચમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો: બે મહિલાઓની ધરપકડ, ત્રણ આરોપી ફરાર; 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત – Bharuch News

May 21, 2025
સુપ્રીમ કોર્ટમાં વક્ફ એક્ટ મામલે સુનાવણી શરૂ:  કેન્દ્રની દલીલ- અમે 100 વર્ષ જૂની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

સુપ્રીમ કોર્ટમાં વક્ફ એક્ટ મામલે સુનાવણી શરૂ: કેન્દ્રની દલીલ- અમે 100 વર્ષ જૂની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

May 21, 2025
‘DDLJ’ બનાવી ભારતીય સિનેમાને નવી ઓળખ અપાવી:  શાહરુખને મનાવી લીધો, રાની મુખર્જી સાથે ગુપચુપ લગ્ન કર્યા; કંગનાને કહ્યું- ‘તું ખતમ થઈ જઈશ’

‘DDLJ’ બનાવી ભારતીય સિનેમાને નવી ઓળખ અપાવી: શાહરુખને મનાવી લીધો, રાની મુખર્જી સાથે ગુપચુપ લગ્ન કર્યા; કંગનાને કહ્યું- ‘તું ખતમ થઈ જઈશ’

May 21, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • ભરૂચમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો: બે મહિલાઓની ધરપકડ, ત્રણ આરોપી ફરાર; 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત – Bharuch News
  • સુપ્રીમ કોર્ટમાં વક્ફ એક્ટ મામલે સુનાવણી શરૂ: કેન્દ્રની દલીલ- અમે 100 વર્ષ જૂની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
  • ‘DDLJ’ બનાવી ભારતીય સિનેમાને નવી ઓળખ અપાવી: શાહરુખને મનાવી લીધો, રાની મુખર્જી સાથે ગુપચુપ લગ્ન કર્યા; કંગનાને કહ્યું- ‘તું ખતમ થઈ જઈશ’

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?